તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Keeping In Mind The Network Of Hospitals Of Insurance Companies While Taking Health Insurance, It Will Provide Proper Treatment.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્શ્યોરન્સ:હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે વીમા કંપનીઓનું હોસ્પિટલોનું નેટવર્ક ધ્યાનમાં રાખવું, તેનાથી યોગ્ય સારવાર મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેટવર્ક હોસ્પિટલ એ હોસ્પિટલોનું એક જૂથ છે જે તમને તમારા વર્તમાન હેલ્થ પ્લાનને રિડિમ કરવાની મંજૂરી આપે છે
  • ભારતમાં તબીબી ફુગાવાનો (મેડિકલ ઇન્ફ્લેશન) વાર્ષિક દર લગભગ 17% છે

દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલુ છે. આવી સ્થિતિમાં લોકો યોગ્ય સારવાર અને આર્થિક સુરક્ષા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે. જો તમે પણ અત્યાર સુધી કોઈ ઈન્શ્યોરન્સ પ્લાન નથી લીધો અને તમે આ દિવસોમાં કોરોના અથવા અન્ય બીમારીની સારવારને કવર કરવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો તો હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે કંપની પાસેથી તમે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ રહ્યા છે તેનું હોસ્પિટલોનું નેટવર્ક (નેટવર્ક હોસ્પિટલ) યોગ્ય હોય.

શું છે નેટવર્ક હોસ્પિટલ?
નેટવર્ક હોસ્પિટલ એ હોસ્પિટલોનું એક જૂથ છે જે તમને તમારા વર્તમાન હેલ્થ પ્લાનને રિડિમ કરવાની મંજૂરી આપે છે. હંમેશાં તે પ્લાન માટે જાઓ જે તમારા વિસ્તારમાં મહત્તમ નેટવર્ક હોસ્પિટલ આપે છે, નહીં તો તમારું રોકાણ ઈમર્જન્સીની સ્થિતિમાં કામમાં નહીં આવે.

સારી હોસ્પિટલોનું નેટવર્ક કેમ હોવું જરૂરી છે?
જો તમે કોઈ એવી ઈન્શ્યોરન્સ કંપની પાસેથી પોલિસી લઈ રહ્યા છો જેનું હોસ્પિટલોનું નેટર્વક સારું નથી અથવા શહેરની સારી હોસ્પિટલો સામેલ ન હોય તો થઈ શકે છે કે તમને યોગ્ય સારવાર ન મળે. તે ઉપરાંત હોસ્પિટલોના નેટવર્કમાં સારી હોસ્પિટલો સામેલ ન હોવાથી થઈ શકે છે કે તમને યોગ્ય અને સારી સારવાર મળી શકશે નહીં, તે ઉપરાંત મોટી હોસ્પિટલોમાં તમામ સુવિધાઓ જેમ કે તમામ ટેસ્ટ અને ICU જેવી ઘણી સુવિધાઓ હોય છે તેનાથી તમારે બહાર કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તેનાથી તમારા પૈસા બચી જાય છે અને કામ પણ ફટાફટ થઈ જાય છે.

નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ ક્લેમ જરૂરી
કેશલેસ મેડિકલ ઈન્શ્યોરન્સ તે પ્રકારની પોલિસી છે જેમાં પોલિસી હોલ્ડરને સારવાર માટે રોકડ ચૂકવવાની જરૂર નથી રહેતી અને બિલનું સેટલમેન્ટ ડાયરેક્ટ હોસ્પિટલ અને ઈન્શ્યોરન્સ કંપની વચ્ચે થઈ જાય છે. તેના માટે જો હોસ્પિટલમાં દાખલ થવાનું પહેલાથી જ નક્કી હોય તો સામાન્ય રીતે કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન પ્રદાતાને 2 દિવસ પહેલા જાણ કરવી પડે છે, અને ઈમર્જન્સીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવા પર 24 કલાકની અંદર જાણ કરવાની હોય છે.

બિલોનું સેટલમેન્ટ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) અંતર્ગત કરવામાં આવે છે અને મેડીક્લેમ કાર્ડ હોસ્પિટલમાં સબમિટ કરવાનું હોય છે. કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સના કેસમાં એક વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે તે જરૂરી છે કે સારવાર, મેડીક્લેમ સેવા આપતી કંપનીના નેટવર્ક હોસ્પિટલોની લિસ્ટમાં સામેલ કોઈ હોસ્પિટલમાં કરાવવામાં આવે, નહીં તો રકમની ભરપાઈ પછી થશે જ્યારે બધા બિલ ઈન્શ્યોરન્સ પ્રદાતાની પાસે સબમિટ કરવામાં આવે.

હેલ્થ કવરમાં રોકાણ કેમ કરવું?
કેટલાક અધ્યયન મુજબ, ભારતમાં તબીબી ફુગાવાનો (મેડિકલ ઇન્ફ્લેશન) વાર્ષિક દર લગભગ 17 ટકા છે. આ મોંઘવારી સામાન્ય સ્તર કરતાં ઘણી વધારે છે. આ રીતે પર્યાપ્ત હેલ્થ ઈન્શ્યોરન્સની જરૂરિયાત વધી જાય છે. તેમાં યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો પણ મહત્ત્વપૂર્ણ છે. કોઈનું પણ સ્વાસ્થ્ય આજે સારું થઈ શકે છે, પરંતુ હેલ્થ ઈન્શ્યોરન્સ માત્ર બીમારી અને તેની સારવાર સાથે સંબંધિત હોવો જોઈએ નહીં. કોઈને ખબર નથી હોતી કે ક્યારે કઈ ઉંમરે કોઈની સાથે દુર્ઘટના થઈ જાય. આ સ્થિતિમાં હેલ્થ કવર સહાયક સાબિત થાય છે. ઓછી ઉંમરમાં પોલિસી ખરીદીને તેનું વિમા ક્લેમ રિન્યુ કરાવતા રહેવું જોઈએ કેમ કે, તે ક્યારેક અચાનક બીમારીનો સામનો કરવામાં મદદ કરે છે.

શું છે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર?
થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર વીમો આપતી કંપની અને વીમા લેનાર વ્યક્તિની વચ્ચે વચેટિયા તરીકે કાર્ય કરે છે. તેનું મુખ્ય કામ દાવા અને સેટલમેન્ટની પ્રક્રિયામાં મદદ કરવાનું છે. ટીપીએ વીમા લેનાર વ્યક્તિને કોઈ કાર્ડ જારી કરે છે, જેને બતાવીને કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવી શકાય છે. દાવાના સમયે, વીમા લેનાર વ્યક્તિ, પહેલા ટીપીએસને જ સૂચના આપે છે. ત્યારબાદ તેને સંબંધિત હોસ્પિટલમાં જવા માટે કહેવામાં આવે છે. તે વીમા કંપનીના નેટવર્કની હોસ્પિટલ હોય છે. તે ઉપરાંત જો ગ્રાહક બીજી હોસ્પિટલમાં સારવાર કરાવે છે તો તેનો ખર્ચ તેને રીઈમ્બર્સમેન્ટ દ્વારા મળી શકે છે.

આ બાબતોનું પણ ધ્યાન રાખવું
પોલિસીમાં શું કવર થશે તે બરાબર સમજો

વીમા કંપનીઓ ઘણા પ્રકારની વીમા પોલિસી ઓફર કરી રહી છે. દરેક વીમા કંપનીઓના તેમના નિયમ હોય છે, તે અનુસાર તેઓ પોલિસી બનાવે છે. હેલ્થ પોલિસી ખરીદતા પહેલા તે સમજો કે તેમાં કેટલું અને શું કવર થશે. જે પોલિસીમાં વધારે વસ્તુઓ જેમ કે, ટેસ્ટનો ખર્ચ અને એમ્બ્યુલન્સ ખર્ચ કવર થતો હોય તે પોલિસી લેવી જોઈએ. જેથી તમારે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા ન પડે.

પહેલાથી હાજર બીમારીઓ કવર છે કે નહીં?
તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અગાઉની તમામ હાજર બીમારીઓ કવર કરી લે છે. પરંતુ તેમને 48 મહિના પછી જ કવર કરવામાં આવે છે. કેટલાક તેને 36 મહિના પછી કવર કરે છે. જો કે,પોલિસી ખરીદતી વખતે પહેલાથી હાજર બીમારીઓ વિશે જણાવવું મહત્ત્વપૂર્ણ છે. તેનાથી ક્લેમ સેટલમેન્ટમાં મુશ્કેલી આવતી નથી.

કો-પેની પસંદગી ભારે પડી શકે છે
થોડા પૈસા બચાવી અને પ્રિમિયમને ઓછું કરવા માટે ઘણી વાર લોકો કો-પેની સુવિધા લે છે. કો-પેનો અર્થ થાય છે કે ક્લેમની સ્થિતિમાં પોલિસી ધારકને ખર્ચાના કેટલાક % (ઉદાહરણ તરીકે 10%) તમારે ચૂકવવાના રહેશે. કો-પેની પસંદગી કરવા પર પ્રિમિયમના ડિસ્કાઉન્ટમાં વધારે ફાયદો નહીં થાય, તમારા બીમાર પડવા પર તે તમારું ખીસ્સું ખાલી કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો