તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • JEE Main 2021| The First Session Of The JEE Main 2021 Starts From 23 February, NTA Released The Guidelines To Be Followed During Examination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલથી JEE મેન 2021 શરૂ થશે:એક્ઝામ સેન્ટર પર નોન-કોવિડનું સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ સ્ક્રાઇબ સાથે લઇ જવો પડશે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE મેઇનનું પ્રથમ સેશન કાલથી એટલે કે 23 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે. આ માટે દેશમાં 321 અને વિદેશનાં 10 શહેરમાં સેન્ટર બનાવ્યા છે. પરીક્ષા સવારે 9થી 12 અને બપોરે 3થી 6ની વચ્ચે હશે. 23 ફેબ્રુઆરીએ BArch અને 24થી 26 ફેબ્રુઆરીએ BE-b.tech એડમિશન માટે પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે આશરે 9 લાખ 30 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વેબસાઈટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા માટે એડમિટ કાર્ડ પહેલેથી જ જાહેર કર્યાં છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ કોવિડ-19 સંબંધિત એક અન્ડરટેકિંગ આપવી પડશે. તેમાં કોવિડ લક્ષણ વિશે જાણકારી આપવાની રહેશે. એ પછી જ કાર્ડ ડાઉનલોડ થશે.

સેલ્ફ ડિક્લેરેશન જમા કરાવવું પડશે
વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન કોવિડનું સેલ્ફ ડિક્લેરેશન જમા કરાવવું પડશે. એડમિટ કાર્ડની સાથે જ વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મેટમાં જાતે ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને ફોટો લગાવીને જવું પડશે. પરીક્ષા સેન્ટર પર રિપોર્ટિંગ ટાઈમે પહોંચી જવું પડશે.

રિપોર્ટિંગ સમય દરેક વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ રાખવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ સેન્ટર પર ભીડ ના કરે. પરીક્ષા શરૂ થયાને અડધો કલાક પહેલાં સેન્ટરના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ વર્ષે બીજો એક ફેરફાર કરવામાં આવ્યો છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સેન્ટર પર સ્ક્રાઇબ નહિ મળે, તેમણે સ્ક્રાઇબ પોતાની સાથે લઇ જવું પડશે.

કોરોનાને ધ્યાનમાં રાખી આ પ્રકારની વ્યવસ્થા રહેશે
કોરોનાકાળમાં આયોજીત થઈ રહેલી પરીક્ષા માટે NTAએ કોવિડ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તે પ્રમાણે, પરીક્ષા પહેલાં અને પછી ખુરશી, ટેબલ, કમ્પ્યુટર, કી બોર્ડ, માઉસ વગેરે સેનિટાઈઝ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગાઈડલાઈન પ્રમાણે એકબીજાથી દૂર બેસવું પડશે. પરીક્ષા આપ્યા બાદ કેન્દ્રમાંથી બહાર નીકળતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

આ વાતોનું ધ્યાન રાખો

  • વિદ્યાર્થીઓએ એક્ઝામ સેન્ટર પર આધાર કાર્ડ અથવા અન્ય કોઈ ID પ્રૂફ, સેલ્ફ ડિક્લેરેશન સાથેનો પ્રવેશ પત્ર, પારદર્શી પેન, ફોટો લઈને આવવાનું રહેશે.
  • આ સિવાય વિદ્યાર્થીઓએ પોતાનું સેનિટાઈઝર અને પાણીની બોટલ લાવવાની રહેશે.
  • વિદ્યાર્થીઓને કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ સાથે એન્ટ્રી નહિ મળે.
  • મોટા સૉલનાં જૂતાં અને મોટાં બટનવાળાં કપડાંની પણ પરમિશન નહિ મળે.
  • સેન્ટર પર થ્રી લેયર માસ્ક આપવામાં આવશે, જેને વિદ્યાર્થીએ પરીક્ષા સમયે પહેરવો આવશ્યક છે.
  • એન્ટ્રી ગેટ પર થર્મલ સ્કેનિંગ કરી એડમિટ કાર્ડમાં આપેલા બાર કોડ રીડરનાં માધ્યમથી લેબ ફાળવવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો