• Gujarati News
  • Utility
  • IT Department Announces Recruitment For 155 Posts Including Income Tax Inspector, Applications Can Be Submitted Till August 25

સરકારી નોકરી:IT ડિપાર્ટમેન્ટે ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર સહિત 155 પદો માટે ભરતી બહાર પાડી, 25 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આવકવેરા વિભાગે પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ, મુંબઈના સ્પોર્ટ્સ કોટા અંતર્ગત વિવિધ પદોની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS), ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટના કુલ 155 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદ માટે અરજી પ્રક્રિયા 25 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ incometaxmumbai.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 155

પદસંખ્યા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ64
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર8
ટેક્સ આસિસ્ટન્ટ83

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો 10મુ પાસ હોવા જોઈએ. તે સિવાય ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ આ પદ માટે અરજી કરી શકે છે. લાયકાત સાથે સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પદાનુસાર વય મર્યાદાની જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન નક્કી કરવામાં આવેલા સિલેક્શન ક્રાઈટેરિયાના આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 18000 રૂપિયાથી લઈને 142400 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે.

આ રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે ઓફિશિયલ વેબસાઈટ incometaxmumbai.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.