• Gujarati News
  • Utility
  • It Will Launch The App 20% Faster Than Before, Making Screen Recording Easier; Find Out What's Special About The New Update

એન્ડ્રોઈડ 11 લોન્ચ:તે પહેલાં કરતા 20% વધુ ઝડપથી એપ લોન્ચ કરશે, સ્ક્રીન રેકોર્ડિંગ સરળ બનશે; નવા અપડેટમાં શું ખાસ છે તે જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક મેસેન્જની જેમ દરેક ચેટ એપનું બબલ શરૂ થશે, કોઈપણ સ્ક્રીન પર ચાલુ રાખી શકશો ચેટિંગ
  • જો કોઈ એપનો ઉપયોગ લાંબા સમય સુધી નથી કરી રહ્યા તો સિસ્ટમ આપમેળે લોકેશન જેવી પરવાનગીને બંધ કરશે

ફેબ્રુઆરીમાં તેની જાહેરાત થયા પછી આખરે એન્ડ્રોઈડ 11 ગત મંગળવારે લોન્ચ થઈ ગયું છે. અત્યારે શરૂઆતમાં ફક્ત ગૂગલના પિક્સલ સ્માર્ટફોન માટે ઉપલબ્ધ આ નવું એન્ડ્રોઈડ અપડેટ આવનાર સપ્તાહમાં કેટલાક અન્ય યુઝર્સને પણ મળશે. ઓપો, શાઓમી, જેવી ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ તેમના નવા મોડેલમાં નવા વર્ઝનને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, એન્ડ્રોઈડ 11 પહેલા કરતાં 20 ટકા વધુ ઝડપે એપ્સ લોન્ચ કરશે.

જાણો એન્ડ્રોઈડ 11ના નવા ફિચર્સ વિશે

સ્ક્રીન રેકોર્ડિંગ
સ્ક્રીન રેકોર્ડિંગ ફીચર સ્ક્રીનશોર્ટની જેમ જ છે, જેમાં યુઝર તેની સ્ક્રીનની ગતિવિધીઓને વીડિયોની જેમ રેકોર્ડ કરી શકે છે. જો કે, આ અપડેટ પહેલા પણ આ ફીચર ઘણા સ્માર્ટફોનમાં ઉપલબ્ધ હતું. બિલ્ટ-ઈન એટલે કે પહેલાથી જ ઈન્સ્ટોલ સ્ક્રીન રેકોર્ડિંગ ઓપ્શનની સાથે યુઝર ફોનની મદદથી ટ્યુટોરિયલ વીડિયો સરળતાથી બનાવી શકે છે.

વાતચીત કરવાની નવી રીત
એન્ડ્રોઈડ 10માં જ્યારે તમે સ્ક્રીન પર નીચે સ્વાઈપ કરો છો, તો નોટિફિકેશન બાર નીચેની તરફ આવતું હતું. એન્ડ્રોઈડ 11માં હવે આ બારને બે ભાગમાં વહેંચવામાં આવશે. પહેલા ભાગમાં તમારી નોટિફિકેશન હશે, જ્યારે બીજા (કન્વર્ઝેશન) ભાગમાં ચેટ હશે. કન્વર્ઝેશન ભાગમાં વ્હોટ્સએપ, મેસેન્જર અને ટ્વિટર જેવી એપનું નોટિફિકેશન હશે.

ઘણી વખત નોટિફિકેશનની વચ્ચે આપણા મેસેજ દબાઈ જાય છે. જો કે, નવા કન્વર્ઝેશન ભાગમાં આપણને મેસેજની જાણકારી મળશે. તેની મદદથી તમે નોટિફિકેશન દ્વારા રીપ્લાય કરી શકશો. એટલું જ નહીં તમે તમારા ચેટનું બબલ પણ તૈયાર કરી શકો છો. આ બબલ તમે પહેલાં પણ ફેસબુક મેસેન્જરમાં જોઈ ચૂક્યા છો. તેની મદદથી તમે કોઈ બીજી એપ યુઝ કરતા હશો તો પણ રીપ્લાય કરી શકશો.

નવા કંટ્રોલ્સ
સ્માર્ટ હોમ ડિવાઈસઃ એન્ડ્રોઈડ 11ના કેટલાક ફીચર્સ તે લોકોને વધારે મદદ કરશે જે ફોનથી ઘરનું AC, ફ્રિજ અને ટીવી જેવા ડિવાઈસને કંટ્રોલ કરે છે. નવા વર્ઝનમાં યુઝર માત્ર પાવર બટનને લાંબા સમય સુધી દબાવીને આ ઓપ્શનને ઓપન કરી શકશે. ઘરની વાત કરીએ તો એક નવું ફીચર બેડટાઈમ મોડ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ફીચરને યુઝર જો રાતમાં ચાલુ કરશે તો ડૂ નોટ ડિસ્ટર્બ મોડ શરૂ થઈ જશે અને ફોનની સ્ક્રીન બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જશે.

મ્યુઝિક કંટ્રોલ
ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝનમાં અપડેટ કર્યા બાદ યુઝર માટે બ્લૂટૂથ સ્પીકર અથવા બીજા ડિવાઈસ પર ગીતો સાંભળવાનું સરળ બનશે. જો તમે એરો પ્લેન મોડ શરૂ કરશો તો તમારું બ્લૂટૂથ ડિવાઇસ ફોનથી કનેક્ટ રહેશે અને તમારે તેને વારંવાર કનેક્ટ કરવાની જરૂર નહીં પડે.

એપ્લિકેશન્સને હેન્ડલ કરવાની સમસ્યા દૂર
એન્ડ્રોઈડ 11 અપડેટ પહેલાં જો યુઝર એપને પોતાના હિસાબથી એક જગ્યાએ રાખવા માગે છે તો, તેને પહેલા ફોલ્ડર બનાવવું પડતું હતું. એન્ડ્રોઈ 11ના સ્માર્ટ ફોલ્ડરની મદદથી ફોન આપમેળે જ એપ્સને તેના કામ પ્રમાણે રાખશે. જેમ કે, ગેમ ફોલ્ડરમાં ગેમ્સ હશે.

સિક્યોરિટી અને પ્રાઈવેસીમાં પણ ફાયદો
નવા એન્ડ્રોઈડ અપડેટ બાદ તમે ફોનની કોઈપણ એપને માત્ર એક વખત લોકેશન અથવા સ્ટોરેજ જેવી મંજૂરી આપી શકો છો. પહેલાં આપણને કોઈપણ એપને મંજૂરી આપતા સમયે બે ઓપ્શન (ઓલ ધ ટાઈમ) અને (ઓનલી વાઈલ યુઝિંગ એપ) મળતા હતા. જો તમે "ઓલ ધ ટાઈમ" પસંદ કરો છો, તો એપ દર વખતે તમારા વ્યક્તિગત ડેટાની માહિતી જેમ કે સ્થાન, સ્ટોરેજ, સેન્સરનો ઉપયોગ હંમેશા લેતી હતી.

જ્યારે તમે ઓનલી વાઈલ યુઝિંગ એપને પસંદ કરતા હતા, તો એપ માત્ર ઉપયોગના સમયે જ ડેટા સુધી પહોંચી શકતી હતી. તે ઉપરાંત જો તમે કોઈ એપનો ઉપયોગ લાંબા સમય સુધી નથી કરી રહ્યા તો તમને અપાયેલી બધી પરમિશન આપમેળે બંધ થઈ જશે.

કયા સ્માર્ટફોનને મળશે નવું અપડેટ
એન્ડ્રોઈડ 11 અપડેટ અત્યારે અમુક જ બ્રાન્ડ્સના પસંદગીના સ્માર્ટફોન મોડેલ્સને મળશે. તેમાં ગૂગલ પિક્સલ, ઓપો, વન પ્લસ, રિયલમી, શાઓમી, નોકિયા સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...