• Gujarati News
  • Utility
  • It's Not Safe To Go Out In The Afternoon, Could The Vomiting Problem Prove Fatal? How To Survive?

વધતી ગરમી બની શકે છે મોતનું કારણ:બપોરના સમયે બહાર નીકળવું સુરક્ષિત નથી, શું ઊલ્ટી-ચક્કરની સમસ્યા જીવલેણ સાબિત થઈ શકે? કેવી રીતે બચશો?

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઠંડીની ઋતુ વિદાય લઈ રહી છે અને ગરમીની ઋતુ શરુ થઈ રહી છે. ગરમીની ઋતુ આ સમયે એક મહિનો આગળ ચાલી રહી છે. અત્યારથી જ બપોરનાં સમયે ચક્કર આવવા, જીવ ગભરાવો, માથાના દુખાવા જેવી સમસ્યા થવા લાગી છે. એકદમથી આવેલી ગરમી તમને પરેશાનીમાં મૂકી શકે છે. જો તમે આ ઋતુમાં જરાપણ બેદરકારી દાખવી તો તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો તો સામનો કરવો જ પડશે સાથે જ તમે તમારો જીવ પણ ગુમાવી શકો છો.

આજે કામના સમાચારમાં આપણે ગરમીને પોતાની જાત પર કેવી રીતે હાવી ન થવા દેવી તે જાણીશું. આ સાથે જ હીટવેવ અને આકરા તાપથી બચવા માટે તમે શું-શું કરી શકો? તે પણ સમજીએ.

અમારા આજનાં એક્સપર્ટ છે - ડૉ. દિલીપ ગુડે, સીનિયર કન્સલટન્ટ ફિઝિશિયન, યશોદા હોસ્પિટલ હૈદરાબાદ, ડૉક્ટર મેઘાવી અગ્રવાલ, ડૉ. બાલકૃષ્ણ ઈન્ચાર્જ પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર, ભોપાલ

આ તમામ બાબતો જોઈને હેલ્થ મિનિસ્ટ્રીએ વધતી ગરમીથી બચવા માટે શું કરવું? અને શું ન કરવું? તેના વિશે અમુક સલાહની લિસ્ટ બહાર પાડી છે.

નીચે વાંચો અને તેને પણ ફોલો કરો...

  • પોતાની જાતને હાઈડ્રેટ રાખો
  • તરસ ન લાગી હોય તો પણ પાણી પીવો
  • બપોરનાં 12-3 વચ્ચેનાં સમયમાં બહાર નીકળવાનું ટાળો
  • સુતરાઉ કપડાં જ પહેરો

પ્રશ્ન- જો બપોરના 12-3 વચ્ચેના સમયમાં નીકળવું જરુરી છે, તો કેવી રીતે નીકળવું?
જવાબ-
જરુરી કામ છે તો નીકળતાં પહેલાં બધા જ પ્રિકોશન સાથે લઈને નીકળવું. આ સિવાય હાર્ટના દર્દીઓ, પ્રેગ્નન્ટ મહિલાઓ, 65 વર્ષથી મોટી ઉંમરનાં લોકો, નાના બાળકોને આકરા તડકાથી બચાવીને રાખો. પ્રિકોશન લીધા પછી પણ ગરમી તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે માટે શક્ય બને ત્યા સુધી આ સમય દરમિયાન કોઈપણ કામ ટાળવું.

વધતી ગરમીથી કઈ-કઈ બીમારીઓ થઈ શકે?

  • થાક
  • બેભાન થવું
  • માઈગ્રેન
  • ડિહાઈડ્રેશન
  • પેટમાં તકલીફ
  • સ્કિનની સમસ્યા

પ્રશ્ન- ગરમીની ઋતુમાં બસ કે કારમાં સફર કરવા પર પણ જીવ ગભરાવા લાગે છે તો આ સમસ્યાને કેવી રીતે દૂર કરશો?
જવાબ-
આ એક પ્રકારની મોશન સિકનેસ છે, પણ અમુક લોકોને વિશેષ તો ગરમીમાં તેનાથી પ્રોબ્લેમ થાય છે એટલે સૌથી પહેલાં આ સમસ્યાનાં નિરાકરણ માટે તમે ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો.

કેવી રીતે કરશો ભ્રામરી પ્રાણાયામ?

  • શાંત અને ખુલ્લી હવાવાળી જગ્યા પર બેસો.
  • તમારી આંખો બંધ કરી લો.
  • તર્જની આંગળીઓને બંને કાન પર રાખો.
  • મોઢુ બંધ રાખીને પહેલા નાકથી શ્વાસ લો અને પછી નાકથી શ્વાસ છોડો.
  • શ્વાસ છોડતા સમયે ॐ નું ઉચ્ચારણ કરી શકો છો.
  • આ પ્રોસેસ 5-7 વાર રીપીટ કરો.

જીવ ગભરાવો કે ઊલ્ટી જેવું લાગવા પર આ ઉપાય કરી શકો છો

  • એક કપ ગરમ પાણીમાં લીંબુનો રસ અને નમક મિક્સ કરીને પી લો.
  • લવિંગ શેકીને પીસી લો. જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ચપટી ભરેલી પીસેલા લવિંગમાં ખાંડ કે બ્લેક સોલ્ટ ઉમેરીને તેને ચૂસતા રહો.
  • જ્યુસ સાથે જરુર રાખજો. વચ્ચે-વચ્ચે તેને પીતા રહો. તેનાથી શરીરમાં થતી ગરમી દૂર થશે.
  • આદુનો નાનો ટુકડો મોઢામાં રાખો અને તેને ચૂસતા રહો. સારું લાગશે.
  • ફુદીનાની ટેબલેટ કે લિક્વિડ સીરપ સાથે રાખો. તેનાથી પેટમાં ઠંડક મળશે.
  • બસમાં મુસાફરી કરી રહ્યા છો તો સીટ પર બેસતાં પહેલાં પેપર પાથરી લો, તેનાથી ઊલ્ટીં નહી આવે.

મોશન સિકનેસ સામાન્ય રીતે કોઈપણ ઋતુમાં થઈ શકે છે. મુસાફરી દરમિયાન ઊલ્ટી આવવી તેનાં લક્ષણોમાંનું એક છે. તે કોઈ બીમારી નથી. તેમાં તમારા મગજને કાન, આંખ અને ત્વચામાંથી અલગ-અલગ પ્રકારનાં સિગ્નલ મળી શકે છે. જેના કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કન્ફ્યૂઝ થઈ જાય છે અને આ પરેશાની થવા લાગે છે.

પ્રશ્ન- કોઈને પણ ગરમીનાં કારણે ચકકર આવી જાય તો ઈમરજન્સીમાં સૌથી પહેલા શું કરવુ જોઈએ?
જવાબ-
ચકકર આવવા પર સૌથી પહેલા તો ત્યાં આસપાસની ઠંડકવાળી જગ્યામાં બેસી જવુ જોઈએ. જો શક્ય બને તો સૂઈ જાઓ અને પગને થોડા ઉપર કરી લો. તે પછી ORS, ગ્લુકોઝ જે પણ સરળતાથી ઉપલબ્ધ છે તેને પી લો.

પ્રશ્ન- ગરમીથી અમુક લોકો બેભાન થવા લાગે છે, તેણે કેવી રીતે એલર્ટ રહેવાની જરુરિયાત છે?
જવાબ-
તમે નીચે લખેલી વાતોને ફોલો કરો...

  • જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય કે ઊલ્ટી કરે તો તેને પીવા માટે કંઈ જ ન આપો.
  • બોડી ટેમ્પરેચરને ઘટાડવા માટે જાતે જ કોઈ દવા ન લેવી
  • બોડી ટેમ્પરેચર વધી જાય ને જો કોઈ બેભાન થઈ જાય તો તુરંત 108/102 પર કોલ કરો.
  • દર્દીને એવા રુમમાં રાખો કે જ્યા તડકો સીધો આવે છે.

પ્રશ્ન- તડકામાંથી આવ્યા પછી ઠંડુ કે નોર્મલ પાણી કેટલા સમય પછી પીવુ જોઈએ?
જવાબ-
ગરમીમાં બહારથી આવ્યા પછી જ્યારે 5-10 મિનિટ પછી તમારુ બોડી ટેમ્પરેચર સામાન્ય થઈ જાય ત્યારે ઠંડુ પાણી પીવો.

પ્રશ્ન- ગરમીમાં પરસેવાની ગંધથી બાજુવાળાને તકલીફ થાય છે તો તેના નિવારણ માટે શું કરી શકીએ?
જવાબ-
વધુ ને વધુ પાણી પીવો. આમ, કરવાથી તમારા પરસેવામાં આવતી દુર્ગંધ થોડા સમયમાં જ દૂર થઈ જાય છે.

પ્રશ્ન- ઘણીવાર લોકો એવી સલાહ આપે છે કે, લાંબા સમય સુધી ન્હાવાથી તમારા શરીરમાં સોજા ચડી જાય છે તો શું તે વાત સાચી છે?
જવાબ-
ના એવું કંઈ જ નથી. રિસર્ચમાં પણ એ વાત સામે આવી હતી કે, રાતમાં સૂતા પહેલા સ્નાન ન કરવુ જોઈએ. તેનાથી તમારી ઊંઘ સારી રીતે પૂરી થાય છે.

પ્રશ્ન- આ ઋતુમાં જો કયાય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ?
જવાબ-
ઋતુ વિશે ડે ટુ ડે અપડેટ રાખો. જેથી, તમે ઘરની બહાર નીકળો તે પહેલા અમુક પૂર્વતૈયારી સાથે નીકળો. ACવાળા રુમમાંથી સીધા જ તડકામાં જવાની ભૂલ ક્યારેય ન કરશો. તડકામાંથી આવીને તરત જ હાથ-મોઢુ ધોઈ લેવા.

પ્રશ્ન- ગરમીનું પ્રમાણ વધતા જ ઊલ્ટી-દસ્ત કે ડાયરિયાનાં કેસ પણ દરેક ઘરમાં વધી જાય છે, તેને ઠીક કરવા માટેનો ઘરેલૂ ઉપાય શું છે?
જવાબ-
વારંવાર ઊલ્ટી અને લૂઝ મોશનનાં કારણે તમને શરીરમાં નબળાઈનો અનુભવ થાય છે. આ પરિસ્થિતિમાં તમારે ખાણીપીણીનું વધુ પડતું ધ્યાન રાખવુ પડશે.

આ રીતે ઠીક કરો-

  • મગદાળ અને ચોખાની ખીચડી ખાવ. પાતળી ખીચડી ખાવાથી પાચનમાં તકલીફ આવી શકે નહી. દહીની સાથે ખાવાથી તેનો સ્વાદ પણ વધશે અને પેટ પણ સ્વસ્થ રહેશે.
  • નમક, ખાંડ અને પાણીની પેસ્ટ તૈયાર કરીને દિવસમાં 2-3 વાર પીવો. દસ્તની સમસ્યામાં નમક-ખાંડની પેસ્ટ એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઈટ હોય છે. તે તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે. તેની સાથે જ તમે ગ્લુકોઝ અને નારિયેળ પાણી પણ પી શકો છો. તે તમને દસ્તની સમસ્યામાં રાહત આપી શકે છે.
  • કેળામાં ભરપૂર ફાઈબર હોય છે. દસ્તની સમસ્યામાં કેળાનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. તે પેટ અને પાચનની પ્રોસેસને ઠીક કરી શકે છે. એ વાતનું ધ્યાન રાખવું કે, દસ્તની સમસ્યા થવા પર પાકા કેળા જ ખાવા. કાચા કેળા ખાવાના કારણે સમસ્યા થઈ શકે અને વધી શકે.
  • દહીનું સેવન પેટ ખરાબ થવા પર જરુરી છે. દહીમાં પ્રોબાયોટિકનો સમાવેશ થાય છે. આ સાથે જ દહીમાં ગૂડ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જેના કારણે દસ્તની સમસ્યામાં રાહત મળે છે. દહીમાં શેકેલુ જીરુ પાવડર, બ્લેક સોલ્ટ અને સૂકાયેલ ફૂદીના પીસીને રાયતુ બનાવી શકો છો. તે પેટ માટે ખૂબ જ લાભદાયી છે.
  • ગરમીમાં પેટનાં ગરમાવાને દૂર કરવા માટે અને તંદુરસ્ત રાખવા માટે લીંબુ પાણી પીવો. તેનાથી તમારુ શરીર હાઈડ્રેટ રહે છે, જેનાથી તમને જલ્દી જ આરામ મળી જાય છે.

પ્રશ્ન- આ ઋતુમાં થાક લાગે કે આળસ આવે તો તમે શું કરી શકો?
જવાબ-
તમારા શરીરમાં 70% પાણી છે. જો પાણીની કમી થશે તો નબળાઈ આવી જશે. આ સાથે જ ઋતુગત ફળોનું શક્ય તેટલું સેવન કરો.

પ્રશ્ન- દર વર્ષે લૂ ના કારણે અનેક મોત થઈ રહ્યા છે તો શું વધતી ગરમી પણ મોતનું કારણ બની શકે?
જવાબ-
આ વર્ષે વધતા ટેમ્પરેચરે અત્યારથી જ લોકોને પરેશાનીમાં મૂકી દીધા છે. પોસ્ટ કોવિડ લોકોની ઈમ્યૂનિટી તો વીક છે જ સાથે જ લોકોએ એક્સરસાઈઝ કરવાની પણ બંધ કરી દીધી છે. એવામાં જો ધ્યાન ન રાખવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.