સુવિધા/ / ITR વેરિફાય કરવું સરળ બન્યું, આવકવેરા વિભાગે ઈ-પોર્ટલ પર નવી સુવિધા શરૂ કરી

ITR Verify Easy, Income Tax Department Launches New Feature on e-Portal

Divyabhaskar.com

Aug 11, 2019, 10:34 AM IST

યુટિલિટી ડેસ્કઃ કરદાતાઓને રાહત આપવા માટે આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રીટર્ન (ITR) ચકાસવા માટે નવી સુવિધા આપી છે. આ સુવિધા અંતર્ગત કરદાતાઓ લોગ ઇન કર્યાં વગર પોતાનું ITR ચકાસી શકે છે. આવકવેરા વિભાગે ITR વેરિફાય કરવા માટે તેનાં ઇ-ફાઇલિંગ પોર્ટલ પર નવી લિંક શરૂ કરી છે. આ લિંક પોર્ટલ પર ડાબી બાજુએ ઇ-વેરિફાય રીટર્ન નામથી ક્વિક લિંક સેક્શનમાં બનાવવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરવાથી નવું ઈ-વેરિફિકેશન પેજ ખૂલશે. અહીં તમે પાનકાર્ડ, અસેસમેન્ટ યર અને ITR ફોર્મ -5માં આપવામાં આવેલ એકનોલેજમેન્ટ નંબર વિશે માહિતી આપીને તમારું ITR વેરિફાય કરી શકો છો.

120 દિવસમાં ITR વેરિફાય કરવાનું રહેશે
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ITR ફાઇલ કર્યાં પછી 120 દિવસની અંદર તેને વેરિફાય કરવાનું રહેશે. ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. આ પછઈ તમે ITR વેરિફાય કરી શકો છો.

જો તમે તમારું ITR વેરિફાય નથી કરતા તો તેની પર કોઈ પ્રક્રિયા અનુસરવામાં આવશે નહીં. પરંતુ ITR ફાઇલ ન કરવા બદલ તમને દંડ થઈ શકે છે.

ITR વેરિફાય કરવું એ આવકવેરાના કાયદા અનુસાર ફાઇલિંગનું છેલ્લું પગલું છે. ITR ભર્યાં પછી તેનને વેરિફાય કરવું ફરજિયાત નથી.

X
ITR Verify Easy, Income Tax Department Launches New Feature on e-Portal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી