દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ અર્થાત IPL (ઈન્ડિયન પ્રિમિયમ લીગ) આગામી મહિને શરૂ થશે. આ વર્ષે કોરોના મહામારીને લીધે ભારતના બદલે UAEમાં તેનું આયોજન થશે. લીગની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. આ લીગ લાઈવ જોઈ શકાય તે માટે જિયો કંપનીએ ક્રિકેટ પ્લાન લોન્ચ કર્યો છે.
સિંગલ રિચાર્જ પર સંપૂર્ણ લીગ જોઈ શકાશે
આ વર્ષે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ચાલશે. અર્થાત લીગ 53 દિવસ સુધી ચાલશે. જિયોએ તેના 499 રૂપિયાના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપી રહી છે. તેમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા મળશે. લિમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ 64Kbps થશે. જોકે આ પ્લાનમાં વોઈસ કોલિંગ અને SMSની સુવિધા નહીં મળે, પરંતુ જિયોની તમામ એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે. તેમાં 1 વર્ષનું ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મળશે.
777 રૂપિયાનો પ્લાન
આ નવા પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા સાથે 5GB એક્સ્ટ્રા ડેટા મળશે. આ પ્લાનમાં જિયો ટુ જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ મળશે. આ સાથે જ પ્રતિ દિવસ 100 SMS અને જિયો એપ્સનો એક્સેસ પણ મળશે. આ પ્લાન પર 399 રૂપિયાનું ડિઝની પ્લસ હોટસ્ટારનું 1 વર્ષ માટે ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.