તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • JEE Mains Results : 13 Students Scored 100 Percentile, Maximum 3 3 Students From Rajasthan And Telangana Got Perfect 100 And More

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE મેઈન:માર્ચ સેશનનું પરિણામ જાહેર થયું, 13 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ હાંસલ કર્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NTAની વેબસાઈટ nta.ac.in પરથી પરિણામ જોઈ શકાશે
  • આ પરીક્ષામાં જેનું પેપર સારું ન રહ્યું હોય તેઓ ફરી એપ્રિલ અને મેમાં અટેમ્પ્ટ કરી શકે છે

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ માર્ચ 2021 સેશનના JEE મેઈન એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. બુધવારે રાતે જાહેર કરેલા પરિણામ પ્રમાણે, 13 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 100 પર્સન્ટાઈલ સ્કોર કર્યા છે. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ NTAની વેબસાઈટ nta.ac.in અને JEE મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in પર ચેક કરી શકે છે.

JEE મેઈનની પરીક્ષા 16થી 18 માર્ચે યોજાઈ હતી. તેના માટે કુલ 619638 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરીક્ષાના 6 દિવસ બાદ પરિણામ જાહેર થયું છે. 100 પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી રાજસ્થાન અને તેલંગાણાના 3-3, દિલ્હી અને મહારાષ્ટ્રના 2-2, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારના 1-1 વિદ્યાર્થીઓ સામેલ છે.

એક્ઝામની ફાઈનલ આન્સર કી જાહેર થઈ
NTAએ JEEના માર્ચ અટેમ્પ્ટની આન્સર કી પણ બુધવારે જાહેર કરી છે. ફેબ્રુઆરી અટેમ્પ્ટમાં 5 સવાલો ડ્રોપ થયા હતા તો માર્ચ અટેમ્પ્ટમાં 3 સવાલો ડ્રોપ થયા છે. ફાઈનલ આન્સર કી જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ માર્ચના પરિણામની રાહ જોવી પડશે.

એજ્યુકેશન એક્સપર્ટ દેવ શર્માએ જણાવ્યું કે JEE મેઈન 16થી 18 માર્ચ સુધી દરરોજ 2 શિફ્ટમાં યોજાઈ હતી. ડ્રોપ કરેલા 3 સવાલોમાંથી 2 ફિઝિક્સ અને 1 ગણિતનો પ્રશ્ન છે.

માત્ર ફિઝિક્સ અને મેથેમેટિક્સમાં સવાલ ડ્રોપ
માર્ચ અટેમ્પ્ટમાં કેમિસ્ટ્રી વિષયમાં કોઈ પ્રશ્ન ડ્રોપ નથી થયો. 16 અને 17 માર્ચે સાંજની શિફ્ટમાં યોજાયેલ પરીક્ષામાંથી ફિઝિક્સમાંથી 1 પ્રશ્ન ડ્રોપ થયો છે. જ્યારે 17 માર્ચની સવારની શિફ્ટ યોજાયેલી પરીક્ષામાં ગણિત વિષયનો 1 પ્રશ્ન ડ્રોપ થયો છે.

ફેબ્રુઆરી અટેમ્પ્ટમાં પણ કેમિસ્ટ્રીમાં સવાલ ડ્રોપ થયો નહોતો
JEE મેઈન ફેબ્રુઆરી અને માર્ચ અટેમ્પ્ટની ફાઈનલ આન્સર કીનું એનાલિસિસ કરીએ તો કેમિસ્ટ્રીના સવાલોના જવાબ અપડેટેડ જ છે. અર્થાત ફેબ્રુઆરી અને માર્ચમાં કેમિસ્ટ્રીમાં એક પણ સવાલ ડ્રોપ થયા નથી.

JEE એપ્રિલ અને મે અટેમ્પ્ટ બાકી
JEE મેઈન 4 વખત યોજાવાની છે. ફાઈનલ આન્સર કી પછી વિદ્યાર્થીઓને તેમનાં પરિણામ વિશે માલુમ થશે. જે વિદ્યાર્થીઓનું પેપર સારું ન રહ્યું હોય તેઓ ફરી એપ્રિલ અને મેમાં અટેમ્પ્ટ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો