તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Junior Engineer And More Recruitment 2021: 1046 Vacancies For Junior Engineer And More Posts, Punjab Public Service Commission Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:પંજાબ પબ્લિક સર્વિસ કમિશને 1046 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, 19 મે સુધી અપ્લાય પ્રોસેસ ચાલુ રહેશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારને દર મહીને 35400 રૂપિયાથી 47600 રૂપિયાનો પગાર મળશે
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી ઓછી કે 37 વર્ષથી વધારે ના હોવી જોઈએ

પંજાબ પબ્લિક સર્વિસ કમિશન (PPSC)એ જુનિયર એન્જિનિયર (JE),સેક્શન ઓફિસર અને સબ ડિવિઝનલ એન્જિનિયરની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. એપ્લિકેશન પ્રોસેસ 30 એપ્રિલથી શરુ થઇ ગઈ છે. યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ 19 મે સુધી ઓફિશિયલ વેબસાઈટ ppsc.gov.in દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકે છે. જો કે, સબ ડિવિઝનલ એન્જિનિયર માટે છેલ્લી તારીખ 10 મે નક્કી કરી છે.

જગ્યાની સંખ્યા: 1046

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે માન્ય યુનિવર્સીટીની એન્જિનિયરિંગમાં ડિગ્રી, ડીપ્લોમા કે પછી અન્ય કોઈ સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી ઓછી કે 37 વર્ષથી વધારે ના હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો:
ઓનલાઈન અરજી શરુ કરવાની તારીખ: 30 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ ( JE અને સેક્શન ઓફિસર): 19 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ(સબ ડિવિઝનલ એન્જિનિયર): 10 મે

સેલરી
ઉમેદવારને દર મહીને 35400 રૂપિયાથી 47600 રૂપિયા પગાર તરીકે મળશે.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે થશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ એટલે કે 19 મે સુધી http://ppsc.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.