• Gujarati News
  • Utility
  • JEE Main 2021| Admit Card For The Fourth Phase Exam Will Be Issued This Week, Engineering Entrance Exam Will Be Held From 26 August To 2 September

JEE Main 2021:ચોથા ફેઝની પરીક્ષા માટે આ અઠવાડિયે એડમિટ કાર્ડ જાહેર થશે, 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોથા સેશનની પરીક્ષા માટે આશરે 7.32 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Main 2021ના સેશન 4ની પરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) આ અઠવાડિયે એડમિટ કાર્ડ જાહેર કરશે. ચોથા ફેઝની પરીક્ષા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. JEE Main 2021માં મે સેશનની પરીક્ષા ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવશે.

7.32 લાખ કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કર્યું
મીડિયા રિપોર્ટ પ્રમાણે ચોથા સેશનની પરીક્ષા માટે આશરે 7.32 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે JEE Mainની પરીક્ષા ચાર સેશનમાં લેવાઈ રહી છે. આ હેઠળ પહેલા, બીજા અને ત્રીજા સેશનની પરીક્ષા લેવાઈ ગઈ છે. હવે 26, 27,31 ઓગસ્ટ અને 1-2 સપ્ટેમ્બરે ચોથા ફેઝની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા સાથે જોડાયેલી જાણકારી માટે કેન્ડિડેટ્સ 011-40759000 કે ઈ-મેલ ID jeemain@nta.ac.inનો સપર્ક કરી શકે છે.

આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર, એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
  • લોગિન વિન્ડો પર પૂછેલા ક્રેડેન્શિયલ નોંધો.
  • જાણકારી ભરતાની સાથે એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • આ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

અન્ય સમાચારો પણ છે...