તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • ISRO Has Called For Applications For Recruitment Of 160 Apprentice Posts, The Application Process Will Continue Till July 26

સરકારી નોકરી:ISROએ એપ્રેન્ટિસની 160 જગ્યા પર ભરતી માટે અરજી માગી, 26 જુલાઈ સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડીપ્લોમા હોવું જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ISROના લિક્વિડ પ્રપલ્ઝન સિસ્ટમ સેન્ટર (LPSC)એ ગ્રેજ્યુએટ અને ડીપ્લોમા એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 160 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 26 જુલાઈ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ lpsc.gov.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડીપ્લોમા હોવું જોઈએ.

મહત્ત્વની તારીખ
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 30 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 26 જુલાઈ

સિલેકશન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 8000 - 9000 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સે કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ lpsc.gov.in ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.