તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • JEE Main (May) 2021 Latest Updates| NTA Postponed JEE Main May Exam Amid Corona, New Dates Dates To Be Announced Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે પરીક્ષાની હાર:કોરોનાને લીધે JEE મેઈનની મે સેશનની પરીક્ષા સ્થગિત થઈ, 24મેથી યોજાવાની હતી પરીક્ષા

9 દિવસ પહેલા
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયા નિશંકે ટ્વીટ કરી તેની માહિતી આપી
  • આ પહેલાં કોરોનાને લીધે NTAએ JEE મેઈન મે સેશનની ત્રીજા ફેઝની પરીક્ષા પણ સ્થગિત કરી હતી

કોરોનાના વધતાં જતાં કેસોની ધ્યાનમાં રાખી NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ મે સેશનમાં થનારી ચોથા ફેઝની JEE મેઈનની પરીક્ષા સ્થગિત કરી છે. આ પરીક્ષા 24થી 28મેના રોજ યોજાવાની હતી. તેના વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરી માહિતી આપી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયલ નિશંકે ટ્વીટ કરતાં કહ્યું કે, કોરોનાને લીધે બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે JEE (મેઈન)-મે 2021 સેશનની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને અપડેટ્સ માટે NTAની વેબસાઈટ વિઝિટ કરવા માટે કહ્યું છે.

નવી તારીખોની જાહેરાત થોડા સમય પછી થશે
આ પહેલાં કોરોનાને લીધે NTAએ JEE મેઈન મે સેશનની ત્રીજા ફેઝની પરીક્ષા પણ સ્થગિત કરી હતી. એપ્રિલ સેશનની પરીક્ષાનું આયોજન 27થી 30 એપ્રિલ સુધી થવાનું હતું. NTAએ જાહેર કરેલાં નોટિફિકેશન પ્રમાણે, JEE મેઈનની એપ્રિલ અને મે સેશનની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

આ વર્ષે 4 સેશનમાં પરીક્ષા યોજાશે
આ વર્ષે JEE મેઈનની પરીક્ષા 4 સેશનમાં યોજાવાની છે. તેમાંથી 2 સેશનની પરીક્ષા પહેલાં જ થઈ ચૂકી છે. હવે ત્રીજા અને ચોથા ફેઝ માટે NTA નવું ટાઈમટેબલ જાહેર કરશે.

NEET PG 2021 પણ સ્થગિત
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી NEET PG 2021ની પરીક્ષા આગામી 4 મહિના સુધી સ્થગિત કરાઈ છે. હાલ કોરોના મહામારીને લીધે દેશની કપરી સ્થિતિમાં મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો છે.

MBBS વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓઓનું મોનિટરિંગ કરશે
પીએમ મોદીના નિર્ણય પ્રમાણે, MBBS ફાઈનલ યરના વિદ્યાર્થીઓની ડ્યુટી માઈલ્ડ કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓનું મોનિટરિંગ માટે આપવામાં આવશે. Bsc(નર્સિંગ)/GNM પાસ નર્સો સિનિયર ડૉક્ટરની દેખરેખમાં ફુલ-ટાઈમ નર્સિંગ માટે સેવા આપી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો