તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • JEE Main NEET 2021| Decision On Engineering And Medical Entrance Exam Will Be Taken Soon, After Reviewing The Situation, The Ministry Of Education Will Take A Decision

એન્ટ્રન્સ એક્ઝામ પર નિર્ણય ક્યારે?:એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ પર જલ્દી નિર્ણય લેવાશે, શિક્ષણ મંત્રાલયની ચર્ચા-વિચારણા ચાલુ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • JEE મેનનાં બે સેશનની એક્ઝામ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાઈ
  • ત્રીજા સેશનની એક્ઝામ પોસ્ટપોન થઈ

કોરોનાને લીધે પોસ્ટપોન થયેલી એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ મામલે શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં નિર્ણય લઇ શકે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મંત્રાલય ઓગસ્ટમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ JEE MAINના બે એડિશન અને મેડિકલ એન્ટ્રન્સની એક્ઝામ NEET UGની એક્ઝામ લેવા પર કોઈ નિર્ણય કરશે. મંત્રાલયમાં આ વિશે મીટિંગ થશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) તરફથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 12ની પરીક્ષા કેન્સલ કરી છે. તેવામાં આશા છે કે આ એન્ટ્રન્સ એક્ઝામનું શેડ્યુલ પણ જલ્દી નક્કી કરી લેવામાં આવે.

આ વખતે ચાર સેશનમાં એક્ઝામ લેવાઈ રહી છે
JEE મેનની એક્ઝામનું આયોજન ચાર સેશનમાં થઈ રહ્યું છે. પ્રથમ અને બીજા સેશનની એક્ઝામ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું છે. ત્રીજા ફેઝની એક્ઝામ એપ્રિલ મહિનામાં યોજાવાની હતી પરંતુ હાલ તે પોસ્ટપોન કરી છે. NTA ફેબ્રુઆરી સેશનમાં કુલ 6,20,978 કેન્ડિડેટ્સ એક્ઝામમાં સામેલ થયા હતા, જ્યારે માર્ચમાં આ સંખ્યા 5,56,248 હતી.

JEE એડવાન્સ પણ પોસ્ટપોન
JEE મેન પરીક્ષા મોકૂફ થતા એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન લેવા માટે યોજાતી એક્ઝામ JEE એડવાન્સ પણ પોસ્ટપોન કરી હતી. આ પરીક્ષા 3 જલાઈએ લેવાવાની હતી.

NEET-UGનાં ફોર્મ જલ્દી જાહેર થશે
હાલની સ્થિતિમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામને લઈને ચિંતા અને અનિશ્ચિતતા દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ હાલમાં જ ઓફિશિયલ વેબસાઈટ પર જાણકારી આપી કે NEET 2021 માટે એપ્લિકેશન ફોર્મ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ફોર્મ જાહેર કર્યા પછી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી શકશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેડિકલ એન્ટ્રન્સની એક્ઝામ વર્ષમાં એક જ વાર લેવાશે.

અન્ય સમાચારો પણ છે...