• Gujarati News
  • Utility
  • JEE Main 2021 Preparation Tips| Engineering Entrance 3rd Phase Exam Will Start From 20 July, Learn From Expert How To Prepare For The Exam In The Last Minute

JEE Main પ્રિપરેશન ટિપ્સ:એન્જિનિયરિંગ એન્ટ્રન્સના ત્રીજા ફેઝની એક્ઝામ આવતા અઠવાડિયેથી શરુ થશે, એક્સપર્ટ પાસેથી જાણો છેલ્લા સમયે કેવી રીતે તૈયારી કરવી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
એન્ઝાયટીથી બચવા માટે પરીક્ષા પહેલાં એક્ઝામ વિશે વધારે ચર્ચા ના કરો - Divya Bhaskar
એન્ઝાયટીથી બચવા માટે પરીક્ષા પહેલાં એક્ઝામ વિશે વધારે ચર્ચા ના કરો
  • લાસ્ટ મિનિટમાં નવા ટોપિક ના વાંચો, જે વાંચેલા છે તેનું રિવિઝન કરો
  • ફિઝિક્સ કે કેમેસ્ટ્રીની એક્ઝામ શરુ કર્યા પહેલાં ટાઈમ મેનેજમેન્ટ કરવું

IITs અને એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન માટે યોજાનારી JEE Mainના ત્રીજા ફેઝની એક્ઝામ 20 જુલાઈથી શરુ થવાની છે. કોરોનાને લીધે આ એક્ઝામ મોકૂફ થઈ હતી. લાખો વિદ્યાર્થીઓ ઘણા મહિનાથી તૈયારી કરી રહ્યા છે, જેથી તેમને બેસ્ટ કોલેજમાં એડમિશન મળે. જેમાં પૂરી તૈયારી થઈ ગઈ હોય તેવા ટોપિક્સ પર વધારે ધ્યાન આપવું જોઈએ.

પરીક્ષાના છેલ્લા સમયમાં FIITJEE જયપુરના એક્સપર્ટ ધ્રુવ કુમાર બેનર્જી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સામેલ થયા પહેલાંની તૈયારી અને અમુક ટિપ્સ વિશે જણાવી રહ્યા છે....

લાસ્ટ મિનિટમાં તૈયારી ના કરવી
ઘણીવાર પરીક્ષાની થોડી મિનિટ પહેલાં વિદ્યાર્થીઓ પેનિક થઈ જતા બધું યાદ કરવામાં લાગી જાય છે, પરંતુ આવી તૈયારી વિદ્યાર્થીઓને કોઈ કામમાં આવતી નથી. તેનાથી સ્ટ્રેસ વધી જાય છે. એક્સપર્ટ કહે છે કે, લાસ્ટ મિનિટ પ્રિપરેશન સ્ટ્રેસ વધારે છે. તેનાથી કોન્સેપ્ટ યાદ રહેતા નથી. તેની અસર એક્ઝામ પર પણ પડે છે. આથી પરીક્ષા પહેલાં ટાઈમટેબલ બનાવવું જોઈએ. પહેલાં વાંચેલા કોન્સેપ્ટ જ રીવાઈઝ કરવા જોઈએ.

ટાઈમ મેનેજમેન્ટનું ખાસ ધ્યાન રાખવું
પરીક્ષામાં પાસ થવા માટે તૈયારીની સાથે ટાઈમમેનેજમેન્ટનું પણ એટલું જ મહત્ત્વ છે. રોજ મોક ટેસ્ટ આપો. ટાઈમ મેનેજની સાથે પ્રેક્ટિસ સારી થશે. જેમાં તમારી તૈયારી સારી હોય તે પેપર સોલ્વ કરો. આ રીતે તમે પેપર સમય પર પૂરું કરી શકશો અને તે વિષયમાં એક્ઝામમાં બાકી રહી જવાની સંભાવના પણ ઓછી થઈ જશે. આ સાથે જ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે અને પરીક્ષા સારી જશે. ફિઝિક્સ કે કેમેસ્ટ્રીની એક્ઝામ શરુ કર્યા પહેલાં ટાઈમ મેનેજમેન્ટ કરવું.

આ વાતોનું ધ્યાન રાખો
નવું ના વાંચો, રિવિઝન કરો
છેલ્લા સમયે નવું વાંચવાને બદલે વાંચેલા ટોપિક પર ફોકસ કો. કોઈ નવો સબ્જેક્ટ કે નવા ટોપિક ના વાંચો. તમારા કોન્સેપ્ટ ભલે ગમે તેટલા ક્લિયર હશે પણ રિવિઝન નહીં કર્યું હોય તો બધી તૈયારી વ્યર્થ જઈ શકે છે.

ફોર્મ્યુલા પેપર પર લખી લો
એક્ઝામ માટે જેટલી પણ જરૂરી ફોર્મ્યુલા છે તેને પેપર પર લખી લો અને પછી પેપરના ટુકડા સ્ટડી ટેબલ, બેડ કે ડાઈનિંગ ટેબલ પાસે લગાવો. તેનાથી તમારી નજર પડશે અને આ ફોર્મ્યુલા પાક્કી થઈ જશે.

માત્ર સિલેક્ટેડ ટોપિક્સ પર ફોકસ કરો
પરીક્ષામાં સારા પર્ફોમન્સ માટે આમ તો આખો સિલેબસ વાંચવો જોઈએ પણ એન્ડ ટાઈમે સિલેક્ટેડ ટોપિક પર જ ફોકસ કરવો જોઈએ.

ગયા વર્ષના પેપર સોલ્વ કરો
પરીક્ષા પહેલાં જેમ બને તેમ ગયા વર્ષના પેપર સોલ્વ કરો. તેનાથી ફાયદો થાય જે ના થાય પણ તમે એક્ઝામ પેટર્નને લઈને કોન્ફિડન્ટ બની જશો. ટાઈમ મેનેજમેન્ટમાં પણ મદદ મળશે.

સતત ના વાંચો, બ્રેક લો
છેલ્લા સમયે બહુ વધારે અને સતત ના વાંચવું જોઈએ. અભ્યાસ દરમિયાન થોડા ટાઈમે બ્રેક લેવો જોઈએ. જો તમે સતત અભ્યાસ કરશો તો એક્ઝામ ટાઈમે થાકેલા હશો અને તેની અસર પ્રોડક્ટિવિટી પર પડી શકે છે.

આ ટિપ્સ ફોલો કરો

  • કોન્ફિડન્સ બૂસ્ટ અપ કરવા માટે રોજ મોક ટેસ્ટ આપો અને જૂનાં પેપર સોલ્વ કરો.
  • શોર્ટ નોટ રીવાઈઝ કરો અને ના હોય તો NCERTની બુક્સ સારી રીતે વાંચો.
  • વાંચી લીધેલા ચેપ્ટરના મુખ્ય પોઈન્ટ લખીને રીવાઈઝ કરો.
  • પરીક્ષા પહેલાં તમારી બાયોલોજિકલ ક્લોક યોગ્ય કરી લો. શિફ્ટના ટાઈમિંગ પ્રમાણે મોક ટેસ્ટ આપો.
  • એન્ઝાયટીથી બચવા માટે પરીક્ષા પહેલાં એક્ઝામ વિશે વધારે ચર્ચા ના કરો.
  • નેગેટિવ માર્કિંગ વગરના પ્રશ્નો ચોક્કસ અટેમ્પટ કરો.
  • મોક ટેસ્ટની મદદથી વિદ્યાર્થીઓને તેમનું લેવલ ચેક કરવાની મદદ મળશે. વધારે મોક ટેસ્ટ આપો.
  • પરીક્ષામાં તમારા પર્ફોમન્સને લઈને વધારે પેનિક ના થાઓ, આગળના બીજા ત્રણ સેશનમાં સ્કોર સુધારી શકો છો.