તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • It Is Necessary To Verify The Basis Before Hiring Or Hiring Someone, If That Person Is Fake It Will Be Reported Immediately

UIDAIની ચેતવણી:કોઈને ભાડુઆત અથવા નોકરી પર રાખતાં પહેલાં તેનું આધાર વેરિફાય કરવું જરૂરી, જો તે વ્યક્તિ ફેક હશે તો તરત જાણ થઈ જશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. ID પ્રૂફ તરીકે બધે સ્વીકારવામાં આવે છે. પરંતુ આધાર સાથે સંબંધિત સેવાઓ આપતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)નું કહેવું છે કે દરેક 12 ડિજિટવાળો નંબર આધાર નથી હોતો. તેથી UIDAI કોઈ પણના આધાર નંબરને વેરિફાઈ કરવાની સુવિધા પૂરી પાડે છે. તેની પ્રોસેસ સરળ છે અને તેના માટે તમારે કોઈ ચાર્જ પણ નથી આપવો પડતો.

આધાર વેરિફિકેશનની પ્રોસેસ

  • સૌથી પહેલા www.uidai.gov.in પર જવું
  • ‘My Aadhaar’ સેગમેન્ટના ‘આધાર સર્વિસિસ’ સેક્શનમાં ‘વેરિફાઈ આધાર નંબર’ પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ ઓપન થવા પર તમારો આધાર નંબર અને ત્યાં આપેલો સિક્યોરિટી કોડ નાખીને ‘વેરિફાઈ’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ જો તમારા દ્વારા નાખવામાં આવેલો 12 ડિજિટવાળો નંબર આધાર નંબર જ હશે અને ડિએક્ટિવેટ નહીં થયો હોય તો તમારા આધાર નંબર એક્ટિવ અને ઓપરેશનલ હોવાનું સ્ટેટસ વેબસાઇટ પર જોવા મળશે.
  • તેનાથી તમને ખબર પડી જશે કે તમને જે આધાર આપવામાં આવ્યું છે આધાર છે કે નહીં.

આધાર એપથી પણ વેરિફિકેશન કરી શકાય છે

  • આધાર કાર્ડમાં ક્વિક રિસ્પોન્સ (QR) કોડ હોય છે, જેનો ઉપયોગ વેરિફિકેશન માટે કરવામાં આવી શકે છે.
  • તેના માટે મોબાઈલ એપ mAadhaarમાં QR કોડ સ્કેનર ઓપન કરો અને QR કોડને સ્કેન કરો.
  • ત્યારબાદ આધાર કાર્ડ ધારકોની જાણકારી સ્ક્રિન પર શો થવા લાગશે.

UIDAIની વેબસાઈટ પર યોગ્ય જાણકારી મળે છે
જો તમે તમારા મકાનમાં કોઈને ભાડુઆત અથવા નોકરી તરીકે રાખ્યા તો તેનો આધાર નંબર ચકાસવા બહુ જરૂરી છે. તેના આધારથી જાણવા મળશે કે તે કોઈ ફેક વ્યક્તિ તો નથી ને કારણ કે, કોઈ વ્યક્તિ નકલી આધાર તો બનાવી શકે છે પરંતુ UIDAIની સાઇટ પર તેની સાચી માહિતી મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...