• Gujarati News
  • Utility
  • ITBP Constable Recruitment 2021: 65 Vacancies For Constable Posts, Indian Tibetan Border Police Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ITBPએ ધોરણ 10 પાસ માટે પોલીસ કોન્સ્ટેબલની ભરતી જાહેર કરી, 5 જુલાઈથી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ થશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 18થી 23 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 21,700થી લઈને 69,100 રૂપિયાનો પગાર મળશે

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલ(જનરલ ડ્યુટી)ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 5 જુલાઈથી શરુ થશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 2 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 65 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 65

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 18થી 23 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
ઓનલાઇન અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 5 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 2 સપ્ટેમ્બર

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ(PST)અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC: 100 રૂપિયા
SC/ST: કોઈ ફી નથી

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 21,700થી લઈને 69,100 રૂપિયાનો પગાર મળશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ