તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ડેટા પ્લાન:જિયોએ IPL માટે 499 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો, સિંગલ રિચાર્જમાં સંપૂર્ણ લીગ જોઈ શકાશે; તેમાં 399 રૂપિયાનું હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે

9 મહિનો પહેલા
 • 53 દિવસ સુધી ચાલનારા IPLને ધ્યાનમાં રાખી પ્લાનની વેલિડિટી 56 દિવસની રાખવામાં આવી
 • 777 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ થયો, કુલ 131GB ડેટા મળશે

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ અર્થાત IPL (ઈન્ડિયન પ્રિમિયમ લીગ) આગામી મહિને શરૂ થશે. આ વર્ષે કોરોના મહામારીને લીધે ભારતના બદલે UAEમાં તેનું આયોજન થશે. લીગની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. આ લીગ લાઈવ જોઈ શકાય તે માટે જિયો કંપનીએ ક્રિકેટ પ્લાન લોન્ચ કર્યો છે.

સિંગલ રિચાર્જ પર સંપૂર્ણ લીગ જોઈ શકાશે
આ વર્ષે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ચાલશે. અર્થાત લીગ 53 દિવસ સુધી ચાલશે. જિયોએ તેના 499 રૂપિયાના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપી રહી છે. તેમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા મળશે. લિમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ 64Kbps થશે. જોકે આ પ્લાનમાં વોઈસ કોલિંગ અને SMSની સુવિધા નહીં મળે, પરંતુ જિયોની તમામ એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે. તેમાં 1 વર્ષનું ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મળશે.

777 રૂપિયાનો પ્લાન

આ નવા પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા સાથે 5GB એક્સ્ટ્રા ડેટા મળશે. આ પ્લાનમાં જિયો ટુ જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ મળશે. આ સાથે જ પ્રતિ દિવસ 100 SMS અને જિયો એપ્સનો એક્સેસ પણ મળશે. આ પ્લાન પર 399 રૂપિયાનું ડિઝની પ્લસ હોટસ્ટારનું 1 વર્ષ માટે ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો