કોરોના વાઇરસ રોગચાળો ફેલાયો એ પહેલાં બજેટ બનાવવું અને તેને સંભાળવું એટલું અઘરું નહોતું. ચેપના કેસોને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લાખો ભારતીયોએ તેમની નોકરી ગુમાવવી પડી. તેથી, આવી સ્થિતિમાં હવે બજેટ પ્લાનિંગ ખૂબ મહત્ત્વનું બની ગયું છે. પરંતુ આપણે ઘણીવાર બજેટ પ્લાનિંગને અવગણીએ છીએ અથવા તેને ટાળી દઇએ છીએ કારણ કે, બજેટ પ્લાનિંગ એ બહુ અઘરું હોય છે. જો કે, આ પ્લાનિંગમાં સમસ્યાઓ આવવતા છતાં બજેટ બનાવવા નીચે આપવામાં આવેલી કેટલીક ટિપ્સ તમને ઉપયોગી સાબિત થઈ શકે છે.
1. જરૂર ન હોય એવી સર્વિસમાં ખર્ચ ન કરો
ક્યારેક સેવિંગ અને ખર્ચ મોનિટર કરવું એ બહુ મોટું કામ લાગે છે. આ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે કામને સરળ વસ્તુથી શરૂ કરવાને બદલે તેને નાના-નાના ભાગમાં વહેંચી લો. તેને નાની જીત કહેવામાં આવે છે અને આ રીત ક્રેડિટ કાર્ડના ખર્ચને મેનેજ કરવામાં સૌથી અસરકારક છે.
આ જ બાબત તમારા બજેટ પર પણ લાગુ થઈ શકે છે. એક નાની જીત માટે તમારું ક્રેડિટ કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ તપાસો. તપાસ દરમિયાન કોઈ જરૂરિયાત વિના તમે કયો ચાર્જ ચૂકવી રહ્યા છો તે શોધો. એવી સ્ટ્રીમિંગ સર્વિસ જેની તમને જરૂર ન હોય એવી સર્વિસ માટે પૈસા આપવાનું બંધ કરો. તમે તમારી બેંકમાં ફોન કરીને કાર્ડને નીચા ગ્રેડ અથવા નો ફી વર્ઝનમાં બદલવા માટે પણ કહી શકો છો.
2. ખર્ચ ક્યાં-ક્યાં થઈ રહ્યા છે તે શોધો
ઘણીવાર કમાણી ભલે ગમે તેટલી હોય તેનાથી ફરક નથી પડતો હોતો. પરંતુ ક્યારેક બજેટ બનાવવું ગમતું નથી હોતું. વર્ષ 2013માં થયેલા ગેલઅપ સર્વે અનુસાર, ત્રણમાંથી માત્ર એક જ ઘરમાં મહિનાની કમાણી અને ખર્ચનો હિસાબ રાખવામાં આવે છે.
બજેટને હેન્ડલ કરવાની એક રીત એ પણ હોઈ શકે કે બજેટ પ્રત્યેની માનસિકતા બદલી નાખવામાં આવે. કેટેગરી પ્રમાણે એક-એક રૂપિયાના ખર્ચને વહેંચવાને બદલે એક ચોક્કસ આંકડો નક્કી કરી લો કે તમે દર મહિને આટલો ખર્ચ કરી શકો છો. પછી એ તમારી મરજી પ્રમાણે તેને ક્યાંય પણ ખર્ચ કરો.
3. એક સારું ઇમરજન્સી ફંડ બનાવો
જ્યારે તમારી પાસે નિશ્ચિત આવક ન હોય ત્યારે નિશ્ચિત સંખ્યા સુધી ખર્ચ કરવાની પદ્ધતિ દરેક માટે કામ નહીં આવે. ઉદાહરણ તરીકે એક કપલ જેરેમી અને બેકી મૂરેને લઇએ, જેમને બે લેખકો જોનાથન મોર્ડાચ અને રેચલ શ્નાઇડર દ્વારા તેમના પુસ્તક "ધ ફાઇનાન્સિયલ ડાયરીઝ" માટે ઘણા અઠવાડિયાઓથી ફોલો કરવામાં આવી રહ્યા છે.
જેરેમી એક ટ્રક મિકેનિક છે અને તે મોટાભાગે ઉનાળા અને શિયાળામાં કમાય છે. આ સમય દરમિયાન ટ્રક વધુ ખરાબ છે. સામાન્ય સમયમાં પણ તે તેના ઘરે ત્રણસો ડોલર લઈ જાય છે. 2015 પ્યુ ચેરીટેબલ ટ્રસ્ટના એક અભ્યાસ મુજબ, એક વર્ષથી લઇને બીજા વર્ષ સુધીની તેમની કમાણીમાં ઓછામાં ઓછો 25 ટકા લાભ અથવા નુકસાન જોવા મળ્યું.
ફાઇનાન્શિયલ પ્લાનર્સનું કહેવું છે કે, મૂર્સે ખરાબ સમયમાં તેના ઇમરજન્સી ફંડ તરફ જવું જોઈએ. આ ફંડ બનાવવું વધુ આવક ધરાવતા પરિવારો તેમજ સારી કમાણી કરનારા ઘરો માટે પણ અઘરું છે. જો તમે ઇમરજન્સી ફંડ માટે બચત કરવામાં અસમર્થ હો તો તમારી કમાણીમાંથી ચોક્કસ રકમ બચાવવા માટે પ્રયત્ન કરો. આ માટે, સેવિંગ અકાઉટ અથવા ચેકિંગનો ઉપયોગ કરો.
આ પ્રકારનું ઇમરજન્સી ફંડ બનાવવું એ 6 મહિનાના ફંડ કરતાં વધુ સરળ છે. તમારે વધારે પૈસા બચાવવાની જરૂર નથી કારણ કે, ખર્ચને પહોંચી વળવાને બદલે આપણો હેતુ અસ્થિર કમાણી પૂરી કરવાનો છે.
4. જે પૈસા ખર્ચ ન થઈ રહ્યા હોય એ બચાવો
અત્યારે વેકેશન જિમ વગેરે પ્રવૃત્તિઓ બંધ હોવાને કારણે તમે વધુ બચત કરી શકો છો. ઘણા લોકોએ ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ પણ ઘટાડી દીધું છે. પૈસા ખર્ચવાની ઓછી રીત પણ એક સારી વસ્તુ હોઈ શકે છે.
જો તમે કાળજીપૂર્વક ખર્ચ કરી રહ્યા હો તો તે તમને તમારા ખરાબ સમયમાં મદદ કરી શકે છે. કદાચ તમે અત્યારે વેકેશન પર ન જાવ તો એ પૈસા કોઈ મોઘી વસ્તુ પર ખર્ચ કરવાને બદલે તમારી પાસે સંભાળીને રાખો. આ સમયગાળા દરમિયાન ક્યાંય જવું નહીં અને ઓછો ખર્ચ કરવો એ શક્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.