તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • JEE Main 2021| National Testing Agency Starts Registration Process For April And May Session Exams, Candidates Can Apply By April 4

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE Main 2021:નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એપ્રિલ અને મે સેશનની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી, 4 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એપ્રિલ સેશનમાં માત્ર પેપર 1ની પરીક્ષા યોજાશે - Divya Bhaskar
એપ્રિલ સેશનમાં માત્ર પેપર 1ની પરીક્ષા યોજાશે
  • આ વખતે JEE Mainની પરીક્ષા 4 સેશનમાં યોજાશે
  • મે સેશનની પરીક્ષા માટે 5 એપ્રિલ સુધી ફી જમા કરાવી શકાશે

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ એપ્રિલ અને મે મહિનામાં થનારી ત્રીજા ફેઝની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે. આ વિશે NTAએ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. એપ્રિલ અને મે સેશનમાં થનારી પરીક્ષા માટે એપ્લિકેશન પ્રોસેસ પહેલાંથી શરૂ થઈ છે. તે 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઉમેદવાર 5 એપ્રિલ સુધી ફી જમા કરાવી શકે છે.

એપ્રિલમાં માત્ર પેપર 1ની પરીક્ષા યોજાશે
NTAનાં નોટિફિકેશન પ્રમાણે એપ્રિલ સેશનમાં માત્ર પેપર-1 અર્થાત B.E./B.Tech કોર્સિસ માટે પરીક્ષા યોજાશે. આ કોર્સમાં એડમિશન લેવા માટે ઈચ્છુક ઉમેદવાર એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Mainના પેપર 1માં સામેલ થશે. પેપર 2a B.Arch અને 2b પ્લાનિંગ માટે એન્ટ્રન્સ એક્ઝામ મે સેશનમાં યોજાશે.

27થી 30 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે
આ વખતે JEE Mainની પરીક્ષા 4 સેશનમાં યોજાશે. પ્રથમ અને બીજા સેશનની પરીક્ષા 27,28,29 અને 30 એપ્રિલે યોજાશે. જયારે ચોથા ફેઝની પરીક્ષા મે મહિનામાં 24,25,26,27 અને 28મેના રોજ યોજાશે.

આ પહેલાં એજન્સીએ બુધવારે રાતે માર્ચ સેશનમાં યોજાનાર JEE મેઈન એક્ઝામનું પરિણામ જાહેર કર્યું હતું. તે પ્રમાણે 13 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 100 પર્સન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. તેનું પરિણામ NTAની વેબસાઈટ nta.ac.in અને JEE મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in પર જોઈ શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો