તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • It Is Not Necessary To Walk 10 Thousand Steps Every Day To Stay Healthy, Even Walking 5 Thousand Steps Reduces The Risk Of Death By 40%

ચાલવા કરતા એક્સર્સાઈઝ જરૂરી:સ્વસ્થ રહેવા માટે દરરોજ 10 હજાર સ્ટેપ ચાલવાની જરૂર નથી, 5 હજાર સ્ટેપ ચાલવાથી પણ મૃત્યુનું જોખમ 40% સુધી ઘટી જાય છે

9 દિવસ પહેલા

ફિટનેસ ટ્રેકિંગ ડિવાઈસ રિકમેન્ડ કરે છે કે એક દિવસમાં 10 હજાર સ્ટેપ્સ ચાલવા જોઈએ. હંમેશાં લોકો આવું કરતાં પણ હોય છે, કેમ કે, તેમને લાગે છે કે તેની પાછળ કોઈ સાયન્સ છે, જ્યારે આવું નથી. હાર્વડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં મહામારી વિજ્ઞાનના પ્રોફેસર અને સ્ટેપ કાઉન્ટ એન્ડ હેલ્થના એક્સપર્ટ ડૉ. આઈમિન લી અને તેમના સહયોગીઓએ 2019માં એક સ્ટડી કરી. તેમાં તેમને જાણવા મળ્યું કે જે મહિલાએ એક દિવસમાં 4,400 સ્ટેપ ચાલે છે, તેમને સમય પહેલા મૃત્યુનું જોખમ 40 ટકા સુધી ઘટી જાય છે.

દરરોજ 7500 સ્ટેપ ચાલવા પણ ફાયદાકારક
એક દિવસમાં 5,000 સ્ટેપથી વધારે ચાલતી મહિલાઓમાં પણ સમય પહેલા મૃત્યુનું જોખમ ઓછું જોવા મળ્યું પરંતુ આ બધા ફાયદા દરરોજ 7500 સ્ટેપ ચાલવા સુધી મર્યાદિત હતા. એટલે કે દરરોજ 10 હજાર સ્ટેપથી ઓછું ચાલવાના ફાયદા વધારે છે.

લાંબી ઉંમર માટે દરરોજ 10 હજાર સ્ટેપ ચાલવા જરૂરી નથી
ગયા વર્ષે લગભગ 5,000 મિડલ એજના પુરુષો અને મહિલાઓ પર એક સ્ટડીમાં જાણવા મળ્યું કે લાંબી ઉંમર માટે દરરોજ 10 હજાર સ્ટેપ ચાલવાની જરૂર નથી. સ્ટડીમાં જે લોકો એક દિવસમાં લગભગ 8,000 સ્ટેપ ચાલતા હતા, તેમને હૃદયની બીમારી અથવા કોઈ અન્ય કારણોથી સમય પહેલા મૃત્યુની સંભાવના તે લોકોની તુલનામાં ઓછી હતી જે એક દિવસમાં 4,000 સ્ટેપ ચાલતા હતા.

જો કે, દરરોજ 10 હજાર સ્ટેપ ચાલવાથી કોઈ નુકસાન નથી, પરંતુ તેનાથી કોઈ ફાયદો પણ નથી. 2005માં બેલ્જિયમના ગેન્ટમાં એક સ્ટડી માટે લોકલ સિટીઝનને પેડોમીટર આપવામાં આવ્યા અને તેમને દરરોજ ઓછામાં ઓછા 10,000 સ્ટેપ ચાલવા માટે કહેવામાં આવ્યું. આ સ્ટડીમાં લગભગ 660 મહિલાઓ અને પુરુષ સામેલ હતા અને તેમાંથી માત્ર 8 ટકા લોકોએ જ 10 હજાર સ્ટેપનો ટાર્ગેટ પૂરો કર્યો, પરંતુ ચાર વર્ષ સુધી કરવામાં આવેલી આ સ્ટડીમાં કોઈપણ વધારે દિવસ સુધી 10 હજાર સ્ટેપનો ટાર્ગેટ પૂર્ણ કરી શક્યું નથી.

ફિઝિકલ એક્ટિવિટી ગાઈડલાઈન સ્ટેપ્સની જગ્યાએ ટાઈમ રિકમેન્ડ કરે છે
ડૉક્ટર લીના અનુસાર, કોઈપણ વ્યક્તિ દરરોજ જેટલા સ્ટેપ ચાલે છે, જો તેમાં થોડા હજાર સ્ટેપ વધારી દે તો તે પર્યાપ્ત હશે. અમેરિકા અને અન્ય સરકારો દ્વારા જાહેર ફિઝિકલ એક્ટિવિટી ગાઈડલાઈન સ્ટેપ્સની જગ્યાએ ટાઈમને રિકમેન્ડ કરે છે.

સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટની એક્સર્સાઈઝ જરૂરી
આ ગાઈડલાઈનના અનુસાર, દરેક વ્યક્તિએ પોતાના આખા દિવસની એક્ટિવિટી સિવાય સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટની એક્સર્સાઈઝ અને જો થઈ શકે તો દરરોજ 30 મિનિટની એક્સર્સાઈઝ જરૂર કરવી જોઈએ.

એક દિવસમાં 7થી 8 સ્ટેપ ચાલવું પૂરતું છે
ડૉ. લીના અનુસાર જો એક્સર્સાઈઝને સ્ટેપ્ટમાં કન્વર્ટ કરવામાં આવે તો દરરોજની એક્સર્સાઈઝના હિસાબથી 16000 સ્ટેપ હશે. દરરોજની ખરીદારી અને ઘરના કામ જેવી રોજિંદી પ્રવૃત્તિઓ દરમિયાન લોકો એક દિવસમાં લગભગ 5,000 સ્ટેપ ચાલે છે. તેમાં 2થી 3 હજાર સ્ટેપ વધારવામાં આવે તો 7થી 8 હજાર સ્ટેપ એક દિવસમાં પર્યાપ્ત છે.

ઘડિયાળ બનાવતી કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટજી 10 હજાર સ્ટેપ હતી
ડૉ. લીના અનુસાર, 1960ના દાયકામાં જાપાનમાં 10 હજાર સ્ટેપ્સનો ટાર્ગેટ લોકપ્રિય થયો હતો. 1964માં ટોક્યો ઓલિમ્પિક બાદ એક ઘડિયાળ બનાવતી કંપનીએ પેડોમીટરના માર્કેટિંગ માટે ફિટનેસ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાની સ્ટ્રેટજી બનાવી હતી. તેના પર જાપાની ભાષામાં લખ્યું હતું 10,000 સ્ટેપ્સ મીટર. ત્યારથી ફિટનેસ ટ્રેકિંગ ડિવાઈસ માટે 10 હજાર સ્ટેપ્સ માનક બની ગયા.