તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Jio Launches New Plan With One Year Validity, Will Get Many Features With Free Calling And 3GB Of Data Per Day

ટેલિકોમ:જિયોએ એક વર્ષની વેલિડિટીવાળા નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ફ્રી કોલિંગ અને દરરોજ 3GB ડેટાની સાથે ઘણી સુવિધા મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિયોએ 3499 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. એક વર્ષની વેલિડિટીવાળા આ પ્લાનમાં દરરોજ 3GB એટલે કે કુલ 1095GB ડેટા મળશે. આ પ્લાન તે લોકો માટે સારો છે જે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટથી બચવા માગે છે અને જેમને દરરોજ વધારે ડેટાની જરૂર રહે છે. અમે તમને આવા જ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

આ પ્લાનમાં તમને ઘણી સુવિધાઓ મળશે
​​​​​​​
365 દિવસની વેલિડિટીની સાથે આવતા આ પ્લાનમાં કંપની દરરોજ 3GBના હિસાબથી ટોટલ 1095GB ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. પ્લાનમાં મળતા એડિશનલ બેનિફિટ્સમાં જિયો ટીવી અને જિયો સિનેમા અને જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

1 વર્ષની વેલિડિટીવાળા અન્ય પ્લાન
2397 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટીની સાથે કુલ 365GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS મળે છે. તેમાં My Jio, JioCinema અને JioTV સહિત અન્ય એપ્સનું એક્સેસ ફ્રી મળશે.

2,399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે એટલે કે વેલિડિટી સુધી કુલ 730GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. તેમાં જિયો ટૂ જિયો સિવાય અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. દરરોજ 100 SMSની સુવિધા સિવાય My Jio, JioCinema અને JioTV સહિત અન્ય એપ્સનું એક્સેસ ફ્રી મળશે.

2,599 રૂપિયાનો પ્લાન
આ પેકમાં દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. તે સિવાય 10GB વધારાનો ડેટા પણ આ પેકમાં મળે છે. જિયો-ટૂ-જિયો અનલિમિટેડ અને જિયોથી બીજા નેટવર્ક પર કોલ માટે 12 હજાર મિનિટ મળે છે. તે સિવાય દરરોજ 100 SMS પણ ફ્રી મળશે. તે ઉપરાંત જિયો એપ્સ અને Disney+ Hotstar VIPની એક વર્ષની મેમ્બરશિપ પણ આ રિચાર્જમાં ફ્રી છે.