• Gujarati News
  • Utility
  • Job Opportunities In More Than 3200 Places, Selection Will Be Done Either Through Examination Or Interview

નોકરીના સમાચાર:3200થી વધુ જગ્યા પર નોકરીની તક, ક્યાંક પરીક્ષા દ્વારા તો ક્યાંક ઇન્ટરવ્યૂથી સિલેક્શન થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર અને ઉત્તરાખંડમાં સરકારી નોકરીની ઘણી તકો આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા યુવાનો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. 3272 જેટલી જગ્યાઓ ભરવા માટે 10મું પાસ, ITI, શોર્ટહેન્ડ, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લાયકાત માંગવામાં આવી છે. આવો જાણીએ ક્યાં છે નોકરીની સારી તકો.

સચિવાલય સહાયક સહિત 2187 જગ્યા, મહિલાઓ માટે 700 પોસ્ટ રિઝર્વ
ગ્રેજ્યુએટ થયેલા યુવાનો માટે બમ્પર તકો સામે આવી છે. બિહાર સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે BSSCએ ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા હેઠળ 2187 પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓફિશિયલ વેબસાઇટ https://bssc.bihar.gov.in/ પર અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 17 મે સુધીમાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. જેમાં 35% જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.

જાણો વેકેન્સીની ડીટેલ અને ફી
BSSC દ્વારા ભરવામાં આવી રહેલી કુલ 2187 જગ્યાઓમાં સચિવાલય સહાયકની 1360, મેલેરિયા નિરીક્ષકની 74 જગ્યાઓ, ઓડિટર ડિરેક્ટોરેટની 370 જગ્યાઓ, પ્લાનિંગ આસિસ્ટન્ટની 125 જગ્યાઓ, ડેટા એન્ટ્રી ઑપરેટરની 2, ઑડિટરની 256 જગ્યાઓનો સમાવેશ થાય છે. જો ફીની વાત કરવામાં આવે તો જ્યાં સુધી અરજી ફીનો સંબંધ છે, સામાન્ય, ઓબીસી, પછાત વર્ગોને રૂ. 540 ચૂકવવાના રહેશે. SC અને ST ઉમેદવારોએ રૂ.135ની અરજી ફી ચૂકવવાની રહેશે.

150 પ્રશ્નની હશે પરીક્ષા
BSSCએ કહ્યું છે કે જો 40 હજારથી વધુ અરજીઓ આવશે તો પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રિ-પરીક્ષામાં 5 ગણા ઉમેદવારનું પરિણામ આપવામાં આવશે. ત્યાર બાદ મેઇન્સ લેવામાં આવશે.

આ પરીક્ષામાં જનરલ નોલેજ, જનરલ સાયન્સ અને ગણિતના સવાલ પૂછવામાં આવશે. પ્રશ્નની સંખ્યા 150 રહેશે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવશે જયારે ખોટા જવાબ માટે 1 માર્ક કટ કરવામાં આવશે. આ પરીક્ષા 2 કલાક 15 મિનિટની રહેશે.

શૈક્ષણિક યોગ્યતા અને વય મર્યાદા
આ સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારે માત્ર ઓનલાઈન અરજી સમયે કોઈપણ અનામતનો દાવો કરવાનો રહેશે. પછીથી તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ હોવી જોઈએ. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોની મહત્તમ ઉંમર 40 વર્ષ છે અને પુરૂષ ઉમેદવારો 37 વર્ષ સુધી અરજી કરી શકે છે.

DTCમાં 357 જગ્યા પર નોકરીની તક, 46,000 રૂપિયા પગાર
દિલ્હીમાં યુવાનો માટે કામ કરવાની શ્રેષ્ઠ તક આવી છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જે દિલ્હી સરકાર હેઠળ આવે છે. તેણે 300 થી વધુ પદો માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે. બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન હેઠળ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન, આસિસ્ટન્ટ ફિટર, આસિસ્ટન્ટ ફોરમેનની 357 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો એપ્લિકેશન કરવા માંગે છે તે ઓફિશિયલ વેબસાઈટ dtc.delhi.gov.in પર ફોર્મ ભરી શકે છે.

18 એપ્રિલથી ભરી શકશો ફોર્મ
દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 18 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2022 છે. આ જગ્યાઓ કોન્ટ્રાક્ટના બેઝ છે.

વધુ વિગત :
DTC દિલ્હીમાં બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા હેઠળ, આસિસ્ટન્ટ ફોરમેનની 112 જગ્યાઓ, આસિસ્ટન્ટ ફિટરની 175 જગ્યાઓ અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશિયનની 70 જગ્યાઓ સામેલ છે.

શૈક્ષણિક યોગ્યતા
ડીટીસીની પદોની શૈક્ષણિક યોગ્યતા અલગ-અલગ છે. જેમ કે, ફોરમેન પદ માટે ઓટોમોબાઇલ અથવા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોનિકલ એન્જીનીયરીંગના વિધાર્થીઓ આવેદન કરી શકે છે.

તેવી જ રીતે, સિવિલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો સેક્શન ઓફિસરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. તેવી જ રીતે, દરેક પોસ્ટ માટે યોગ્યતા અલગ છે. વિગતવાર જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો.

પોસ્ટ અનુસાર અલગ-અલગ છે પગાર ધોરણ
દરેક પોસ્ટ માટે પગાર ધોરણ અલગ છે. એસઓ અને આસિસ્ટન્ટ ફોરમેનની પોસ્ટ માટે પગાર રૂ. 46,374 છે. ફિટર અને ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ માટે પગાર 17,693 રૂપિયા છે.

IAS નહીં બની શકનાર લોકો ઇકોનોમિક સર્વિસ દ્વારા કરો નોકરી મહિલાઓ માટે ફ્રીમાં ફોર્મ

ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ એટલે કે IES અને ઇન્ડિયન સ્ટેટીસ્કીસ સર્વિસમાં એટલે કે ISSમાં જોડાવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ (IES) અને ઇન્ડિયન સ્ટેટીસ્કીસ સર્વિસ (ISS) પરીક્ષાઓ માટે સૂચના બહાર પાડી છે. IES અને ISS ભરતી માટેની સૂચના ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર બહાર પાડવામાં આવી છે. UPSC IES-ISS પરીક્ષા 2022 માટેની એપ્લિકેશન પણ શરૂ થઈ ગઈ છે.

26મી એપ્રિલ સુધી અરજી થઇ શકશે :
IES-ISS પરીક્ષા 2022માં બેસવા માંગતા ઉમેદવારો આ મહિનાની 26મી એપ્રિલ સુધી અરજી કરી શકે છે. જણાવી દઈએ કે UPSC સમગ્ર દેશમાં 24 થી 26 જૂન દરમિયાન IES અને ISS પરીક્ષા 2022નું આયોજન કરશે. આ વર્ષે આ 53 જગ્યા પર પરીક્ષા લેવામાં આવી રહી છે. 53 પદો પૈકી આઈએસમાં 24 અને આઇએસએસ 29 જગ્યા છે.

યોગ્યતા અને વય મર્યાદા:
ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ પરીક્ષા માટે, ઉમેદવારે અર્થશાસ્ત્ર/ એપ્લાઇડ ઇકોનોમિક્સ/ બિઝનેસ ઇકોનોમિક્સ/ ઇકોનોમેટ્રિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે પાસ કરેલ હોવું આવશ્યક છે. વય મર્યાદાની વાત કરવામાં આવે તો સામાન્ય ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને મહત્તમ 32 વર્ષ હોવી જોઈએ. ઉંમર 1 ઓગસ્ટ, 2022 ના મુજબ નક્કી કરવામાં આવશે.

અરજી ફી અને પસંદગી પ્રક્રિયા:
સ્ત્રી, SC અને ST ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે. અરજી ફી તરીકે સામાન્ય ઉમેદવાર પાસેથી 200 રૂપિયા લેવામાં આવશે.ઉમેદવારનું સિલેક્શન લેખીત પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ સહીત 337 પોસ્ટ ખાલી, 9 મે છેલ્લી તારીખ
કેન્દ્ર સરકાર હેઠળ આવતા બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BISમાં ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ Cમાં કુલ 337 જગ્યાની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ http://bis.gov.in પર જવું પડશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 09 મે છે.

જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં ગ્રુપ-Aની પોસ્ટમાં ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. તો ગ્રુપ-બીમાં પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ માટે ભરતી કરવામાં આવશે. ગ્રુપ-સીમાં સ્ટેનોગ્રાફર, સિનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, બાગાયત નિરીક્ષક, ટેકનિકલ આસિસ્ટન્ટ (લેબ), સુથાર, વેલ્ડર, પ્લમ્બર, ફિટર, ટર્નર અને ઇલેક્ટ્રિશિયનની જગ્યાઓ માટે ભરતી થશે.

વય મર્યાદા :
ગ્રુપ એ, બી અને સી હેઠળ આ પદો માટે અલગ-અલગ વય મર્યાદા છે. અમુક પદો માટેની ઉંમર 27 વર્ષ છે તો અમુક પદ માટે 30 વર્ષ, 35 વર્ષ છે. તો ડાયરેક્ટરની પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 56 વર્ષ છે.

યોગ્યતા શું છે?:
19 એપ્રિલથી શરૂ થઇ રહેલી આવેદન પ્રક્રિયામાં સુથાર, વેલ્ડર, પ્લમ્બર, ફિટર, ટર્નર અને ઇલેક્ટ્રિશિયનની જગ્યાઓ માટે આવેદન કરનાર ઉમેદવારો પાસે આઈટીઆઈ કે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ભરતી પ્રક્રિયાની સમગ્ર જાણકારી ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવશે. વેબસાઈટ પર વિવિધ પદો માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા જેવી જાણકારી ચેક કરી શકો છો. ઉમેદવાર 19 એપ્રિલથી https://www.bis.gov.in/index.php/advertisement-for-various-posts-in-bisadvertisement-no-2-2022-estt/ આ લિંક પર ક્લિક કરીને એપ્લાય કરી શકે છે.

એપ્લિકેશન પ્રોસેસ અને ઓફિશિયલ નોટિફિકેશન માટે વેબસાઈટ પર જાઓ
અલગ-અલગ ગ્રુપ સંબંધિત આ પોસ્ટ્સ માટે ઉમેદવારો BISની સત્તાવાર વેબસાઇટ bis.gov.in પર જઈ શકે છે અને ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કર્યા પછી બધી જરૂરી માહિતી ચેક કરી શકે છે.

સરકારી સંગઠનમાં 339 પોસ્ટ, 2 લાખ સુધીનો પગાર, 25 એપ્રિલ છેલ્લી તારીખ
સરકારી નોકરીની શોધમાં રહેલ યુવાનો માટે એક મોટી તક આવી છે. ઉત્તરાખંડ મેડિકલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ એટલે કે UKMSSB એ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 5 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની આ જગ્યાઓ ઘણા વિષયો સાથે સંબંધિત છે.
ઉમેદવાર સતાવાર વેબસાઈટ ukmssb.org પર જઈને 25 એપ્રિલ સુધી અરજી કરી શકો છો.

UKMSSB એ સરકારી મેડિકલ કોલેજમાં ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરવા માટે આ પ્રક્રિયા શરૂ કરી છે. જણાવી દઈએ કે ઉત્તરાખંડ સરકાર હેઠળની મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની લગભગ 339 જગ્યાઓ ખાલી છે.

શૈક્ષણિક યોગ્યતા :
આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે NMC-TEQ નિયમો મુજબ હોવું જોઈએ. 22 ફેબ્રુઆરી 2022 ના રોજ કરવામાં આવેલા નિયમન મુજબ તબીબી સંસ્થાઓમાં શિક્ષકો માટેની પાત્રતા. ઉમેદવારે ઓછામાં ઓછા 2 વર્ષ ટેરિટોરિયલ આર્મીમાં સેવા આપી હોય અને NCCનું 'B' પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.

વય મર્યાદા :
આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા 30થી 45 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદા 1 જુલાઈ 2021 મુજબ રહેશે

સિલેક્શન પ્રોસેસ
જ્યાં સુધી સિલેકશની વાત છે તો યોગ્ય ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આ વર્ષે જૂન-જુલાઈમાં ઈન્ટરવ્યુ લેવાશે.આ અંગેની માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવશે. ઉમેદવારને એડમિટ કાર્ડ આપીને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.