• Gujarati News
  • Utility
  • JEE Main And NEET Candidates Can Change Examination Center And City From 4th July, Window Will Remain Open Till 15th July

NTA:JEE મેઈન અને NEET ઉમેદવારો 4 જુલાઈથી પરીક્ષા કેન્દ્ર અને શહેર બદલી શકે છે, 15 જુલાઈ સુધી વિંડો ઓપન રહેશે

2 વર્ષ પહેલા
  • હાલની પરિસ્થિતિ જોતાં જુલાઇને બદલે સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવામાં આવશે.
  • JEE મેઈન 1થી 6 સપ્ટેમ્બર, JEE એડવાન્સ 27 સપ્ટેમ્બર અને NEET 13 સપ્ટેમ્બરે યોજાશે

JEE મેઈન અને NEET સ્થગિત કર્યા બાદ હવે શનિવારે એટલે કે 4 જુલાઈથી ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્ર અને શહેરને બદલી શકશે. આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ શુક્રવારે સાંજે ઓફિશિયલ વેબસાઈટ પર એક નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી. પરીક્ષાને લઈને ગઈકાલે લેવામાં આવેલા નિર્ણય બાદ આ પરીક્ષાઓને સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. હવે પરીક્ષા જુલાઈની જગ્યાએ સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. તેમજ એક વાર ફરીથી 4 જુલાઈથી ઓનલાઈન કરેક્શન વિંડો ખોલવામાં આવી છે. 

15 જુલાઈથી સુધી ઓપન રહેશે વિંડો
જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનના અનુસાર,  વિદ્યાર્થીઓ અને વાલીઓની વારંવારની વિનંતીઓને ધ્યાનમાં રાખીને શહેર અને પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા માટે ફરીથી એક વખત ઓનલાઈન એપ્લિકેશન વિંડો ઓપન કરવામાં આવી છે. JEE મેઈન અને NEETમાં સામેલ વિદ્યાર્થીઓ 4થી 15 જુલાઈની રાતે 11.50 સુધી તેમના એપ્લિકેશન ફોર્મમાં ઓનલાઈન કરેક્શન કરી શકે છે. વિદ્યાર્થીઓએ નોંધ લેવી કે શહેર અને પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર માટે કોઈ ફી ચૂકવવાની નથી. જો કે, અરજી ફોર્મમાં અન્ય કોઇ ફેરફાર કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. 

1થી 27 સપ્ટેમ્બરની વચ્ચે પરીક્ષા યોજાશે
JEE મેઈન પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બરની વચ્ચે બે શિફ્ટમાં લેવામાં આવશે. તેમાં પહેલી શિફ્ટ સવારે નવ વાગ્યાથી બપોપના 12 વાગ્યા સુધી હશે અને બીજી શિફ્ટ બપોરના ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી હશે. તેમજ NEET 13 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હશે. હવે સપ્ટેમ્બરમાં યોજાનારી JEE મેઈનમાં લગભગ 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે NEET માટે 16 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તે ઉપરાંત JEE મેઈન 2020 મેરિટના ટોપ અઢી લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાઈ થશે. 

અન્ય સમાચારો પણ છે...