• Gujarati News
  • Utility
  • It Is Necessary To Select The Appropriate ITR Form To File An Income Tax Return, Otherwise The Income Tax Department May Issue A Notice.

કામની વાત:ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું જરૂરી છે, નહીં તો આવકવેરા વિભાગ નોટિસ ફટકારી શકે છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાણાકીય વર્ષ 2020-21 માટે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનું છે. ITR ફાઈલ કરવા માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 7 પ્રકારના ફોર્મ નક્કી કર્યા છે. તમારે તમારી આવકના સ્રોતના આધારે સાવધાની તમારું ITR ફોર્મ પસંદ કરવું પડશે, નહીં તો આવકવેરા વિભાગ તેને નકારી દેશે. CA અભય શર્મા જણાવી રહ્યા છે કે કોણે કયું ITR ફોર્મ ભરવાનું છે.

ITR 1 ફોર્મ
જો કોઈ ઈન્ડિવિઝ્યુઅલને પગાર, પ્રોપર્ટીનું ભાડું, વ્યાજ, 5,000 રૂપિયા સુધી એગ્રીકલ્ચર અને પેન્શનથી આવક પ્રાપ્ત થાય છે તો તેને ITR 1 અથવા સહજ ફોર્મ ભરવું પડશે. જે લોકોને આ સોર્સથી 50 લાખ સુધી વાર્ષિક આવક થાય છે તેઓ જ ITR 1 સહજ ફોર્મ ભરી શકે છે. તેનાથી વધારે આવકવાળા લોકો આ ફોર્મ નથી ભરી શકતા. ITR-1 ‘સહજ’તે વ્યક્તિઓ માટે નથી જેઓ કોઈ કંપનીના ડાયરેક્ટર છે અથવા જેમને અનલિસ્ટેડ ઈક્વિટી શેરોમાં રોકાણ કર્યું છે.

ITR 2 ફોર્મ
આ ફોર્મ તે વ્યક્તિઓ અને HUFs માટે છે, જેમને વેપાર અથવા પ્રોફેશનથી થતા નફામાંથી આવક થાય છે પરંતુ ITR 1 માટે યોગ્ય નથી. આ ફોર્મ તે ટેક્સપેયર ભરી શકે છે, જેમણી સેલરી/પેન્શન, હાઉસ પ્રોપર્ટી અને અન્ય સ્રોત જેવા વ્યાજમાંથી આવક પ્રાપ્ત થાય છે અને તે 50 લાખ રૂપિયા કરતા વધારે છે.

ITR 3 ફોર્મ
એવા ઈન્ડિવિઝ્યુઅલ્સ જેમને ભાગીદારીમાં કોઈ બિઝનેસ કર્યો છે. તેનાથી મળતું વ્યાજ અથવા સેલરી અથવા બોનસથી આવક પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કોઈ પ્રોપર્ટીથી મળી રહેલા ભાડાથી આવક પ્રાપ્ત થાય છે. તેમને ITR 3 ફોર્મ ભરવું પડશે.

ITR 4 ફોર્મ
સુગમ ફોર્મ તે લોકો માટે જેમનો વ્યવસાય અથવા વ્યવસાયથી થતી વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી હોય. કેપિટલ ગેઈન્સથી થતી આવક અને ફોરેસ અસેટના માલિક ITR 4નો ઉપયોગ નહીં કરી શકે. આવકમાં સેલરી અથવા પેન્શન, એક હાઉસ પ્રોપર્ટી અન્ય સ્રોતથી આવક પણ સામેલ છે.

ITR 5 ફોર્મ
તે ઈન્ડિવિઝ્યુઅલ, HUF, કંપની અને ITR-7 ફોર્મ ભરનારા સિવાય વધારાના ટેક્સપેયર્સ માટે છે. વ્યક્તિ અને HUF (ITR-1થી લઈને ITR 4 સુધી ભરનારા), કંપની (ITR-6 ભરે છે) અથવા ચેરિટેબલ ટ્રસ્ટ/ ઈન્સ્ટિટ્યૂટશન્સ (ITR-7 ભરે છે)થી વિવિધ ટેક્સપેયર્સ માટે છે. એટલે કે ફોર્મ 5, ITR-4 માટે યોગ્ય પાર્ટનરશિપ ફર્મ્સથી અલગ પાર્ટનરશિપ ફર્મ્સ માટે, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (LLPs), એસોસિયેશન ઓફ પર્સન્સ, બોડી ઓફ ઈન્ડિવિઝ્યુઅલ, આર્ટિફિશિયલ જ્યુરીડિશિયલ પર્સન, લોકલ ઓથોરિટી, કોઓપરેટિવ, સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત રજિસ્ટર સોસાયટી, મૃત વ્યક્તિની એસ્ટેટ, દેવાદાર વ્યક્તિની એસ્ટેટ, બિઝનેસ ટ્રસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફંડ, વગેરે એવા ટેક્સપેયર્સ માટે છે, જેમના માટે અન્ય કોઈ ફોર્મ લાગુ નથી. સેક્શન 139(4A) અથવા 139(4B) અથવા 139(4C) અથવા 139(4D)ના અંતર્ગત ITR ફાઈલ કરનાર વ્યક્તિ ITR-5 ભરી શકતા નથી.

ITR 6 ફોર્મ
તે કલમ 11 અંતર્ગત છૂટનો દાવો કરતી કંપનીઓ સિવાય અન્ય કંપનીઓ માટે છે. તેને સેક્શન 2(17) મુજભ કંપનીઓ ભરી શકે છે. તેને તે કંપનીઓ ભરે છે, જે ITR 7 ફોર્મ ભરતી કંપનીઓથી અલગ છે.

ITR 7 ફોર્મ
આ ફોર્મ એવી કંપનીઓ અને લોકો માટે છે જેમને સેક્શન 139(4A) અથવા 139(4B) અથવા 139(4C) અથવા 139(4D) અંતર્ગત રિટર્ન ભરવાની જરૂર છે. જે લોકોની આવક આવકવેરા કાયદાની સેક્શન 10 અંતર્ગત છૂટ આપવામાં આવે છે અને જેમને ફરજિયાત રીતે ITR ભરવાની જરૂર નથી, તેઓ આ ફોર્મનો ઉપયોગ રિટર્ન ફાઈલિંગ માટે કરી શકે છે.

રિટર્ન ફાઇલ કરવામાં ભૂલ થાય તો શું થશે?
જો તમે યોગ્ય ફોર્મ નથી ભર્યું અથવા તેમાં કોઈ ભૂલ છે તો વિભાગ તમને નોટિસ મોકલી શકે છે. નોટિસ મળવાના 15 દિવસની અંદર તમે સુધારેલું ITR ફાઈલ કરી શકો છો.