ટેલિકોમ:જિયોએ ફરીથી 98 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો, 200 રૂપિયાથી ઓછી કિંમતના આ છે બેસ્ટ પ્લાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિલાયંસ જિયોએ 98 રૂપિયાનો પ્રી-પેઈડ પ્લાન ફરીથી લોન્ચ કર્યો છે. જો કે વાપસીની સાથે કંપનીએ આ પ્લાનની માન્યતા 28 દિવસની જગ્યાએ 14 દિવસ કરી દીધી છે. આ પ્લાનની વાપસીની સાથે જિયોએ 129 રૂપિયાના પ્લાનને બંધ કરી દીધો છે. અમે તમને જિયોના 200 રૂપિયાથી ઓછી કિંમતના એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને કોલિંગ અને ડેટા સહિત અન્ય સુવિધાઓ મળશે.

જિયોના 98 રૂપિયાના પ્લાનમાં હવે 14 દિવસની વેલિડિટી
જિયોના 98 રૂપિયાના પ્લાનમાં હવે 14 દિવસની વેલિડિટી મળી રહી છે, જ્યારે પહેલા આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી. તે ઉપરાંત આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળી રહ્યું છે. તે સાથે દરરોજ 1.5GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં SMSની સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

149 રૂપિયાનો પ્લાન
જિયોના 149 રૂપિયાના રિચાર્જ પેકની વેલિડિટી 24 દિવસની છે. આ પેકમાં દરરોજ 1GB ડેટાના હિસાબથી કુલ 24GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ રિચાર્જ પેકમાં દરરોજ 100 SMS ફ્રી મળે છે.

199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન-જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. તે ઉપરાંત આ પ્લાનમાં જિયોની પ્રીમિયમ એપ્સને ફ્રીમાં ઉપયોગ કરી શકાશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

129 રૂપિયાનો પ્લાન બંધ કર્યો
કંપનીએ 129 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે. 129 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી. આ પ્લાનમાં કુલ 2GB ડેટા મળતો હતો અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી હતી.