• Gujarati News
  • Utility
  • It Is Very Important To Roam Outside In Winter, Learn How To Prepare Children To Play And Roam In Coronavirus.

ફિટનેસ મંત્ર:નાના બાળકોને 10થી 15 મિનિટ બહાર વોક કરાવો, જાણો બાળકોને બહાર ફરવા લઈ જવા માટે કેવી રીતે તૈયાર કરશો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બહાર જતી વખતે બાળકોને મજબૂત અને ગરમ કપડાં પહેરાવો
  • બાળકોને ઠંડીથી બચવા માટે સમયાંતરે ડ્રાયફ્રુટ્સથી બનેલો નાસ્તો આપો

એલિઝાબેથ ક્વાક હેફરેન: કોરોનાકાળમાં પણ ઘરની બહાર ફરવા જવું જરૂરી છે. સવારે તાજી હવા અને સૂર્ય પ્રકાશ વિટામિન-D અને રિફ્રેશમેન્ટ માટે સૌથી સારો સ્ત્રોત છે. ઠંડીમાં તે બાળકો માટે જરૂરી છે. જો તમે ઠંડીમાં સવારે બાળકો સાથે ફરવા જવા માગો છો તો કટલીક તૈયારી કરવી જરૂરી બને છે. સારો માસ્ક, ગરમ કપડાં, ગ્લવ્ઝ, ટોપી અને શૂ પહેરવા આવશ્યક છે. જો આટલી તૈયારી કરી લીધી તો તમે બાળકો સાથે કોઈ પણ પાર્કમાં રમવા, એક્સર્સાઈઝ કરવા અને સૂર્ય પ્રકાશ લેવા માટે જઈ શકો છો.

બાળકોને આ રીતે તૈયાર કરો
બાળકોને ગરમ કપડાં પહેરાવો

  • આ શિયાળો સામાન્ય નથી ન તો તમારા માટે કે ન બાળકો માટે. આ વખતે શિયાળામાં કોરોનાવાઈરસની પણ હાજરી છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શિયાળામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, પરંતુ બાળકો ઘરની બહાર ફરવા જાય તે પણ જરૂરી છે. સતત ઘરની અંદર રહેવાથી બાળકોનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેથી બાળકોને બહાર ફરવા લઈ જવા જોઈએ.
  • બહાર જતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે બાળકોને મજબૂત અને ગરમ કપડાં પહેરાવો. આ વખતે લા-લીનાને લીધે વધારે ઠંડી પડશે. નાની બેદરકારી પણ ભારે પડી શકે છે. જો તમે બાળકોને યોગ્ય કપડાં પહેરાવ્યા છે તો ગભરાવવાની વાત નથી.
  • બાળકોને ખુશ રાખો

વેલી ફોરેસ્ટ સ્કૂલના આઉટડોર એજ્યુકેશનના હેડ બેકન ક્વરિન કહે છે કે, જે બાળકોને આપણે રમવા માટે ફ્રી મૂકી દઇએ છીએ તે સામાન્ય રીતે ખૂબ જ ખુશ રહે છે. ઠંડીમાં થનારી તમામ માનિસક પડકારોથી તેમનું ધ્યાન વિચલિત કરવા માટે સૌથી સારી રીતે છે કે તેમને ખુશ રાખવામાં આવે. સામાન્ય રીતે સતત વધુ ભારે કપડાં પહેરવાથી બાળકો ચીડિયા થઈ જાય છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, શિયાળા દરમિયાન નાનાં બાળકોને વોક કરાવો. જેટલું વધારે તેઓ ચાલશે એટલા તે ગરમાવો મહેસૂસ કરશે. તેથી, સવારે બાળકોને કસરત તરીકે 10થી 15 મિનિટ સુધી ચલાવવા જોઈએ.

હેલ્ધી નાસ્તો કરાવો

  • શિયાળામાં આપણને વધારે ઊર્જાની જરૂર હોય છે. આ બાળકોને પણ લાગુ પડે છે. તેથી જ્યારે પણ તમે તેમને બહાર ફરવા અથવા રમવા માટે લઈ જાઓ ત્યારે તમારી સાથે કેટલાક એનર્જેટિક સ્નેક્સ રાખો. તમે ડ્રાયફ્રૂટમાંથી બનાવેલા નાસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો. બાળકોને ઘણા બધા નાસ્તા ખવડાવવાને બદલે તેમને સમયાંતરે થોડું-થોડું ખવડાવતા રહો. આ તેમના શરીરમાં ઊર્જાનું સંતુલન જાળવશે.
  • એ વાતનું ધ્યાન રાખવું કે શિયાળામાં બાળકોને તમે જે કંઇ ખવડાવતા હોવ તેમાં હાઈ કેલરી ન હોય. કેમ કે, ઠંડીમાં આપણું ડાયજેશન થોડું ધીમું થઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકોને ભારે ખોરાક ખવડાવવાથી કબજિયાત અને ગેસની સમસ્યા થઈ શકે છે.

આઉટિંગ કરો

  • શિયાળામાં ઘણા લોકો ઘરના ટેરેસ અને બાલ્કનીમાં જવાનું પસંદ કરે છે. ત્યાં પણ તમને અને તમારા બાળકોને તડકો અને તાજી હવા મળશે. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે, બહાર જવાથી એક અલગ પ્રકારની માનસિક રાહત મળે છે.
  • ઘરની આસપાસ વધુ લોકો રહેતા હોય તો ઘરની હવા એટલી ફ્રેશ નથી હોતી જેટલી ગાર્ડન અથવા પાર્કની હોય છે. ઘરની છત પર ઘણી વખત સૂર્યપ્રકાશ સીધો આવતો નથી. તડકો જો ડાયરેક્ટ મળે છે તો તેમાં વિટામિન-Dના તત્ત્વો વધારે હોય છે.
  • ઘરની બહાર જતા લોકેશન બદલાય છે અને વોકિંગ પણ થઈ જાય છે. એક્સપર્ટ્સ કહે છે કે, બાળકોમાં બહાર જવાના નામે વધુ ખુશી અને એક્સાઈટમેન્ટ જોવા મળે છે. તેથી ઘરમાં એક્સર્સાઈઝ કરવાની જગ્યાએ બાળકોની સાથે દરરોજ સવારે આઉટિંગ કરો.
અન્ય સમાચારો પણ છે...