તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપરફ્રૂટ જેકફ્રૂટ ફ્લોર:એક ચમચી જેકફ્રૂટનો લોટ ડાયાબિટીઝ કંટ્રોલ કરશે, BP કંટ્રોલમાં રાખશે, વજન પણ ઘટાડશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાયાબિટીસ. આ બીમારીમાં ભારત ચીન પછી બીજા નંબરે છે. યાને કે દુનિયામાં સૌથી વધુ ડાયાબિટીસ ધરાવતા લોકો ચીન બાદ ભારતમાં છે. ભારતમાં અંદાજે 77 મિલિયન એટલે કે 7 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસથી પીડાય છે. દુનિયાના દર 6 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં 1 ભારતીય છે. કોરોના કાળમાં ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમ વધી ગયું છે તે ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે. પરંતુ આ ડાયાબિટીસને કોઈપણ ડાયટમાં ફેરફાર કર્યા વગર, કોઈ એક્સર્સાઇઝ કર્યા વગર કંટ્રોલમાં રાખવાનો એક રામબાણ ઉપાય જેમ્સ જોસેફ નામના ભારતીય એક્સપર્ટે શોધી કાઢ્યો છે. આ કોઈ દવા નથી પણ આ છે એક લોટ. જી હા, ફણસનો લોટ એટલે કે જેકફ્રૂટ ફ્લોર. 'જેકફ્રૂટ365' નામનું તેમનું સ્ટાર્ટઅપ લોકોને ડાયાબિટીસ કંટ્રોલ કરવાની સાથે અન્ય બીમારીઓને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

માઈક્રોસોફ્ટની નોકરી છોડી 'જેકફ્રૂટ365' સ્ટાર્ટ અપ શરૂ કરનારા જેમ્સ જોસેફ
માઈક્રોસોફ્ટની નોકરી છોડી 'જેકફ્રૂટ365' સ્ટાર્ટ અપ શરૂ કરનારા જેમ્સ જોસેફ

શું છે આ જેકફ્રૂટ?
જેકફ્રૂટ એટલે કે ફણસ, જેને હિન્દીમાં કટહલ કહેવામાં આવે છે. આ શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. શ્રીલંકા અને કેરળમાં અપરિપક્વ જેકફ્રૂટનો ઉપયોગ ભોજન તરીકે ભાત અને ઘઉંને બદલે લેવામાં આવે છે. એટલે કે ત્યાં આ વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. જ્યારે બાકીના ભાગના લોકો ટેન્ડર જેકફ્રૂટનો ઉપયોગ સાઈડ ડિશ તરીકે લે છે. જેકફ્રૂટની 2-3 મહિનાથી ઓછી સીઝન હોય છે. મહત્ત્વની વાત એ છે કે વધુ માત્રામાં પોષક તત્ત્વો પાકી ગયેલા અને ઉતારી લેવામાં આવેલા જેકફ્રૂટમાં જોવા મળે છે જેમાં વધુ શુગર હોય છે. આ ફળ કઈ રીતે ડાયાબિટીસના દર્દી માટે વરદાન સ્વરૂપ છે તે જાણીએ.

જેકફ્રૂટ365
જેમ્સ જોસેફ જેઓ મૂળ કેરળના છે. માઈક્રોસોફ્ટના એક્સ ડિરેક્ટર જેમ્સે પોતાની નોકરી મૂકી જેકફ્રૂટને ભારતના લોકો સુધી પહોંચતા કરવા માટે સફર શરૂ કરી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને મળ્યા ત્યારે તેમણે જોસેફને કહ્યું હતું કે, કેરળ સિવાયના લોકો જેકફ્રૂટનો આહારમાં સમાવેશ કરે એ અઘરું છે. માટે એવું સોલ્યુલ્શન લાવો કે તેને દરેક વ્યક્તિ આહારમાં સામેલ કરી શકે અને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે. ત્યારબાદ તેઓ 'જેકફ્રૂટ365' નામનું સ્ટાર્ટઅપ લઈને આવ્યા. આ જ વર્ષે નેશનલ સ્ટાર્ટ અપ ઇન્ડિયા અવોર્ડની ફૂડ કેટેગરીમાં તેઓ વિજેતા બન્યા છે. તેમનું સ્ટાર્ટઅપ જેકફ્રૂટ ફ્લોર બનાવે છે, જે અન્ય ઇન્ડિયન આહારની સાથે ચોખાના અને ઘઉંના લોટને ડાયાબિટીક ફ્રેન્ડલી બનાવે છે, જે એમેઝોન અને બિગ બાસ્કેટ પર પણ અવેલેબલ છે.

જેકફ્રૂટનો લોટ કઈ રીતે વાપરશો?
જેકફ્રૂટ365 લોટને તમે તમારા રોજિંદા આહારમાં મિક્સ કરીને લઇ શકો છો. 1 ટેબલસ્પૂન તમારા ભોજનના લોટ કે બેટરમાં ઉમેરી દો. ત્યારબાદ જે રીતે તમે ભોજન બનાવતા હો તે જ રીતે બનાવો. ઉદાહરણ તરીકે જો તમે રોટલી બનાવતા હો તો રોટલીના લોટમાં 1 ટેબલસ્પૂન જેકફ્રૂટનો લોટ ઉમેરીને અગાઉ બાંધતાં એ જ રીતે લોટ બાંધીને રોટલી બનાવો. માનો કે ઈડલી બનાવવા ઇચ્છતા હોય તો તેના બેટરમાં જેકફ્રૂટ લોટ ઉમેરી અગાઉની વિધિ મુજબ જ ઈડલી બનાવી આહારમાં લો.

આનાથી ટેસ્ટ કે ટેક્સ્ચરમાં કોઈ જ ફર્ક પડતો નથી. તમારા રોજિંદા આહારની માત્રામાં કોઈપણ વધારો કે ઘટાડો કરવાની જરૂર નથી. રોટલી, પૂરી, આલુ પરોઠા, ઈડલી, ઉત્તપમ, ઉપમા વગેરેના લોટ કે બેટરમાં નાખીને સેવન કરી શકો છો. કંપની આ લોટને દિવસમાં ત્રણ વખત એક ટેબલસ્પૂન પ્રતિ વ્યક્તિ પ્રતિ મીલ લેવાનું સજેસ્ટ કરે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનથી લઇને સિડની યુનિવર્સિટીમાં થયેલાં વિવિધ સ્ટડીમાં જોવામાં આવ્યું છે કે જેકફ્રૂટના નિયમિત ઉપયોગથી 90 દિવસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે.

કઈ રીતે કામ કરે છે?

  • સોલ્યુબલ (soluble) ફાઈબર એટલે કે દ્રવ્ય ફાઈબર મેચ્યોર ગ્રીન જેકફ્રૂટમાં મહત્તમ લેવલ સુધી હોય છે અને જેવા તે પાકી જાય છે કે તે શુગરમાં કન્વર્ટ થઇ જાય છે. સોલ્યુબલ ફાઈબર લોટ બાંધવામાં મદદરૂપ છે કારણકે તે એકબીજાને બાંધી રાખે છે, જે રીતે ઘઉંના લોટમાં ગ્લુટન હોય એવી રીતે. જ્યારે આ આપણા શરીરમાં જાય છે ત્યારે માત્ર શુગરને પોતાની સાથે લઇ લે છે એટલું નહીં પણ કોલેસ્ટેરોલને શરીરમાં એબ્સોર્બ થતું અટકાવીને પોતાની સાથે બાંધી રાખે છે. આ જ સોલ્યુબલ ફાઈબર પાકેલાં જેકફ્રૂટ ઉતાર્યાના બે દિવસમાં નુકસાનકારક શુગરમાં પરિણમે છે.
  • મહત્ત્વની વાત એ છે કે જેકફ્રૂટના હાઈ ફાઇબરને કારણે લો લેવલ શુગર બોડીમાં શોષાઈ જાય છે. જેનો અર્થ છે કે ફૂડ શરીરમાંથી ઝડપથી પસાર થાય છે અને શુગર ટ્રાન્સફર કરવાનો પૂરતો સમય નથી મળતો. જેમ્સ જોસેફે જાણ્યું કે જેકફ્રૂટના 60% ડાયેટરી ફાઈબર ઈનસોલ્યુબલ ફાઈબર એટલે કે અદ્રાવ્ય ફાઈબર છે. આનો અર્થ એ છે કે જેકફ્રૂટ આહારનો મોટાભાગનો જથ્થો શરીરમાંથી પાચન થયા વગર માત્ર પસાર થાય છે અને તે ગટ હેલ્ધી યાને કે પેટ માટે હેલ્ધી છે.
  • ડાયાબિટીસના દર્દીઓ લો વોલ્યુમ ડાયાબિટીક ડાયટ ખાઈને ઘણા ભૂખ્યા થઇ જાય છે અને અંતે અનહેલ્ધી ફૂડ આરોગે છે. જોસેફે ડોક્ટર્સ સાથે આ બાબતે વાત કરી અને તારણ પર આવ્યા કે આ વસ્તુ દર્દીને સારવાર કરતી વખતે નડતી મોટામાં મોટી મુશ્કેલીનો પણ અંત આણી શકે છે.
  • સર્વે મુજબ 30 ગ્રામ જેકફ્રૂટ એક કપ પકવેલા ભાત અને બે ઘઉંની રોટલીને આરામથી રિપ્લેસ કરી શકે છે અને આ જેકફ્રૂટ આ બંનેની સરખામણીએ વધારે તૃપ્ત થયાનો સંતોષ આપે છે. લાંબા સમય સુધી પેટ ભર્યું લાગે છે જેથી અન્ય ફૂડ ખાવાની જરૂરિયાત રહેતી નથી. કાચા જેકફ્રૂટમાં ભાત અને રોટલીની સરખામણીએ સૌથી ઓછો ગ્લાયસિમિક લોડ હોય છે, જેને કારણે તે ડાયાબિટીસ માટે સારું છે.
  • આ સિવાય કાચા જેકફ્રૂટમાં ભાત અને રોટલીની સરખામણીએ કેલરી પણ અડધી હોય છે. જેના કારણે વજન ઘટાડવામાં ફાયદો મળે છે. ચોખા અને ઘઉંની સરખામણીમાં જેકફ્રૂટમાં સોલ્યુબલ ફાઈબરનું હાઈ લેવલ અને કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરીનું ઓછું પ્રમાણ હોય છે.
  • 30 ગ્રામ જેકફ્રૂટમાં 1 ગ્રામ સોલ્યુબલ ફાઈબર અને 3 ગ્રામ ઈનસોલ્યુબલ ફાઈબર હોય છે. 30 ગ્રામ જેકફ્રૂટને દિવસના આહારમાં સામેલ કરવાથી ડાયાબિટીસ, ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ, મેદસ્વિતા જેવી હેલ્થ કન્ડિશનમાં સુધારો જોવા મળે છે.
  • બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું અને કીમોથેરાપીથી પ્રેરિત લ્યુકોપેનિઆને ઘટાડવા માટે આ ક્લિનિકલી સાબિત થયેલું સોલ્યુશન છે જે ભારતના ગ્લુટન ફ્રી નેચરલ પ્લાન્ટ આધારિત ફૂડમાંથી બનાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો