તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • JEE Main 2021| Registration Process For May Session Exam Starts From Today, Entrance Exam Will Be Held From July 27 To August 2

JEE Main 2021:મે સેશનની પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ, 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચોથા ફેઝની એક્ઝામ 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2021 સુધી લેવામાં આવશે - Divya Bhaskar
ચોથા ફેઝની એક્ઝામ 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2021 સુધી લેવામાં આવશે
 • ઈચ્છુક કેન્ડિડેટ્સ NTAની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે
 • એપ્લિકેશન પ્રોસેસ 12 જુલાઈ સુધી ચાલુ રહેશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Main 2021ના મે સેશનની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ આજથી એટલે કે 9 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ચોથા ફેઝની પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક કેન્ડિડેટ્સ NTAની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic પર ઓનલાઈન અરજી કરી શકે છે. એપ્લિકેશન પ્રોસેસ 12 જુલાઈ સુધી ચાલુ રહેશે.

ત્રીજા અને ચોથા ફેઝની એક્ઝામની શેડ્યુલ જાહેર
હાલમાં જ પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કોરોનાને લીધે સ્થગિત થયેલી પરીક્ષાના ત્રીજા અને ચોથા ફેઝની એક્ઝામનું શેડ્યુલ જાહેર કર્યું છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, એપ્રિલ સેશનની પરીક્ષા 20 જુલાઈથી 25 જુલાઈ સુધી લેવામાં આવશે. જ્યારે ચોથા ફેઝની એક્ઝામ 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2021 સુધી લેવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો:

 • સૌપ્રથમ NTAની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic પર જાઓ.
 • હોમ પેજ પર અવેલેબલ JEE Main પરીક્ષા 2021 લિંક પર ક્લિક કરો.
 • નવું પેજ ખૂલતા જે જાણકારી માગી હોય તે ભરો.
 • એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી ફી જમા કરો.
 • આ એપ્લિકેશન ફોર્મ ભર્યા પહેલાં તે ડાઉનલોડ કરો.
અન્ય સમાચારો પણ છે...