દેશમાં કોરોનાવાઈરસને લીધે હાલ વર્ક ફ્રોમ હોમનું વલણ વધ્યું છે. જો તમે પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો એરટેલ, BSNL, જિઓ અને વોડાફોન-આઈડિયાના અનેક પ્લાન અવેલેબલ છે, જેમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા મળે છે. હાઈ સ્પીડ ડેટા ઓફર કરતાં આ પ્લાન કયા છે આવો તેના વિશે જાણીએ...
એરટેલના પ્લાન
1) 298 રૂપિયાનો પ્લાન
28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ મળે છે. તેમાં 100 SMS અને પ્રતિ દિવસ 2GB ડેટા મળે છે.
2) 349 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 2GBનો ડેટા મળે છે. સાથે પ્રતિ દિવસ 100 SMS અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ સિવાય પ્રાઈમનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
3) 398 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMS મળે છે. કંપની દરરોજનો 3GB ડેટા ઓફર કરે છે. સાથે જ યુઝર્સને Zee5નું સબસ્ક્રિપ્શન પણ મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
4) 401 રૂપિયાનો પ્લાન
28 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન મળે છે. તેમાં પ્રતિ દિવસ 100 SMS અને 3GBનો ડેટા મળે છે.
5) 558 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 3GBનો ડેટા અને 100 SMSની સુવિધા મળશે. તેમાં Zee5નું સબસ્ક્રિપ્શન પણ મળે છે. તેની વેલિડિટી 56 દિવસની છે.
વોડાફોન-આઈડિયાના પ્લાન
1) 249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા મળે છે સાથે જ અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMSની સુવિધા મળે છે.
2) 299 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પ્રતિ દિવસ 4GBનો ડેટા અને 100 SMSની સુવિધા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
3) 449 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 4GBને ડેટા અને 100 SMS મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
4) 558 રૂપિયાનો પ્લાન
56 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GB ડેટા અને 100 SMS મળે છે. સાથે જ કંપની અનલિમિટેડ કોલિંગની સર્વિસ પણ આપે છે.
5) 699 રૂપિયાનો પ્લાન
84 દિવસના આ પ્લાનમાં પ્રતિ દિવસ 4GB ડેટા અને 100 SMS મળે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. સાથે જ ફ્રી રોમિંગ, વોડાફોન પે અને Zee5નું સબસ્ક્રિપ્શન પણ મળશે.
જિઓના પ્લાન
1) 199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં જિઓ ટુ જિઓ અનલિમિટેડ ફ્રી કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 1000 મિનિટ મળે છે. તેમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા અને 100 SMS મળે છે. સાથે જ જિઓની પ્રિમિયમ એપ્સ ફ્રીમાં મળશે.
2) 249 રૂપિયાનો પ્લાન
28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા અને 100 SMS મળે છે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 મિનિટ મળે છે. સાથે જ જિઓની પ્રિમિયમ એપ્સ ફ્રીમાં મળશે.
3) 349 રૂપિયાનો પ્લાન
28 દિવસના આ પ્લાનમાં જિઓ ટુ જિઓ ફ્રી કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 1000 મિનિટ મળે છે. તેમાં પ્રતિ દિવસ 3GB ડેટા અને 100 SMS મળે છે.
4) 401 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં કુલ 90 GBનો ડેટા મળે છે. અર્થાત પ્રતિ દિવસ 3GB અને વધારાનો 6 GB ડેટા. વોઈસ કોલિંગ સાથે ફ્રી જિઓ એપ્સનો એક્સેસ મળે છે. આ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન મળે છે.
BSNLના પ્લાન
1) 187 રૂપિયાનો પ્લાન
28 દિવસના આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા અને 100 SMS મળે છે. તેમાં તમામ નેટવર્ક પર કોલિંગ માટે 250 મિનિટ મળે છે.
2) 599 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. તેમાં તમામ નેટવર્ક પર કોલિંગ માટે 250 મિનિટ મળે છે. સાથે જ પ્રતિ દિવસ 5GB ડેટા અને 100 SMS મળે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ 80 Kbpsની સ્પીડથી યુઝર્સ ઈન્ટરનેટ એક્સેસ કરી શકશે.
3) 899 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા મળે છે. તેમાં BSNL ટુ BSNL અનલિમિટેડ કોલિંગ મળે છે. અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 20 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લાગે છે. આ પ્લાનમાં 100 રૂપિયાનું ટોકટાઈમ મળે છે. પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.