તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • ISRO Started Five Day Online Course For Students Of Class 10th 12th, Register By July 20, The Classed Will Be Held From 26 To 30 July

ફ્રી ઓનલાઇન કોર્સ:ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ISROએ પાંચ દિવસનો ઓનલાઈન કોર્સ શરુ કર્યો, 20 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરો

2 મહિનો પહેલા
  • પાંચ દિવસના પ્રોગ્રામમાં 26થી 30 જુલાઈ 2021 સુધી ભણાવવામાં આવશે
  • રોજ 45 મિનિટના બે ઓનલાઈન લેક્ચર હશે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ (ISRO)એ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓનલાઈન કોર્સની શરુઆત કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ રીમોટ સેન્સિંગ (IIRS) દ્વારા ISROએ એન્વાયરમેન્ટ સ્ટડી માટે યુઝફુલનેસ ઓફ રીમોટ સેન્સિંગ એન્ડ GIS નામના પાંચ દિવસના પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી માગી છે. કોર્સ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ નક્કી કરી છે.

વિદ્યાર્થીઓને જાગૃત કરવા આ કોર્સ શરુ કર્યો
નોટિફિકેશન પ્રમાણે, આ કોર્સનો હેતુ વિદ્યાર્થીઓને રીમોટ સેન્સિંગ ટેક્નોલોજીની સાથે પૃથ્વી અને તેના પર્યાવરણની સ્ટડી વિશે જાગૃતતા વધારવાનો છે. સેટેલાઈટ ડેટા અને ઈમેજ પ્રોસેસિંગનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને પર્યાવરણની નાનામાં નાની વસ્તુ સમજવામાં મદદ મળશે.

26થી 30 જુલાઈ ક્લાસ ચાલશે
આ કોર્સ માટે ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. પાંચ દિવસના પ્રોગ્રામમાં 26થી 30 જુલાઈ 2021 સુધી ભણાવવામાં આવશે. તેના લેકચર IIRSની યુટ્યુબ ચેનલ પર લાઈવ દેખાડવામાં આવશે. રોજ 45 મિનિટના બે ઓનલાઈન લેક્ચર હશે. એક સવારે 10 વાગ્યે અને બીજો બપોરે 12 વાગ્યે.

વિદ્યાર્થીઓ પ્રશ્નો પણ પૂછી શકશે
લેકચર દરમિયાન સ્ટુડન્ટ ચેટ બોક્સમાં પ્રશ્નો પણ પૂછી શકે છે. લેક્ચર પૂરો થાય એટલે પાંચ મિનિટ પછી વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નોનો જવાબ મળશે. જો કોઈ વિદ્યાર્થી લાઈવ સેશનમાં સામેલ નહીં થઈ શકે તો તેઓ IIRS લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ પર અપલોડ રેકોર્ડેડ લેક્ચર અટેન્ડ કરી શકે છે. રોજ બપોરે 3 વાગ્યે તે અપડેટ થઈ જશે.

કોર્સ સાથે જોડાયેલી વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો