રિલાયન્સ જિયોએ પોસ્ટપેડ પ્લાન માટે જમા કરાવવામાં આવતી સિક્યોરિટી ફીમાં છૂટની જાહેરાત કરી છે. આ છૂટ તે ગ્રાહકોને આપવામાં આવશે, જે બીજી ટેલિકોમ કંપનીઓને છોડીને જિયો પોસ્ટપેડ પ્લાન પસંદ કરે છે. જિયોના નિવેદન અનુસાર, આ ગ્રાહકોને એટલી ક્રેડિટ લિમિટ આપવામાં આવશે, જેટલી હાલના ઓપરેટરો તરફથી આપવામાં આવી રહી છે.
ઝીરો કોસ્ટ પર મળશે જિયોનો પોસ્ટપેડ પ્લાન
કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, બીજી કંપનીઓના પોસ્ટપેડ ગ્રાહકો જિયોનો પોસ્ટપેડ પ્લસ પ્લાન લેશે, તેમને ઝીરો કોસ્ટ પર આ પ્લાન આપવામાં આવશે. એ ઉપરાંત ગ્રાહકોને કોઈપણ પ્રકારની સિક્યોરિટી ફી જમા કરાવવાની રહેશે નહીં. જિયો તેના પોસ્ટપેડ કનેક્શન પર 500GB સુધીનો ડેટા અને નેટફ્લેક્સિ, એમેઝોન પ્રાઈમ, ડિઝની+હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન આપી રહી છે.
બીજી કંપનીનો અનયુઝ્ડ ડેટા મળશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, બીજી કંપનીઓના પોસ્ટપેડ ગ્રાહકોના અનયુઝ્ડ ડેટા જિયોના નેટવર્ક પર પણ મળશે. તેના માટે ગ્રાહકોએ જિયોના વ્હોટ્સએપ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. એ ઉપરાંત તમારા હાલના ઓપરેટરનું પોસ્ટપેડ બિલ અપલોડ કરવાનું રહેશે. માનવામાં આવી રહ્યું છે કે ગ્રાહકો વધારવા માટે રિલાયન્સ જિયોએ આ પગલું ભર્યું છે. વર્તમાન સમયમાં રિલાયન્સ જિયોએ દેશની સૌથી મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર છે. કંપની પાસે હાલમાં લગભગ 39 કરોડ મોબાઇલ સબસ્ક્રાઈબર્સ છે.
3 સ્ટેપમાં લઈ શકો છો જિયોનો પોસ્ટપેડ પ્લાન
સ્ટેપ-1ઃ ગ્રાહકોએ તેમના વર્તમાન પોસ્ટપેડ નંબર ((જે તેઓ જિયો પર પોર્ટ કરવા માગે છે)થી વ્હોટ્સએપ નંબર 8850188501 પર Hi લખીને મેસેજ કરવાનો રહેશે.
સ્ટેપ-2ઃ ત્યાર બાદ ગ્રાહકોએ તેના હાલના ટેલિકોમ ઓપરેટરનું પોસ્ટપેડ બિલ અપલોડ કરવું પડશે.
સ્ટેપ-3ઃ 24 કલાક બાદ ગ્રાહક કોઈપણ જિયો સ્ટોર પર જઈને જિયોનો પોસ્ટપેડ પ્લસ સિમ લઈ શકે છે. તે ઉપરાંત સિમની હોમ ડિલિવરી માટે કોલ કરી શકે છે.
500થી 1800 રૂપિયા સુધી સિક્યોરિટી ફી છે
TRAIની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સના પોસ્ટપેડ પ્લાન માટે ગ્રાહકોને 500થી લઈને 1800 રૂપિયા સુધી સિક્યોરિટી ફી તરીકે જમા કરાવવાના હોય છે. જોકે રિલાયન્સ જિયોની વેબસાઈટ પર આવી કોઈ સિક્યોરિટી ડિપોઝિટનો ઉલ્લેખ નથી. આ સિક્યોરિટી ફી પ્લાનના અનુસાર અલગ અલગ છે.
કયા પ્લાન પર કેટલી સિક્યોરિટી આપવી પડશે
પ્લાન(રૂ.) | સિક્યોરિટી (રૂ.) |
399 | 500 |
599 | 750 |
799 | 1000 |
999 | 1200 |
1499 | 1800 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.