• Gujarati News
  • Utility
  • Jio ; Airtel ; Idea ; Vodafone ; Data Pack ; 3GB Data Per Day ; These Plans Of Airtel, Jio And Idea Vodafone Will Get Unlimited Calling Facility With 3GB High Speed Data Daily

અનલિમિટેડ પ્લાન:એરટેલ, જિઓ અને આઈડિયાના પ્રતિ દિવસ 3GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ પ્લાન્સ વિશે જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરટેલના 395 રૂપિયાના પ્લાનમાં પ્રતિ દિવસ 3GBનો ડેટા મળે છે સાથે જ zee5 પ્રિમિયમનું સબસ્ક્રિપ્શન પણ મળે છે
  • વોડાફોન આઈડિયાના 449 રૂપિયાના પ્લાનમાં પ્રતિ દિવસ 4GBનો ડેટા મળે છે અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે
  • જિઓના 401 રૂપિયાના પ્લાનમાં રોજ 3GB ડેટા અને ડિઝની પ્લસ હોટસ્ટાર VIPનું ફ્રી સબ્ક્રિપ્શન પણ મળશે

જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો અથવા તો હાલ તમને કોઈ અન્ય કારણોસર પ્રતિ દિવસ વધારે ડેટાની આવશ્યકતા રહે છે તો એરટેલ, જિઓ અને આઈડિયાના કેટલાક પ્લાન તમને વધારે ડેટા અને અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર આપી રહ્યા છે. આ પ્લાન્સમાં પ્રતિ દિવસ 3GBનો હાઈ સ્પીડ ડેટા મળે છે. આ પ્લાન્સ કઈ કિંમતના છે અને તે કઈ ઓફર આપે છે આવો જાણીએ...

એરટેલના 3GBના પ્લાન
398 રૂપિયા

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં અનલિમિટેડ કોલિંગ સાથે પ્રતિ દિવસ 100 SMS પણ મળે છે. તેમાં પ્રતિ દિવસ 3GBનો ડેટા મળે છે સાથે જ zee5 પ્રિમિયમનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

401 રૂપિયા
આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. તેમાં પ્રતિ દિવસ 3GBનો ડેટા મળે છે સાથે જ ડિઝની પ્લસ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શ પણ મળે છે. કંપની તેમાં અનલિમિટેડ કોલિંગ ઓફર અને પ્રતિ દિવસ 100 SMS ઓફર કરે છે.

558 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GBનો ડેટા અને 100 SMS મળે છે. આ પ્લાનમાં યુઝર્સને zee5નું સબસ્ક્રિપ્શન પણ મળશે. તેની વેલિડિટી 56 દિવસની છે.

વોડાફોન આઈડિયાના પ્લાન
449 રૂપિયા

આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં પ્રતિ દિવસ 4GBનો ડેટા મળે છે અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. સાથે જ અન્ય પ્લાન્સની જેમ આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 100 SMS મળશે.

558 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GBનો ડેટા મળે છે અને અનલિમિટેડ કોલિંગ તેમજ પ્રતિ દિવસ 100 SMS મળે છે. પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.

699 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 4GBનો ડેટા મળે છે. સાથે જ અનલિમિટેડ કોલ્સ અને પ્રતિ દિવસ 100 SMS મળે છે. આ પ્લાનમાં વોડોફોન પ્લે અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

જિઓના પ્લાન
349 રૂપિયા

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં જિઓ ટુ જિઓ અનલિમિટેડ કોલ્સ અને અન્ય નેટવર્ક માટે 1000 મિનિટ મળે છે. તેમાં પ્રતિ દિવસ 3GBનો ડેટા મળે છે અને 100 SMSની સુવિધા પણ છે. કંપની આ પ્લાન સાથે જિઓના પ્રિમિયમ એપ્સ ફ્રીમાં ઓફર કરે છે.

401 રૂપિયા
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં કંપની કુલ 90GB ડેટા ઓફર કરી રહી છે. દરરોજ 3GB ડેટા અને એક્સ્ટ્રા 6GB ડેટા મળશે. અનલિમિટેડ કોલ્સ સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર VIPનું ફ્રી સબ્ક્રિપ્શન પણ મળશે.

999 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GBનો ડેટા મળે છે. તેની વેલિડિટી 84 દિવસની છે. કંપની પ્લાનમાં જિઓ ટુ જિઓ અનલિમિટેડ કોલિંગ ઓફર અને અન્ય નેટવર્ક માટે 3000 મિનિટ આપી રહી છે. તેમાં પ્રતિ દિવસ 100SMSની પણ સુવિધા મળશે. આ પ્લાનમાં જિઓ સિનેમા સહિત જિઓની અન્ય એપ્સનો ફ્રી એક્સેસ મળશે.

અન્ય સમાચારો પણ છે...