તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિયોના નવા પ્લાન:ડિઝ્ની+હોટસ્ટાર સબ્સક્રિપ્શનવાળા પ્લાનની પ્રારંભિક કિંમત 499 રૂપિયા, જુઓ દરેક પ્લાન્સની આખી ડિટેલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિયોના દરેક પ્રીપેડ પ્લાન્સમાં ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું 1 વર્ષનું સબ્સક્રિપ્શન મળશે

ફેસ્ટિવ સીઝનની શરૂઆતમાં જ રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. 1 સપ્ટેમ્બરથી રિલાયન્સ જિયોએ નવા પ્રીપેડ પ્લાન્સની જાહેરાત કરી છે. 499 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ આ પ્રીપેડ પ્લાન્સની ખાસિયત છે કે, તેમાં ડિઝ્ની હોટસ્ટારનું ફુલ કન્ટેન્ટ કોઈ પણ અડચણ વગર જોઈ શકાશે.

ડિઝ્ની પ્લસ હોટસ્ટારે ભારતમાં પોતાના કન્ટેન્ટ રેન્જમાં મોટા ફેરફાર કર્યા છે. ડિઝ્ની પ્લસ હોટસ્ટારે જિયો યુઝર્સ સુધી સારી રીતે કન્ટેન્ટ પહોંચાડવા માટે નવા પ્લાન્સ રજૂ કર્યા છે. અનલિમિટેડ વોઈસ, ડેટા, જિયો એપ્સ અને SMSની સાથોસાથ જિયોના દરેક પ્રીપેડ પ્લાન્સમાં ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું 1 વર્ષનું સબ્સક્રિપ્શન મળશે.

VIP સબ્સક્રિપ્શન પણ મળશે
રિલાયન્સ જિયોના હાલના પ્રીપેડ પ્લાન્સની સાથે યુઝર્સને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું VIP સબ્સક્રિપ્શન મળતું હતું. તેમાં દર્શકોને લાઈવ સ્પોર્ટ્સ, હોટસ્ટાર સ્પેશિયલ, બ્લોકબસ્ટર ફિલ્મો અને ટીવી શો જેવા કન્ટેન્ટ મળતું હતું. 3 ભારતીય ભાષાઓમાં ડબ કરેલું કન્ટેનટ મળતું હતું.

નવા પ્લાન્સમાં પહેલાના કન્ટેન્ટ તો દર્શકોને મળશે જ સાથે અંગ્રેજી ભાષામાં ઇન્ટરનેશનલ કન્ટેનટ પણ મળશે. દર્શકો ડિઝ્ની પ્લસ ઓરિજિનલ, ડિઝ્ની માર્વલના ટીવી શો, સ્ટાર વૉર્સ, નેશનલ જિઓગ્રાફિક, HBO અને FX જેવા લોકપ્રિય કન્ટેન્ટ જોઈ શકશે.

જિયોના નવા પ્લાન
નવા 499 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં રોજ 3GBનો ડેટા મળશે. તેની વેલિડિટી 1 મહિનાની છે. 2 મહિનાના વેલિડિટી પ્લાનમાં રોજનો 2GB ડેટા મળશે. આ પ્લાનની કિંમત 666 રૂપિયા છે. ત્રીજો પ્લાન 888 રૂપિયાનો છે. તેમાં 2GB ડેટા મળશે અને તેની વેલિડિટી ત્રણ મહિનાની છે. યુઝર્સ ઈચ્છે છે તો 2599 રૂપિયામાં વર્ષનો પ્લાન પણ ખરીદી શકે છે. આ પ્લાનમાં 2GB ડેટા મળશે.