• Gujarati News
  • Utility
  • It Is Necessary To Insure The Kitchen Utensils Along With The Phone, Laptop, From The Bank Locker To The Replacement Of Old Items.

ઇન્શ્યોરન્સ:ફોન, લેપટોપ સાથે કિચનના સામાનનો પણ ઇન્શયોરન્સ ઉતારો, બેંક લોકરથી લઇને જૂની વસ્તુઓ બદલવા સુધીનો ઇન્શ્યોરન્સ ઉતારવો જરૂરી છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર અને આગ જેવી ઘટનાઓ કોઈપણ સમયે થઈ શકે છે, તે તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે
  • હોમ ઇન્શ્યોરન્સ પોલિસી દિવસના 24 કલાક તમારા સામાન અને ઘરની સુરક્ષા કરે છે

તમે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ એટલા માટે લો છો કે તમે અચાનક આવનારા મસમોટા ખર્ચાથી બચી શકો. તે જ રીતે તમારે ઘર અને તેના સામાનનો પણ ઈન્શ્યોરન્સ કરાવવો જોઈએ. તમે બેંકના લોકરનો પણ વીમો કરાવી શકો છો. આગ અથવા પૂર જેવી ઘટનાઓમાં વીમો કરાવવાથી નુક્સાનની ચૂકવણી થાય છે.

કેરળ, મુંબઈ અને પૂર્વોત્તર રાજ્યોમાં પૂરથી ભારે નુક્સાન થયું
હાલ કેરળ, મુંબઈ અને પૂર્વોત્તર રાજ્યોમાં આવેલા પૂરથી એ વાત સ્પષ્ટ થઈ છે કે ઘર અને તેના સામાનના ઈન્શ્યોરન્સ માટે લોકોમાં ઓછી જાગૃતતા છે. ભારતીયો તેમની કમાણીનો મોટા ભાગનો શેર ઘર ખરીદવા અથવા ઘર સજાવવામાં કરે છે, પરંતુ તેનો ઈન્શ્યોરન્સ કરાવતા નથી.

સામાન માટે સર્ચ કરાય છે, પરંતુ ઈન્શ્યોરન્સ નથી લેવાતો
કોરોનાકાળમાં મોટા ભાગની ઈ કોમર્સ સાઈટનો ડેટા ઉજાગર કરે છે કે ઘરના ઉપયોગમાં આવતી અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વિશે લોકો વધારે સર્ચ કરે છે. તો પણ ઘરના માલિક આ એસેટ્સનું હોમ એન્ડ કન્ટેન્ટ ઈન્શ્યોરન્સ કવર નથી કરાવતા. હોમ ઈન્શ્યોરન્સ આકસ્મિક ઘટના, ચોરી જેવી ઘટનાથી ફિક્સ્ડ અને પોર્ટેબલ સંપતિના નુક્સાનની ચૂકવણી કરે છે.

ચેન્નાઈ, ઓડિશા, કોલકાતામાં પણ ઘરોને નુક્સાન થયું
કેરળમાં પૂર સાથે ચેન્નાઈ, મુંબઈ, ઓડિશા, કોલકાતા જેવા શહેરોમાં પણ પૂર જેવી પરિસ્થિતિએ નુક્સાન કર્યું છે. ક્લેમ દરમિયાન ઘણી વાર જોવા મળ્યું છે કે ઘરના અંદરનો સામાન, ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ, હોમ અપ્લાયન્સ તેમજ પોર્ટેબલ ઉપકરણ જેમ કે સેલ ફોન, લેપટોપ, ટેલિફોનની કુલ કિંમત પણ ઘરની કિંમત જેટલી જ હોય છે.

હોમ ઈન્શ્યોરન્સમાં ઘરેણાંઓને સુરક્ષિત રાખો
હોમ ઈન્શ્યોરન્સમાં ઘરેણાંનો પણ સમાવેશ થાય છે. તમારી પાસે તમારા ઘરેણાં અને કિંમતી વસ્તુઓનો વીમો હોવો જોઈએ. ભલે તે બેંકના લોકરમાં હોય કે પછી ઘરના લોકરમાં. એક બેંક લોકર પોલિસી પ્રમાણે લોકરમાં રાખેલા ઘરેણાં માટે માત્ર બેંક સુરક્ષા હેઠળ જ કવર આપે છે.

ઓછા પ્રીમિયમ પર સારી સુરક્ષા મળે છે
હોમ ઇન્શ્યોરન્સ પોલિસી મિનિમમ પ્રીમિયમ પર તમારી સંપત્તિને 24-કલાક, સાત દિવસનું રક્ષણ પૂરું પાડે છે. પછી ભલે તે ઘરે રાખવામાં આવી હોય કે પછી લોકરમાં મૂકવામાં આવી હોય. ઘણા ઘરમાં ઘણી વખત કિંમતી આર્ટ, પેઇન્ટિંગ્સ અને અન્ય કિંમતી વસ્તુઓ હોય છે, જેનો ઓછામાં ઓછા પ્રીમિયમ પર પણ વીમો લઈ શકાય છે. દેશમાં ભાડાંના મકાનોનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. વધુ લોકો નોકરી માટે મોટા શહેરોમાં જઈ રહ્યા છે.

હોમ ઇન્શયોરન્સ ભાડાંના મકાન માટે પણ લઈ શકાય
હોમ ઇન્શ્યોરન્સ હોમ લોનને સુરક્ષિત કરવા માટે મિલકત વીમો ખરીદવા અથવા જેમની પાસે ઘર છે ફક્તતેમના સુધી જ મર્યાદિત નથી. ભાડાંના મકાનોમાં રહેતા ભાડુઆત પણ સામાનની સુરક્ષા માટે આ વીમો ખરીદી શકે છે. પૂર, સાઇક્લોન, ચોરી, આગ વગેરે જેવી ઘટનાઓ કિંમતી સામગ્રીને નુકસાન પહોંચાડે છે. આવી ઘટનાઓમાં તમારી બધી વસ્તુઓનું નુકસાન થઈ શકે છે.

તમારે જીવનને પાટા પર પાછું લાવવા માટે તમારે ફરીથી તમારું મકાન બનાવવાનું શરૂ કરવું પડશે. આ તે સમય અથવા તક છે જ્યાં હોમ ઇન્શ્યોરન્સ તમારા બચાવમાં આવે છે.

એક યોગ્ય હોમ ઇન્શ્યોરન્સ પોલિસીની કેટલીક ખાસિયતો જણાવવામાં આવી છે, જે તમને તેનું મહત્ત્વ જણાવે છે

5 વર્ષ માટે જૂનાંને બદલે નવું કવર
હોમ ઇન્શયોરન્સ પોલિસીની આ સુવિધા ઘરના સામાનના નુકસાન પર જૂનાની સામે બદલીને નવું આપવાની સુરક્ષા પૂરી પાડે છે. જૂનાંને બદલે નવું કવર માનસિક શાંતિ આપે છે કારણ કે, જો કોઈ વસ્તુ 5 વર્ષ સુધીમાં ખરાબ થઈ જાય છે અને જો તેનું સમારકામ શક્ય ન હોય તો તમારી વીમા કંપની તેને સંપૂર્ણપણે બદલવા પર ચૂકવણી કરશે. ભલે તે વસ્તુ હવે ઉપલબ્ધ ન હોય પણ તમને તે નવી વસ્તુ ખરીદવા માટે પૈસા મળશે.

પોલિસી ખરીદતી વખતે ફર્નિચર અને ફિક્સર, ઇલેક્ટ્રોનિક આઇટેમ્સ, કિચન આઇટેમ્સ, કપડાં અને વ્યક્તિગત વસ્તુઓ તેમજ અન્ય પ્રોડક્ટ્સ નુકસાનના મામલે પણ તમને વળતર આપવામાં આવશે.

પોર્ટેબલ ઇક્વિપમેન્ટ કવર
આ પોલિસી ભારતમાં ક્યાંય પણ પોર્ટેબલ ઇક્વિપમેન્ટ હેઠળ થતાં આકસ્મિક નુકસાનની ભરપાઇ કરે છે. જો કે, એક્સ્ટ્રા પ્રીમિયમની ચૂકવણી કર્યા પછી "પોર્ટેબલ ઇક્વિપમેન્ટ" માટેના કવરેજને વિશ્વવ્યાપી કવરેજમાં રૂપાંતરિત કરી શકાય છે. આનો અર્થ એ કે તમારા ફોનથી લઇને તમારા કેમેરા સુધી તમારી વીમા પોલિસી તમને દરેક રીતે કવર કરી લેશે.

વૈકલ્પિક રહેઠાણ માટે ભાડું- જો મકાન આગ અથવા પૂર જેવા કેટલાક સંકટને લીધે નાશ પામ્યું હોય અને તમારે એક વૈકલ્પિક ફ્લેટમાં જવાની જરૂર પડી તો પોલિસી હેઠળ આ વધારાનો લાભ તમને ભાડાંની રકમ માટે વળતર આપે છે. આ કવર આપત્તિમાં એક વરદાન તરીકે આવે છે અને નાણાકીય સંકટ સમયે તમારા જીવન ધોરણને જાળવવામાં સહાય કરે છે.

અન્ય સમાચારો પણ છે...