તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Jio, From Airtel To Vodafone Idea; The Plan Taken On This Diwali Will Last Till Next Diwali

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્ષિક ડેટા પ્લાન:જિયો, એરટેલથી લઈને વોડાફોન-આઈડિયા સુધી; આ દિવાળી પર લીધેલા પ્લાન આગામી દિવાળી સુધી ચાલશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જો તમે કોઈ એવો ડેટા પ્લાન શોધી રહ્યા છો જેનાથી તમને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળે, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. અમે અહીં રિલાયંસ જિયોથી લઈને એરટેલ અને વોડાફોન-આઈડિયા (Vi)ના આખા વર્ષની વેલિડિટીવાળા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. એટલે કે આ દિવાળીએ તમે આ પ્લાન લો છો તો તો તમારે પછીનું રિચાર્જ 2021 દિવાળીમાં કરાવવું પડશે. આગામી દિવાળી 4 નવેમ્બર 2021ના રોજ છે.

1. જિયોનો આખા વર્ષનો પ્લાન
આખા વર્ષની વેલિડિટીવાળા રિલાયંસ જિયોના ઘણા પ્લાન છે. તેમાં સૌથી સસ્તો પ્લાન 2121 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિટિડી 336 દિવસની છે. પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા, દરરોજ 100SMS, જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક માટે 1200 મિનિટ અને જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન મળે છે.

જિયોના અન્ય લોન્ગ વેલિડિટી પ્લાન

પ્લાનવેલિડિટીડેટામિનિટ
2399 રૂપિયા365 દિવસ730GB12000
2599 રૂપિયા365 દિવસ730GB12000
4999 રૂપિયા360 દિવસ350GB12000

નોંધઃ 2599 રૂપિયાના પ્લાનમાં ડિઝનીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

1. એરટેલનો આખા વર્ષનો પ્લાન
એરટેલના આખા વર્ષની વેલિડિટીવાળા ઘણા પ્લાન છે. તેમાં સૌથી સસ્તો પ્લાન 1498 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. પ્લાનમાં 24GB ડેટા, 3600 SMS, તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ મળે છે. તેમાં એરટેલ Xstream પ્રીમિયમ અને વિન્ક મ્યુઝિકના સબસ્ક્રિપ્શનની સાથે FASTag માટે 150 રૂપિયાનું કેશબેક મળે છે.

એરટેલના અન્ય લોન્ગ વેલિડિટી પ્લાન

પ્લાનવેલિડિટીડેટા
2498 રૂપિયા365 દિવસ730GB
2698 રૂપિયા365 દિવસ730GB

નોંધઃ 2498 રૂપિયાના પ્લાનમાં ડિઝનીપ્લસ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન, એરટેલ Xstream પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, વિન્ક મ્યુઝિક સબસ્ક્રિપ્શન અને FASTag માટે 150 રૂપિયાનું કેશબેક મળે છે.

3. વોડાફોન-આઈડિયાનો એક વર્ષનો પ્લાન
વોડાફોન-આઈડિયા અથવા Viના પણ એક વર્ષની વેલિડિટીવાળા 3 પ્લાન છે. તેમાંથી સૌથી સસ્તો પ્લાન 1499 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. પ્લાનમાં 24GB ડેટા, 600 SMS, તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ મળે છે. તેમાં Vi મૂવી એન્ડ ટીવી સબસ્ક્રિપ્શન, MPL માટે 125 રૂપિયાનું બોનસ અને ઝોમેટો માટે ડેઈલી ફ્લેટ 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.

Viના અન્ય લોન્ગ વેલિડિટી પ્લાન

પ્લાનવેલિડિટીડેટા
2399 રૂપિયા365 दिन547GB
2595 રૂપિયા365 दिन730GB

નોંધઃ આ બંને પ્લાન પર Vi મૂવીઝ એન્ડ ટીવી સબસ્ક્રિપ્શન, MPL માટે 125 રૂપિયાનું બોનસ અને ઝોમેટો માટે ડેઈલી ફ્લેટ 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો