• Gujarati News
  • Utility
  • It Will Get A 50MP Dual Rear Camera Setup, Know About The Price And Other Features

રિયલમી 10 સ્માર્ટફોન લોન્ચ થયો:50MPનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે, જાણો કિંમત અને અન્ય ફીચર્સ વિશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રિયલમી (Realme)એ પોતાનો નવો સ્માર્ટફોન રિયલમી-10 લોન્ચ કર્યો છે. આ એક 4G સ્માર્ટફોન છે, જેમાં 50MPનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ સ્માર્ટફોનની સ્ટાર્ટિંગ પ્રાઈસ 13,999 રુપિયા છે. જેનું વેચાણ 15 જાન્યુઆરીથી શરુ થશે.

બે વેરિઅન્ટમાં લોન્ચ થયો સ્માર્ટફોન
આ સ્માર્ટફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પહેલા વેરિઅન્ટમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ મળે છે. તેની કિંમત ₹13,999 છે તો બીજા વેરિઅન્ટમાં તમને 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળી આવે છે. તેની કિંમત ₹16,999 છે.

6.4 ઇંચની ફુલ HD સ્ક્રિન
આ સ્માર્ટફોનમાં 6.4 ઈંચની ફુલ HD+ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ-5ની પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન MediaTek Helio G99 SoCથી સજજ છે.

ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા મળશે
આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. તેનું પહેલું સેન્સર 50MPનું છે અને બીજું 2MPનું મોનોક્રોમ સેન્સર છે. આ સાથે જ 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

5000mAhની બેટરી
આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 33Wનું SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોન 28 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે. આ સ્માર્ટફોન તમને બે કલરમાં મળી રહેશે ક્લેશ વ્હાઈટ અને રશ બ્લેક.

અગાઉ શાઓમીએ લોન્ચ કરી 5G સ્માર્ટફોન સીરિઝ
શાઓમીએ ગુરુવારનાં રોજ ભારતમાં ત્રણ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે રેડમી નોટ-12, રેડમી નોટ-12 પ્રો અને રેડમી નોટ-12 પ્રો પ્લસ. દિલ્હીમાં એક ઇવેન્ટમાં કંપનીએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટફોન નેક્સ્ટ જનરેશનનાં 5G સ્માર્ટફોન છે. કંપની આ સ્માર્ટફોનને સુપર નોટ્સ પણ કહી રહી છે.