• Gujarati News
  • Utility
  • Keep This Meditation To Avoid High Risk Pregnancy, Also Possibility Of Normal Delivery

કામના સમાચાર:હાઇ રિસ્ક પ્રેગ્નન્સીથી બચવા માટે રાખો આ ધ્યાન, નોર્મલ ડિલિવરીની પણ શક્યતા

એક મહિનો પહેલા

રાધા હાઇ બ્લડ પ્રેશરની દર્દી છે. આ કારણે જે પણ લોકો તેને મળતા હતા તે એજ કહેતા હતા કે તને માતા બનવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. એક દિવસ તેની બહેનપણી મીતા સાથે તેની મુલાકાત થાય છે, મીતાને નાનપણથી જ ડાયાબિટીસ હોય તેમને હાઇ રિસ્ક પ્રેગ્નન્સીનું જોખમ હતું. મીતાએ 6 મહિના પહેલાં એક બાળકને જન્મ આપ્યો હતો. આખરે આ હાઇ રિસ્ક પ્રેગ્નન્સી શું કે? જેના કારણે માતાએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. જે મહિલાને કોઈ પણ બીમારી હોય તેમને હાઇ રિસ્ક પ્રેગ્નન્સીનું જોખમ વધારે રહે છે. જો પ્રેગ્નન્સી દરમિયાન ડોક્ટરની સલાહને અનુસરવામાં આવે તો સ્વસ્થ બાળકને જન્મ આપે છે.

આવો જાણીએ હાઇ રિસ્ક પ્રેગ્નન્સી શું છે?
જયારે કોઈ મહિલાને હેલ્થ રિલેટેડ કોઈ સમસ્યાને કારણે પ્રેગ્નન્સીમાં જોખમ થાય છે જેને હાઇ રિસ્ક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે.

આ દરમિયાન મહિલાઓને સામાન્ય પ્રેગ્નન્સી કરતાં વધુ કાળજી રાખવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં બાળકને અનેક રોગોનું જોખમ પણ રહે છે. સ્ત્રીઓમાં ગર્ભપાતપછીની સ્થિતિને કારણે હાઇ રિસ્ક પ્રેગ્નન્સીનું જોખમ રહેલું છે. સગર્ભાવસ્થા ડાયાબિટીસ, એચઆઈવી, સ્થૂળતા જેવી સમસ્યાઓના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે.

હાઇ રિસ્ક પ્રેગ્નન્સીમાં લક્ષણો શું હોય છે?
દરેક ગર્ભવતી મહિલાઓમાં અલગ-અલગ લક્ષણો જોવા મળે છે. ઘણી મહિલાઓને લાંબા સમય સુધી પેટમાં દુખાવો થાય છે, ગભરાહટ અને તાવ જેવી સમસ્યા થાય છે. તેથી કોઈ આડોશ-પાડોશની, સગા કે સંબંધીની સલાહ ન લઈને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હાઇ રિસ્ક પ્રેગ્નન્સીનાં લક્ષણો

શું હાઇ રિસ્ક પ્રેગ્નન્સીમાં પ્રિ-મેચ્યોર ડિલિવરીનું જોખમ છે?
ડો. વૈશાલી જોશીના જણાવ્યા અનુસાર, હા, હાઇ રિસ્ક પ્રેગ્નન્સીમાં પ્રી-મેચ્યોર ડિલિવરીનું જોખમ રહે છે. જો બાળક 37 અઠવાડિયા પહેલા જન્મે છે, તો તેને પ્રી-મેચ્યોર ડિલિવરી કહેવામાં આવે છે. ઇન્ફેક્શન, હાઇપર ટેંશન, એનિમિયા, ગર્ભમાં જોડિયા બાળકો, વધુ પડતું રક્તસ્ત્રાવ આ બધું પ્રિ-મેચ્યોર ડિલિવરીનું કારણ બની શકે છે.

હાઇ રિસ્ક પ્રેગ્નન્સીથી બચવા માટે આ 7 વાતનું ધ્યાન રાખો

  • પ્રેગ્નન્સીમાં દરેક સમયે એલર્ટ રહો
  • ડૉક્ટર પાસે ચેકઅપ સમયસર કરાવો.
  • હાઇ રિસ્ક પ્રેગ્નન્સીના લક્ષણોને અવગણશો નહીં.
  • જો તમને હાઈ બીપી, થાઈરોઈડ અથવા ડાયાબિટીસ હોય, તો પ્રેગ્નન્સી પહેલાં ડૉક્ટરની સલાહ લો.
  • જો તમે પહેલેથી જ કોઈ દવાઓ લઈ રહ્યા છો, તો તમારા ડૉક્ટરને જણાવો.
  • લાઇફ સ્ટાઇલ હેલ્ધી રાખો, મોડી રાત સુધી જાગશો નહીં.
  • દારૂ, સિગારેટ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો.

સંદર્ભ : ડો. રીતુ ગોયલ, સ્ત્રી રોગ નિષ્ણાત, દિલ્હી

શું હાઇ રિસ્ક પ્રેગ્નન્સીમાં નોર્મલ ડિલિવરી સંભવ છે?
ડો. રિતુ ગોયલ કહે છે, હા, નોર્મલ ડિલિવરી બિલકુલ શક્ય છે.આ માટે માતાએ પોતાનું યોગ્ય ધ્યાન રાખવું પડશે. ડૉક્ટર પાસે સમયસર ચેકઅપ કરાવવું પડશે.જો બીપી, થાઇરોઇડ અથવા ડાયાબિટીસની બીમારી હોય તો ડાયટ પર ખાસ ધ્યાન આપવું પડશે, ડાયટ ચાર્ટને ફોલો કરો. જો કોઈ માનસિક સમસ્યા હોય તો વિના સંકોચે ડૉક્ટરની મુલાકાત લેવા માટે અચકાવું નહીં.