તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • JEE's New Exam Pattern Will Have 90 Questions Instead Of 75, For The First Time You Will Get 15 Options

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE અને NEETમાં આ વખતે નવું શું છે:JEEની નવી એક્ઝામ પેટર્ન, 75ની જગ્યાએ 90 સવાલ હશે, પહેલી વખત 15 ઓપ્શન મળશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

JEE અને NEETની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા બાળકોમાં તેને લઈને ભારે મૂંઝવણ હતી. ક્યારે થશે, કેવી રીતે થશે, સિલેબસ શું હશે, પેટર્ન અને મોડ શું હશે? આવા કેટલાક સવાલ હતા જેનો જવાબ કોઈની પાસે નહોતો અને તેના કારણે બાળકોમાં એન્ક્ઝાઈટી અને તણાવ જોવા મળ્યો. કોઈની પાસે જવાબ ન હોઈ શકે, આ બધું તૈયાર કરવાની જવાબદારી સરકાર અને ટેસ્ટિંગ એજન્સી NTAની હતી.

હવે સરકારે અને NTAએ JEEને લઈને બંધુ નક્કી કર્યું છે. પરંતુ તેમાં નવું શું છે? શું છે જે ગઈ વખતે નહોતું અને આ વખતની એક્ઝામમાં હશે? કેટલીક વસ્તુઓ બદલાઈ છે જે કદાચ તમારામાંથી ઘણાને ખબર હશે, પરંતુ શું તમે જાણો છો કે JEEની એક્ઝામ પેટર્ન બદલાઈ ગઈ છે? તમે જે સવાલ NTA પૂછ્યા હતા તેનો જવાબ શું છે? શું આ વખતે ફ્રી કોચિંગની વ્યવસ્થા પણ છે?

ઈન્દોરમાં JEEની તૈયારી કરી રહેલા વિવેક શર્મા જણાવે છે કે સરકારે સિલેબસમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ પેટર્ન જરૂરથી બદલી છે, જેનાથી બાળકોને ફાયદો થશે. આ પેટર્નથી ટેસ્ટ બધા માટે ફેર થઈ જશે, જેણે સંપૂર્ણ અભ્યાસક્રમ વાંચ્યો છે તેમના માટે પણ અને જેણે અભ્યાસક્રમ નથી વાંચ્યો તેમના માટે પણ.

તમારા સવાલો પર NTAએ શું જવાબ આપ્યો?
હકીકતમાં NTAની વેબસાઈટ પર બાળકોએ JEE 2021ને લઈને કેટલાક સવાલ પૂછ્યા હતા. તેમાંથી જે સવાલ વધારે પૂછવામાં આવ્યા NTAએ તેની એક સીટ જારી કરી છે, તે પણ જવાબ સહિત.

તમારા સવાલ- “JEEમાં મલ્ટીપલ સેશનથી અમને શું ફાયદો?
NTAનો જવાબ- તેનાથી બાળકોને ઘણી તકો સુધારવાની તક મળશે. બાળકો પહેલા પ્રયાસમાં જો સારુ પ્રદર્શન નથી કર્યું તો તેઓ આગામી સેશનમાં પોતાની ભૂલોને સુધારી શકે છે. આ ક્રમમાં દરેક ઉમેદવારની પાસે તેમનું બેસ્ટ આપવાની 4 તક મળશે.

તમારા સવાલ- શું દરેક સેશનમાં બેસવા માટે અલગ અલગ ફોર્મ ભરવા પડશે?
NTAનો જવાબ- ના એવું નથી. એક જ એપ્લિકેશન ફોર્મથી ઉમેદવાર એક અથવા એકથી વધારે સેશન માટે અપ્લાય કરી શકે છે. માત્ર ફોર્મ ભરતી વખતે તેને એટલું ભરવાનું રહેશે કે ઉમેદવાર કયા કયા સેશનમાં ભાગ લેવા માગે છે.

તમારા સવાલઃ શું એક્ઝામ પેર્ટન બદલાઈ છે?
NTAનો જવાબ- હા, એક્ઝામ પેટર્નમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી તે બાળકોને લાભ મળશે જેમના બોર્ડે સિલેબસ અડધો કરી દીધો હતો અને તેઓ બધું વાંચી શક્યા નહોતા. હવે 75ની જગ્યાએ 90 સવાલ પૂછવામાં આવશે, પરંતુ જવાબો ફક્ત 75 સવાલના જ આપવાના છે. (અમે તમને એક્ઝામ પેટર્ન ડિટેલમાં જણાવી રહ્યા છીએ)

પેટર્નમાં શું નવું છે?

 • બાળકોમાં સિલેબસને લઈને જે મૂંઝવણ હતી સરકાર સમયસર તેને દૂર નહોતી શકી, પરંતુ પેટર્ન એવી આપવામાં આવી છે કે કોઈપણ બાળકને નુકસાન ન થાય. દરેક વખતે બધા વિષય (ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ)માંથી 25-25 સવાલ પૂછવામાં આવતા હતા પરંતુ આ વખતે તેની સંખ્યા વધારીને 90 કરી દેવામાં આવી છે.
 • આ ત્રણેય વિષયોમાંથી 25ની જગ્યાએ 30 સલાવ પૂછવામાં આવશે, પરંતુ કરવાના માત્ર 25 જ છે. તે કેવી રીતે? અમે તમને જણાવીએ છીએ, દરેક વિષયમાંથી 30 સવાલ આવશે, જેમાંથી 20 MCQ હશે, 10 ન્યુમેરિકલ હશે. MCQ તમારે 20ના 20 એટલે કે બધા કરવાના છે, જ્યારે ન્યુમેરિકલ 10માંથી 5 એટલે કે ન્યુમેરિકલમાં તમારી પાસે વિકલ્પ રહેશે.
 • સરકારે આવું એટલા માટે કર્યું કારણ કે, CBSE સહિત કેટલાક સ્ટેટ બોર્ડ્સે પોતાનો અભ્યાસક્રમ ટૂંકાવ્યો છે અર્થાત બાળકો સંપૂર્ણ સિલેબસનો અભ્યાસ નહિ કરી શકે. JEEના સિલેબસમાં કોઈ ફેરફાર થયો નથી. તેવામાં જે બાળકોએ આખો સિલેબસ પૂરો કર્યો છે તેમને તો ફાયદો થશે. સરકારે આ વાતનું ધ્યાન રાખી વિકલ્પ આપ્યો છે જે બાળકોએ જેનો અભ્યાસ નથી કર્યો તેને છોડી અન્ય સવાલો અટેમ્પ્ટ કરે.
 • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, પેપર એવી રીતે ડિઝાઈન કરવામાં આવશે કે કોઈ બાળકોને નુક્સાન ન થાય. ન્યુમેરિકલમાં કોઈ માઈનસ માર્કિંગ પણ નથી. આ સિવાય સરકારના આ નિર્ણયથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે.

ફ્રી ઓનલાઈન કોચિંગની પણ વ્યવસ્થા

 • સરકારનો એક કાર્યક્રમ દીક્ષા છે. તે હેઠળ દેશની તમામ ભાષાઓમાં 12મા ધોરણના CBSE, NCRT અને રાજ્યો/કેન્દ્ર સાશિત પ્રદેશો દ્વારા તૈયાર કરવામાં આવેલી 80 હજાર ઈ બુક્સ ઉપલબ્ધ છે. આ સિવાય 12મા ધોરણ પછી તમામ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આ પ્લેટફોર્મ પર E નોટ્સ અવેલેબલ છે. સ્ટડી મટિરિયલને QR કોડના માધ્યમથી પણ જોઈ શકાશે. આ એપને iOS અને ગૂગલ પ્લે સ્ટોરનાં માધ્યમથી ડાઉનલોડ કરી શકાય છે.
 • NTA દર વર્ષે 2થી 3 હજાર કેન્દ્રો પર ફ્રી કોચિંગ આપે છે, પંરતુ આ વખતે કોરોનાને લીધે આ કોચિંગ નથી થઈ, પરંતુ NTAની વેબસાઈટ પર સ્ટડી મટિરિયલ અવેલેબલ છે. સાથે જ NTAની વેબસાઈટ પર જઈ વીડિયો લેક્ચર પણ જોઈ શકાય છે.

JEEનો શિડ્યુલ શું છે?
JEE અર્થાત IIT પ્રવેશની પરીક્ષાઓ પ્રથમ વખત 4 ફેઝમાં થશે. એક્સપર્ટ પ્રમાણે, દર વર્ષે 12થી 15 લાખ બાળકો JEEની એક્ઝામ આપે છે, પરંતુ આ વખતે તેની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાને લીધે જેઓ ગત વર્ષે એક્ઝામ ન આપી શક્યા તેઓ આ વર્ષે આપશે. તેથી આ વખતે 4 ફેઝમાં એક્ઝામ યોજાશે.

 • પ્રથમ ફેઝ માટે NTAએ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ લેવાનું શરુ કર્યું છે. તેની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2020 છે. 19 જાન્યુઆરીએ કરેક્શન પોર્ટલ ઓપન થશે.
 • વિવેક શર્મા કહે છે કે 4 ફેઝમાં એક્ઝામ હોવાથી વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ નહિ રહે. જો પહેલાં ફેઝમાં વિદ્યાર્થીની એક્ઝામ સારી નહિ રહે. તો તેના પાસે અન્ય 3 અટેમ્પ્ટની તક છે.

NEETનો શિડ્યુલ શું છે?
NEETની એન્ટ્રન્સ એક્ઝામ ઉનાળામાં થાય છે. આ પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓને અનેક કન્ફ્યુશન હતું. જેમ કે એક્ઝામ ક્યારે અને કેટલા ફેઝમાં થશે. તેમાં JEEની સરખામણીએ ઓછા વિદ્યાર્થીઓ આવે છે. MHRDના જણાવ્યા પ્રમાણે, માર્ચમાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કલેક્ટ કરવામાં આવશે, જ્યારે કરેક્શન એપ્રિલમાં થશે અને મે મહિનામાં એડમિટ કાર્ડ જાહેર થશે. અન્ય માહિતી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2021 સુધી સામે આવશે.

સિલેબસમાં કોઈ ફેરફાર થયો કે નહીં
કોરોનાને કારણે CBSEએ પોતાનો સિલેબસ ટૂંકાવ્યો હતો. સમાચારો વહેતા થયા હતા કે JEE અને NEETનો સિલેબસ પણ ટૂંકો કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શું ભણે અને શું નહિ તેમાં કન્ફ્યુઝ હતા. કેટલાક વિદ્યાર્થીઓએ CBSE પ્રમાણે IITની તૈયારી ચાલુ કરી હતી, પરંતુ હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે સિલેબસમાં કોઈ ફેરફાર નહિ થાય.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો