તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • It Would Take 500 Years To Dissolve A Corona resistant PPE Kit If It Was Thrown Away, If Burned, The Trees Would Be Able To Absorb The Gas From It In 182 Days, Learn More

વિશ્વ પર્યાવરણ દિવસ:કોરોનાથી બચાવતી PPE કિટને ફેંકી દેવામાં આવે તો તેને ઓગળવામાં 500 વર્ષ લાગશે, જો સળગાવવામાં આવે તો, વૃક્ષો તેમાંથી નીકળતા ગેસને 182 દિવસમાં શોષી શકશે, જાણો બીજું ઘણું બધું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં અત્યારે પણ કોરોનાને મહામારી જ સમજવામાં આવે છે, પરંતુ એક સત્ય એ પણ છે કોરોના આપણા પર્યાવરણ માટે એક મોટું જોખમ છે. હકીકતમાં તેનો સામનો કરવામાં જોડાયેલી દુનિયા ખતરનાક બાયો મેડિકલ વેસ્ટ (BMW)નો એટલો ઉંચો પહાડ બનાવી રહી છે કે તેનો જલ્દી નિકાલ કરવો મુશ્કેલ થઈ જશે. તેને એક PPE (Personal Protective Equipments) કિટના ઉદાહરણથી સમજી શકાય છે. PPE કિટમાં પોલિપ્રોપિલિનમાંથી બનાવવામાં આવેલો બોડી સૂટ, લોઅર, હેડ કવર, બૂટ કવર, ગ્વલ્ઝ અને ગોગલ્સ સામેલ થાય છે.

N-95 માસ્ક અલગ હોય છે. હવે જો ઉપયોગ બાદ કોઈ PPE કિટને ફેંકવામાં આવે તો તેને ઓગળવામાં 500 વર્ષ લાગશે. તેમજ જો તેને બંધ ભઠ્ઠીમાં સળગાવવામાં આવે એટલે કે ઈન્સિનરેશન કરવામાં આવે તો તેનાથી 3816 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) નીકળશે. CO2ને શોષવા માટે કોઈ એક વૃક્ષને 182 દિવસ લાગશે. બીજા શબ્દોમાં કહીએ તો 182 વૃક્ષો આટલા CO2ને એક દિવસમાં નષ્ટ કરી શકશે. આવી જ રીતે દરરોજ કરોડોની સંખ્યામાં બનાવવામાં આવી રહેલા મેડિકલ અને N-95 માસ્ક અને દરરોજ વાતાવરણમાં છાંટવામાં આવતું સેનિટાઈઝર-ડિસઈન્ફેક્ટેન્ટે પણ પર્યાવરણ માટે મોટું જોખમ પેદા કર્યું છે.

તો જાણે કેવી રીતે કોરોના પર્યાવરણ માટે મોટું જોખમ બની રહ્યો છે, ખાસ કરીને ભારતમાં...

ડેટા એનાલિસિસઃ જે વિસ્તારમાં પ્રદૂષણ વધારે, ત્યાં કોરોનાથી મૃત્યુ પણ વધારે
સમગ્ર વિશ્વના સંશોધકો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પર્યાવરણમાં ફેલાઈ રહેલા પ્રદૂષણને કોરોનાના ફેલાવા, તેની ગંભીરતા અથવા તેના કારણે મૃત્યુ સાથે કોઈ લેવાદેવા છે કે નહીં. કેટલીક સ્ટડીમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કોરોનાથી મૃત્યુની પાછળ પ્રદૂષણ પણ એક કારણ હોઈ શકે છે. જો કે, આ સંબંધ અત્યારે માત્ર પ્રદૂષણણ અને કોરોના સાથે સંબંધિત ડેટાના એનાલિસિસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. મેડિકલ જર્નલ કાર્ડિયોવસ્ક્યુલર રિસર્ચમાં પ્રકાશિત એક પેપરના અનુસાર, દુનિયામાં 15 ટકા મૃત્યુનો સીધો સંબંધ લાંબા સમય સુધી PM (પાર્ટિક્યુલેટ મેટર)ના સંપર્ક સાથે છે. બીજી તરફ વર્લ્ડ બેંકના એક પોલિસી રિસર્ચ વર્કિંગ પેપરના અનુસાર, ભારતમાં પાર્ટિક્યુલેટ મેટર 2.5 (PM 2.5) પ્રદૂષણમાં પ્રત્યેક 1% વધારાની સાથે કોરોનાથી મૃત્યુનો આંકડો 5.7 ટકા પોઈન્ટ વધી જાય છે. ધૂળવાળા આ પ્રદૂષણથી કોરોનાથી મૃત્યુનો દર પણ વધી જાય છે.