દેશની તમામ ટેલિકોમ કંપનીઓ યુઝર્સની આવશ્યકતા પ્રમાણે ડેટા પેક લોન્ચ કરે છે. તેમાં મહિનાના ફિક્સ ડેટાથી લઈને ડેઈલી ડેટાના અનેક પ્લાન્સ સામેલ છે. અમે તમારા માટે વિવિધ કંપનીઓના ડેઈલી 2GB ડેટા પ્લાનનું લિસ્ટ તૈયાર કર્યું છે. તેમાં રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન આઈડિયાના ડેઈલી 2GB પ્લાન્સ સામેલ છે. BSNLના પ્લાન્સ ઝોન અને સર્કલ પ્રમાણે હોય છે. તેથી આ લિસ્ટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
1. રિલાયન્સ જિયો
ડેઈલી 2GB ડેટાવાળા પ્લાન
જિયો પાસે ડેઈલી 2GB ડેટાવાળા કુલ 6 પ્લાન છે. તેમાં સૌથી સસ્તો 249 રૂપિયાનો છે અને સૌથી મોંઘો 2599 રૂપિયાનો છે. આ ડેટા પ્લાન 28 દિવસની વેલિડિટીથી લઈને 365 દિવસની વેલિડિટી ધરાવે છે.
પ્લાન (રૂપિયામાં) | વેલિડિટી (દિવસમાં) | ડેટા (GB) | FUP (મિનિટ્સ) |
249 | 28 | 56 | 1000 |
444 | 56 | 112 | 2000 |
599 | 84 | 168 | 3000 |
598 | 56 | 112 | 2000 |
2399 | 365 | 730 | 12000 |
2599 | 365 | 730+10 | 12000 |
તમામ ડેટા પ્લાન્સમાં જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ મળશે. અન્ય નેટવર્ક માટે FUP મિનિટ પર મળશે. તેમાં જિયોની તમામ એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે. 598 રૂપિયા અને 2599 રૂપિયાવાળા પ્લાનમાં ડિઝની+ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
2. એરટેલ
ડેઈલી 2GB ડેટાવાળા પ્લાન
એરટેલ પાસે 2GB પ્રતિદિવસ ડેટા ઓફર કરતા કુલ 7 પ્લાન છે. તેમાં સૌથી સસ્તો 298 રૂપિયાનો અને સૌથી મોંઘો 2698 રૂપિયાનો છે. આ ડેટા પ્લાન 28 દિવસની વેલિડિટીથી લઈને 365 દિવસની વેલિડિટી ધરાવે છે.
પ્લાન (રૂપિયામાં) | વેલિડિટી (દિવસમાં) | ડેટા (GB) |
298 | 28 | 56 |
349 | 28 | 56 |
449 | 56 | 112 |
599 | 56 | 112 |
698 | 84 | 168 |
2498 | 365 | 730 |
2698 | 365 | 730 |
એરેટેલ તેના તમામ ડેટા પ્લાનમાં બધા જ નેટવર્ક પર ફ્રી કોલિંગ આપે છે. સાથે જ ડિઝની+હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન, વિન્ક મ્યૂઝિક એપનું સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સર્વિસ, ફ્રી ઓનલાઈન કોર્સિસ અને ફાસ્ટેગ માટે 150 રૂપિયાનું કેશબેક જેવી ઓફર્સ આપી રહી છે. તમામ પ્લાન્સ પર આ સુવિધાઓ નહિ મળે, પરંતુ વિન્ક મ્યૂઝિક એપનું સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સર્વિસ અને ફાસ્ટેગનો ફાયદો તમામ પ્લાન્સમાં મળશે.
3. વોડાફોન આઈડિયા
ડેઈલી 2GB ડેટાવાળા પ્લાન
વોડાફોન આઈડિયા પાસે ડેઈલી 2GB ડેટાવાળા કુલ 4 પ્લાન છે. તેમાં સૌથી સસ્તો પ્લાન 595 રૂપિયાનો છે. સૌથી મોંઘો પ્લાન 2595 રૂપિયાનો છે. આ ડેટા પ્લાન 56 દિવસની વેલિડિટીથી લઈને 365 દિવસની વેલિડિટીના પ્લાન છે.
પ્લાન (રૂપિયામાં) | વેલિડિટી (દિવસમાં) | ડેટા (GB) |
595 | 56 દિવસ | 112 |
795 | 84 દિવસ | 168 |
819 | 84 દિવસ | 168 |
2595 | 365 દિવસ | 730 |
વોડાફોન-આઈડિયા આ પ્લાન્સમાં તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ મળે છે. સાથે જ ZEE5 એક વર્ષનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મળે છે. સાથે જ યુઝર્સ આ પ્લાનમાં Vi મૂવીઝ એન્ડ TVનો એક્સેસ કરી શકાશે. જો તમે વીકમાં તમામ 2GB ડેટાનો ઉપયોગ નહિ કરો તો તે દરેક વીકમાં રોલઓવર થશે, જેનો ઉપયોગ તમે ZEE5 પર કરી શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.