મોદી સરકાર દેશના ગુજરાત, રાજસ્થાન, દિલ્લી, છત્તીસગઢ, હરિયાણા, કેરળ, ગોવા સહિતનાં ઘણાં રાજ્યોમાં નોકરીનો શાનદાર મોકો આપી રહી છે. કેન્દ્ર સરકાર હેઠળ આવતા બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BISમાં ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ Cમાં કુલ 337 જગ્યાની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ http://bis.gov.in પર જવું પડશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 09 મે છે.
જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં ગ્રુપ-Aની પોસ્ટમાં ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. તો ગ્રુપ-બીમાં પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ માટે ભરતી કરવામાં આવશે. ગ્રુપ-સીમાં સ્ટેનોગ્રાફર, સિનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, બાગાયત નિરીક્ષક, ટેકનિકલ આસિસ્ટન્ટ (લેબ), સુથાર, વેલ્ડર, પ્લમ્બર, ફિટર, ટર્નર અને ઇલેક્ટ્રિશિયનની જગ્યાઓ માટે ભરતી થશે.
વય મર્યાદા
ગ્રુપ એ, બી અને સી હેઠળ આ પદો માટે અલગ-અલગ વય મર્યાદા છે. અમુક પદો માટેની ઉંમર 27 વર્ષ છે તો અમુક પદ માટે 30 વર્ષ, 35 વર્ષ છે. તો ડાયરેક્ટરની પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 56 વર્ષ છે.
યોગ્યતા શું છે?
19 એપ્રિલથી શરૂ થઇ રહેલી આવેદન પ્રક્રિયામાં સુથાર, વેલ્ડર, પ્લમ્બર, ફિટર, ટર્નર અને ઇલેક્ટ્રિશિયનની જગ્યાઓ માટે આવેદન કરનાર ઉમેદવારો પાસે આઈટીઆઈ કે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ભરતી પ્રક્રિયાની સમગ્ર જાણકારી ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવશે. વેબસાઈટ પર વિવિધ પદો માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા જેવી જાણકારી ચેક કરી શકો છો. ઉમેદવાર 19 એપ્રિલથી https://www.bis.gov.in/index.php/advertisement-for-various-posts-in-bisadvertisement-no-2-2022-estt/ આ લિંક પર ક્લિક કરીને એપ્લાય કરી શકે છે.
એપ્લિકેશન પ્રોસેસ અને ઓફિશિયલ નોટિફિકેશન માટે વેબસાઈટ પર જાઓ
અલગ-અલગ ગ્રુપ સંબંધિત આ પોસ્ટ્સ માટે ઉમેદવારો BIS ની સત્તાવાર વેબસાઇટ bis.gov.in પર જઈ શકે છે અને ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કર્યા પછી બધી જરૂરી માહિતી ચેક કરી શકે છે. ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.