તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • JEE Advanced 2020 Updates 85.39% Students Get Exam Center As Per Their First Choice, IIT Delhi Released Figures; The Exam Will Be Held On September 27 At 1150 Centers Across The Country

JEE એડવાન્સ 2020:85.39% વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદ પ્રમાણે એક્ઝામ સેન્ટર મળ્યું, IIT દિલ્હીએ આંકડાઓ જાહેર કર્યાં; 27 સપ્ટેમ્બરે દેશના 1150 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

એક મહિનો પહેલા

IITમાં એડમિશન માટે JEE એડવાન્સનું આયોજન કરી રહેલી IIT દિલ્હીએ જણાવ્યું કે પરીક્ષામાં સામેલ થનારા કુલ 97.94% ઉમેદવારોને તેમની પસંદનાં ટોપ-3 પરીક્ષા કેન્દ્ર અલોટ થયાં છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, JEE મેઈન 2020માં ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓમાંથી કુલ 1.6 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ લોકોને તેમના ટોપ 3 વિકલ્પોને આધારે એક્ઝામ સેન્ટર અલોટ થયાં છે. 85.39% વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદના જ પરીક્ષા કેન્દ્રો મળ્યાં છે.

1150 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે પરીક્ષા IIT દિલ્હીના ડાયરેક્ટર પ્રોફેસર વી રામગોપાલ રાવના જણાવ્યા અનુસાર, JEE એડવાન્સ 2020 માટે ચેરમેન પ્રોફેસર સિદ્ધાર્થ પાન્ડેયની અધ્યક્ષતામાં પ્રોફેસર પરાગ સિંગલા અને પ્રોફેસર અપૂર્વા દાસ તૈયારીઓમાં લાગ્યા છે. કોરોનાકાળમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત 222 શહેરોમાં 1150 પરીક્ષા કેન્દ્રો બનાવ્યા છે. 27 સપ્ટેમ્બરે થનારી પરીક્ષા દરમિયાન કોરોનાથી બચવા માટેની પણ તમામ તૈયારીઓ કરાઈ છે.

1,60,864 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું JEE એડવાન્સ 2020 માટે કુલ 1,60,864 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી 1,55,551 વિદ્યાર્થીઓએ ફી ભરી છે. પરીક્ષા પહેલાં જો બાકીના વિદ્યાર્થીઓ ફી નહિ ભરે તો તેમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ. વિદ્યાર્થીઓએ કોરોના મુક્ત હોવાનું એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ આપવાનું રહેશે. આ ફોર્મ ન આપવા પર વિદ્યાર્થીને અયોગ્ય જાહેર કરવામાં આવશે.

પરીક્ષા દરમિયાન આ પ્રકારની વ્યવસ્થા હશે હળવો તાવ અને ઉધરસ હોય તો આઈસોલેશન રૂમમાં બેસીને પરીક્ષા આપવી પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખી એક રૂમમાં માત્ર 12 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. બે વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર હશે. વચ્ચે 2 કમ્પ્પટૂર ખાલી રહેશે. બંને પરીક્ષા પહેલાં ઉપયોગમાં આવનાર ખુરશી, ટેબલ, મોનિટર, કી બોડ, માઉસ, ડેસ્કથી લઈને દરવાજા, હેન્ડલ, દિવ્યાંગ વિદ્યાર્થીઓની વ્હીલચેર સહિતની વસ્તુઓને સેનિટાઈઝ કરવામાં આવશે. પરીક્ષા શરૂ થતાં પહેલાં વિદ્યાર્થીઓએ તેમના રોલ નંબર સામે સિગ્નેચર કરવાની રહેશે. સિગ્નેચર કરતાં પહેલાં અને પછી હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવશે. પરીક્ષા સેન્ટર પહોંચીને સૌ પહેલાં સાબુ વડે હાથ ધોવાના રહેશે. ત્યારબાદ નવો માસ્ક અને ગ્લવ્ઝ મળશે. ભીડ ઓછી કરવા માટે વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્લોટમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રમાં કોવિડ-19ના નિયમોનું પાલન ન કરવા પર વિદ્યાર્થીને પરીક્ષાથી બહાર કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો