જૂનિયર એડિટર-5 કૉમ્પિટિશન:બાળકોની ક્રિએટિવિટીને ખુલ્લા આકાશમાં ઉડવા દો, દિવ્ય ભાસ્કર આપશે પ્લેટફોર્મ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમારી અંદર છૂપાયેલા જર્નલિસ્ટને બહાર લાવવા માટે એક સારું પ્લેટફોર્મ છે જૂનિયર એડિટર. નેશનલ પ્લેટફોર્મ પર ક્રિએટિવિટીનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને બાળકો જીતી શકે છે અનેક આકર્ષક ઈનામ.
  • નેશનલ પ્લેટફોર્મ પર ક્રિએટિવિટીનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને બાળકો જીતી શકે છે અનેક આકર્ષક ઈનામ.

બાળકોના વિચારોની કોઈ સીમા નથી હોતી અને તેમની કલ્પનાઓનો પણ કોઈ અંત નથી હોતો. તેમના વિચારો અને કલ્પનાઓથી સર્જાયેલી રચનાત્મકતાને તક આપવી બાળકના સ્વસ્થ માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. સાથે જ પેરેન્ટ્સ માટે પણ એ ખૂબ જરૂરી છે કે તેઓ પોતાના બાળકોને સાચી દિશા દેખાડવા તમામ જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવે.

બાળકોની નાનમાં નાની ક્રિએટિવિટીને વખાણો

વખતો વખત બાળકોને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા, પોતાના શબ્દોને પસંદ કરવા અને પોતાની કલ્પનાઓને નિખારવા માટે મંચ પૂરું પાડો. તેમની નાનામાં નાની ક્રિએટિવિટીને વખાણો, તેમને પ્રોત્સાહન પૂરું પાડો અને આગળ વધવા તેમજ વધુ સારું કરવા માટે પ્રેરણાં પૂરી પાડો. વર્તમાન સમયે કોરોના મહામારીનાં કારણે બાળકો પાસે ભરપૂર સમય છે અને આ જ સમયનો તેઓ સદુપયોગ કરી શકે છે, જે તેમના ભવિષ્ય માટે પણ જરૂરી છે. આવામાં તેમને રચનાત્મક દિશામાં લઇ જવા અત્યંત જરૂરી છે, નહિતો તેઓ ડિજીટલ અને ઇન્ટરનેટની માયાજાળમાં ફસાઈને સાચી દિશામાંથી ભટકી શકે છે.

પોતાની અંદર છૂપાયેલા ટેલેન્ટને બહાર લાવો અને જીતો અનેક આકર્ષક ઇનામ

આવી જ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને બાળકોના વિચાર અને કલ્પનાશક્તિને વિસ્તારવા માટે દિવ્ય ભાસ્કર લઇને આવ્યું છે એક એવું પ્લેટફોર્મ, જ્યાં બાળકો પોતાની પ્રતિભાને મૂક્તપણે પ્રદર્શિત કરી શકે છે. જેનું નામ છે જૂનિયર એડિટર-5, જેમાભાગ લઇને તેઓ પોતાની અંદર છૂપાયેલા ટેલેન્ટને બહાર લાવી શકે છે. અને હા, નેશનલ પ્લેટફોર્મ પર ઉત્કૃષ્ટ પ્રતિભાનું પ્રદર્શન કરીને જીતી શકે છે અનેક આકર્ષક ઇનામ પણ. તો ઝડપ કરો જેથી આ તક તમારા હાથમાંથી નીકળી ન જાય.

વધુ જાણકારી માટે વેબસાઇટ https://junioreditor.groupbhaskar.in/ પર વિઝિટ કરો.

અન્ય સમાચારો પણ છે...