- Gujarati News
- Utility
- Jio Fiber Launches Cheapest Unlimited Broadband Plan, Gets Membership Of High Speed Internet And Top 12 Paid OTT Apps
ન્યૂ પ્લાન:જિયો ફાઈબરે સૌથી સસ્તો અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો, હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને ટોપ-12 પેઈડ OTT એપ્સની મેમ્બરશિપ મળશે
- કંપનીએ નવા ગ્રાહકોને 30 દિવસનું ફ્રી ટ્રાયલ આપવાની જાહેરાત કરી
- ફ્રી ટ્રાયલમાં 150Mbpsની સ્પીડ મળશે
- પ્લાનની શરૂઆત 399 રૂપિયાથી શરૂ થઈ 1499 રૂપિયા સુધી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ટેલિકોમ સેક્ટરની કંપની જિયોફાઈબરે સૌથી સસ્તો અનલિમિટેડ બ્રોડબેન્ડ લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 399 રૂપિયામાં અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. કંપનીએ નવા ગ્રાહકો માટે 30 દિવસનું ફ્રી ટ્રાયલ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ કોરોનાકાળમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધવાથી કંપનીએ આ પ્લાન લોન્ચ કર્યો છે.
આ નવા પ્લાનમાં શું સુવિધા મળશે
- અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા
- હાઈ સ્પીડ ઈન્ટરનેટ
- 399 રૂપિયાથી પ્લાનની શરૂઆત થશે
- અલગથી કોઈ પૈસા નહીં આપવા પડે
- ટોપ-12 પેઈડ OTT એપ્સનું મેમ્બરશિપ મળશે, જેમાં ડિઝની પ્લસ હોટસ્ટાર, ઓલ્ટ બાલાજી, ઝી5, શેમારુમી, વૂટ જેવી એપ્સ સામેલ છે.
ફ્રી ટ્રાયલ દરમિયાન શું મળશે?
- નવા કસ્ટમરને 150Mbpsની સ્પીડ મળશે.
- 4k સેટ ટોપ બોક્સ સાથે 10 OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે.
- વોઈસ કોલિંગની સુવિધા મળશે.
- જો ગ્રાહકોને સર્વિસ પસંદ નહીં પડે તો સર્વિસ પરત લેવામાં આવશે. તેના વિશે કંપની ગ્રાહકોને કોઈ સવાલ નહીં પૂછે.
- 1 સપ્ટેમ્બરથી સર્વિસ એક્ટિવ કરવા પર આ સુવિધા મળશે.
પ્લાનની કિંમત
પ્લાનની શરૂઆત 399 રૂપિયાથી શરૂ થઈને 1499 રૂપિયા સુધી છે.
- 399 રૂપિયાના પ્લાનમાં 30Mbpsની સ્પીડ મળે છે.
- 699 રૂપિયાના પ્લાનમાં 100Mbpsની સ્પીડ મળે છે.
- 999 રૂપિયાના પ્લાનમાં 150Mbpsની સ્પીડ મળે છે.
- 1499 રૂપિયાના પ્લાનમાં 300Mbpsની સ્પીડ અને ટોપ 12 પેઈડ OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે.
જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે તેઓ દરેક ઘર સુધી ફાઈબર પહોંચાડવા માગે છે
જિયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું કે, જિયોફાઈબર પહેલાંથી જ દેશનું સૌથી મોટું ફાઈબર પ્રોવાઇડર છે. કંપનીની પહોંચ 10 લાખથી વધારે ઘરોની છે. અમે દરેક ઘર સુધી ફાઈબર પહોંચાડવા માગીએ છીએ અને દેશના દરેક પરિવારને સશક્ત બનાવવા માગીએ છીએ.