તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Jio Celebrated 5 Years, Data Price Reduced By 93%, Jio's Broadband Users Increased 4 Times

જિયોના 5 વર્ષ પૂરા:કંપનીનો દાવો, દેશમાં ડેટાની કિંમત 93% ઘટી, જિયોના બ્રૉડબેન્ડ યુઝર્સ 4 ગણા વધ્યા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ઇન્ટરનેટની શરૂઆતને 26 વર્ષ પૂરા થયા છે
  • ડેટાની કિંમતમાં થયેલા ઘટાડાને લીધે ડેટાનો વપરાશ અને ઇન્ટરનેટ યુઝર્સનો ઘણો વધારો થયો

મુકેશ અંબાણીએ વર્ષ 2016માં રિલાયન્સ જિયોની જાહેરાત કરી હતી ત્યારે કોઈને અંદાજો નહોતો કે, જિયો દેશમાં ડિજિટલ અર્થવ્યવસ્થાનું મહત્ત્વનું અંગ બનશે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆતને 26 વર્ષ પૂરા થયા છે.

‘ડેટા ઇઝ ન્યૂ ઓઇલ’
ઘણી ટેલિકોમ કંપનીઓએ આ સેક્ટરમાં એન્ટ્રી કરી, પણ બધી કંપનીઓનો ફોકસ વોઇસ કોલિંગ પર જ હતો. 5 સપ્ટેમ્બર 2016ના રોજ જિયોના લોન્ચિંગ દરમિયાન મુકેશ અંબાણીએ ‘ડેટા ઇઝ ન્યૂ ઓઇલ’નો નારો લગાવ્યો અને આ સેક્ટરની કાયાપલટ કરી દીધી.

ઇન્ટરનેટનો ઉપયોગ 1303% વધીને 12.33 GB થયો
ઓક્ટોબરમાં ડિસેમ્બર 2016ની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, શરૂઆતમાં પ્રતિ યુઝર ઇન્ટરનેટનો ઉપયોગ 878.63MB હતો. સપ્ટેમ્બર 2016માં જિયોના લોન્ચ પછી દેતા ખર્ચમાં જોરદાર ઉછાળો આવ્યો અને તે 1303% વધીને 12.33 GB થઇ ગયો.

જિયો લોન્ચ થયા પછી ટેલિકોમ સેન્ટરમાં પ્રાઈઝ વૉર અને ડેટા વૉર શરૂ થયો. જિયોના સસ્તા ડેટા પ્લાનની દેખાદેખી પછી ટેલિકોમ કંપનીઓએ પોતાના ગ્રાહકો સાથે જોડાયેલા રહેવા માટે પ્લાન્સની કિંમત ઘટાડી. ગ્રાહકોને ઓછી કિંમતમાં વધારે ડેટા આપવાની હોડ ચાલુ થઇ ગઈ.

જૂન 2021માં 79.27 કરોડ ગ્રાહકો વધ્યા
માર્કેટમાં જિયોની એન્ટ્રી પછી માત્ર ડેટાનો વપરાશ જ નહીં પણ ડેટા યુઝર્સની સંખ્યામાં પણ વધારો થયો. TRAIના બ્રૉડબેન્ડ સબ્સક્રાઈબર રિપોર્ટ પ્રમાણે, 5 વર્ષ પહેલાંની સરખામણીએ હાલ બ્રૉડબેન્ડ ગ્રાહકોની સંખ્યા 4 ગણી વધી ચૂકી છે. સપ્ટેમ્બર 2016માં 19.23 કરોડ બ્રૉડબેન્ડ ગ્રાહકો હતા. જૂન 2021માં આ સંખ્યા 79.27 કરોડ થઇ ગઈ. રિસર્ચરનું માનવું છે કે, ડેટાની કિંમતમાં થયેલા ઘટાડાને લીધે ડેટાનો વપરાશ અને ઇન્ટરનેટ યુઝર્સનો ઘણો વધારો થયો છે.

જિયોના લોન્ચિંગ પહેલાં 1GB ડેટાની કિંમત આશરે 160 રૂપિયા પ્રતિ GB હતી. વર્ષ 2021માં ઘટીને 10 રૂપિયા પ્રતિ GBથી પણ ઓછી થઇ. એટલે કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં ડેટાની કિંમત 93% ઓછી થઇ. ડેટાની ઓછી કિંમતને લીધે આજે ભારત દુનિયામાં સૌથી વ્યાજબી ભાવે ઇન્ટરનેટ સર્વિસ આપતા દેશમાં સામેલ છે.

ડિજિટલ ટ્રાંઝેક્શન વધ્યું
ડેટાની કિંમત ઓછી થઇ તો ડેટાનો વપરાશ પણ વધ્યો, તેનાથી ઇન્ટરનેટ સાથે જોડાયેલા નવા બિઝનેસ ચાલુ થયા. આજે દેશમાં 53 યુનિકોર્ન કંપનીઓ છે, જિયોની એન્ટ્રી પહેલાં આ કંપનીઓની સંખ્યા 10 હતી.

2016 પછીથી દેશમાં ડિજિટલ લેવડદેવડનું ટ્રાંઝેક્શન અને સાઈઝ બંને વધ્યા છે. UPI ટ્રાંઝેક્શનમાં આશરે 2 લાખ ગણી અને સાઈઝ આશરે 4 લાખ ગણી વધી છે. વર્ષ 2016માં 6.5 અજબ ડાઉનલોડેડ એપ્સની સરખામણીમાં આ આંકડો 2019માં 19 અબજ થઇ ગયો.

અન્ય સમાચારો પણ છે...