તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • JEE Main 2021| NTA Announced Date Of Issuing Admit Card, Hall Ticket Will Be Available On The Official Website From 14 February

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE Main 2021:NTAએ એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખ જાહેર કરી, 14 ફેબ્રુઆરીથી ઓફિશિયલ વેબસાઈટ પર હોલ ટિકિટ અવેલેબલ થશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ ફેબ્રુઆરીમાં થનારી JEE મેઈન પરીક્ષા 2021 માટે એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખો જાહેર કરી છે. આ વિશે NTAએ ઓફિશિયલ વેબસાઈટ nta.ac.in પર માહિતી આપી છે કે પરીક્ષાના એડમિટ કાર્ડ 14 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ nta.ac.in પરથી તેને ડાઉનલોડ કરી શકશે.

23થી 26 ફેબ્રુઆરી સુધી પહેલા સેશનની પરીક્ષા યોજાશે
એડમિટ કાર્ડમાં પરીક્ષાની તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્ર સહિતની વિગતો સાથે ઉમેદવારનો રોલ નંબર, ફોટોગ્રાફ, સિગ્નેચર સહિતની માહિતી હશે. આ સિવાય પરીક્ષા દરમિયાન ફોલો કરવાની ગાઈડલાઈન્સ પણ હશે. પહેલા સેશનની પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે. પેપર 1 અને પેપર 2A માટે બે શિફ્ટમાં પરીક્ષા યોજાશે. ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે, પ્રથમ ફેઝની પરીક્ષાનું પરિણામ 7 માર્ચે જાહેર કરવામાં આવશે.

આ વખતે 4 સેશનમાં પરીક્ષા યોજાશે
આ વખતે JEE મેઈન 4 સેશનમાં યોજાશે. પહેલા સેશનની પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે. ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ 15થી 15 માર્ચ, ત્રીજો રાઉન્ડ 27થી 30 એપ્રિલ અને ચોથો રાઉન્ડ 24થી 28 મે સુધી યોજાશે. પ્રથમ વખત પરીક્ષા હિન્દી સહિત કુલ 13 ભાષાઓમાં યોજાશે.

આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ nta.nic.in પર જાઓ.
 • હોમપેજ પર JEE Main એડમિટ કાર્ડ 2021ની લિંક પર ક્લિક કરો.
 • ઓપન થતાં નવાં પેજમાં માગેલી તમામ ડિટેલ ભરી સબમિટ પર ક્લિક કરો.
 • સબમિટ કરતાં જ NTA JEE Main એડમિટ કાર્ડ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.
 • હવે ઉમેદવાર એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ કાઢી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો