તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોપ-અપ હોમ લોનના ફાયદા:તેમાં ઓછા વ્યાજે વધુ લોન મળે છે, અહીં જાણો તેનાથી સંબંધિત 5 ખાસ બાબતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોમ લોન પર ટોપ-અપ પણ 30 વર્ષના સમયગાળા માટે લઈ શકાય છે
  • તેના અંતર્ગત પર્સનલ લોનની તુલનામાં તમને ઓછા વ્યાજ દરે લોન મળે છે

જો તમે હોમ લોન લઈને રાખી છો તમે આ લોન પર ટોપ-અપ લોન લઈ શકો છો. તેના અંતર્ગત તમને ઓછા વ્યાજ દર પર વધારે લોન મળે છે. હોમ લોનની ટોપ-અપ લોન પણ 30 વર્ષના સમયગાળા માટે લઈ શકાય છે. આજે અમે તમને ટોપ-અપ હોમ લોન સંબંધિત કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ.

કોઈ પણ કામ માટે લોનનો ઉપયોગ કરી શકો છો
હોમ લોન ટોપ અપનો ઉપયોગ કોઈપણ ઉદ્દેશ્ય માટે જેમ કે ઘરના સમારકામ, બાળકોના અભ્યાસ, દિકરીના લગ્ન અથવા વધારાની પ્રોપર્ટી ખરીદી માટે પણ કરી શકાય છે. લોનનીચૂકવણીની સાથે સાથે ટોપ-અપ લોનના માસિક હપ્તાની પણ ચૂકવણી કરવાની હોય છે.

30 વર્ષ માટે લોન લઈ શકાય છે
હોમ લોન પર ટોપ-અપ પણ 30 વર્ષના સમયગાળા માટે લઈ શકાય છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી તમારી સુવિધા પ્રમાણે તેની ચૂકવણી કરી શકો છો. તેને તમે સરળતાથી હોમ લોનની સાથે ચૂકવી શકો છો.

ઓછા વ્યાજ પર લોન મળે છે
તેના અંતર્ગત પર્સનલ હોમની તુલનામાં તમને ઓછા વ્યાજ દર પર લોન મળે છે. જો તમે પર્સનલ લોન લેવાના છો તે તમને વાર્ષિક 10થી 12%ના દરે મળશે, જ્યારે ટોપ-અપ હોમ લોન તમને લગભગ 8થી 9% વાર્ષિક વ્યાજ દર પર મળી જશે. આવી સ્થિતિમાં ટોપ-અપ હોમ લોન લેવા પર પર્સનલ લોનની તુલનામાં ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

વધારે લોન મળે છે
તેમાં તમે 50 લાખ રૂપિયા અથવા તેનાથી પણ વધારે લોન લઈ શકો છો. જો કે, તેમાં તમારી ટોપ અપ લોન અમાઉન્ટ તમારી હોમ લોન પર આધાર રાખે છે. તેમજ પર્સનલ લોન અમાઉન્ટ મહત્તમ 40 લાખ રૂપિયાની લઈ શકો છો. આવી સ્થિતિમાં જો તમને વધારે પૈસાની જરૂર હોય તો ટોપ-અપ લોન લેવી યોગ્ય રહેશે.

સરળતાથી ટોપ-અપ હોમ લોન મળે છે
હોમ લોન લીધી હોય તેના પછી તમે આ લોન લઈ શકો છો. સામાન્ય રીતે બેંક હોમ લોનના રિપેમેન્ટની પેટર્ન જોઈને તમને ટોપ અપ લોન આપે છે. આવી સ્થિતિમાં જો તમે સમયસર હોમ લોનના હપ્તા ભરતા હો, તો તમને સરળતાથી ટોપ-અપ હોમ લોન મળી જશે.

શું છે ટોપ-અપ હોમ લોન?
જો તમે હોમ લોન લઈ રાખી છે તો આ લોન પર ટોપ-અપ લોન લઈ શકો છો. જે રીતે તમે તમારા મોબાઈલ ફોનમાં ટોપ અપ રિચાર્જ કરો છો અને તમારા ફોનમાં બેલેન્સ આવી જાય છે, એવી જ રીતે તમે હોમ લોનને ટોપ અપ કરી શકો છો. તે તમને તમારી હોમ લોન પર મળે છે તેથી હોમ લોનની ચૂકવણીની સાથે ટોપ-અપ લોનની માસિક ચૂકવણી કરવાની હોય છે. તેની સમય મર્યાદા સામાન્ય રીતે હોમ લોન જેટલી જ હોય છે.

કઈ બેંક કેટલા વ્યાજ દરે ટોપ-અપ લોન આપી રહી છે

બેંકવ્યાજ દર (%)કેટલી લોન લઈ શકાય છે (રૂ.)સમયગાળો
SBI7.90- 10.20નો લિમિટજ્યાં સુધી હોમ લોનનો સમયગાળો છે
HDFC7.90- 8.4050 લાખ30 વર્ષ માટે
एक्सिस बैंक6.9-7.7050 લાખજ્યાં સુધી હોમ લોનનો સમયગાળો છે
ICICI

8.60 - 9.40

નો લિમિટજ્યાં સુધી હોમ લોનનો સમયગાળો છે
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો