ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની ગર્લ્સ હોસ્ટેલમાં હિડન કેમેરાને કારણે હડકંપ મચ્યો છે. જયારે હોસ્ટેલમાં રહેતી યુવતીઓને રૂમનાં બાથરૂમમાં હિડન કેમેરા વિશે જાણ થઇ હતી. આ બાદ પોલીસે હોસ્ટેલનાં માલિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ત્યારે સામે આવી જયારે હોસ્ટેલની એક યુવતી બાથરૂમમાં નહાવા માટે ગઈ અને પાણી ઓછું આવી રહ્યું હતું ત્યારે લાગ્યું કે, ફુવારામાં કઈ ફસાઈ ગયું છે. તેથી 2-3 વાર હલાવતા કેમેરો નીચે પડ્યો હતો. પોલીસે કમ્પ્યુટર, 9 હાર્ડ ડિસ્ક, ડિજિટલ વીડિયો રેકોર્ડર સહિત બધી વસ્તુઓ જપ્ત કરી છે.
પ્રયાગરાજ કોઈ પહેલી જગ્યા નથી કે આ પ્રકારનો મામલો સામે આવ્યો હોય, આ પહેલાં પણ હોસ્ટેલ, હોટેલનાં રૂમ, બાથરૂમ, ચેન્જિંગ રૂમમાં હિડન કેમેરાની ઘટના સામે આવી ચુકી છે. આજે કામના સમાચારમાં અમે તમને જણાવીએ છીએ કે, અજાણી જગ્યા પર હિડન કેમેરાની કેવી રીતે તપાસ કરી શકો છો?
સવાલ : હિડન કેમેરા શું હોય છે?
જવાબ : ચેન્જિંગ રૂમ, હોટેલ, હોસ્ટેલ અને બાથરૂમ જેવી કોઈ જગ્યા પર કોઈ છુપાવીને કેમેરા લગાવે છે તો તેને હિડન કેમેરા કહેવામાં આવે છે. હિડન કેમેરાથી ઘણા લોકોને બ્લેકમેલ પણ કરી શકાય છે.
સવાલ : કઇ જગ્યા પર હિડન કેમેરા વધુ લગાવવામાં આવે છે?
જવાબ : એવી જગ્યા પર જ્યાં લોકોની નજર ના પડતી હોય. જેમ કે,
સવાલ : કોઈ હોટેલ કે હોસ્ટેલમાં રોકાતા પહેલાં શું સાવધાની રાખવી જોઈએ?
જવાબ :
સવાલ : હોટેલ, હોસ્ટેલ અથવા ચેન્જિંગ રૂમ જેવી જગ્યાઓ પર હિડન કેમેરો જોવા મળે તો સામાન્ય નાગરિક પાસે શું અધિકાર હોય છે?
જવાબ : એડવોકેટ અવિનાશ ગોયલ અનુસાર, જયારે કોઈ સામાન્ય નાગરિક કોઈ જગ્યા પર હિડન અથવા spy કેમેરાને જુએ છે, તો તુરંત જ પોલીસમાં ફરિયાદ દાખલ કરી શકે છે. IPC કલમ 354 હેઠળ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
હિડન કેમેરામાં ઘણીવાર ઇન્ફ્રારેડ (IR) બ્લાસ્ટર્સ હોય છે, જે અંધારામાં પણ રેકોર્ડ કરવામાં મદદ કરે છે. કોઈ પણ વ્યક્તિ તેની આંખોથી IR લાઈટ્સ શોધી શકતો નથી. આ જ કારણ છે કે આ કેમેરાને અંધારામાં નરી આંખે જોવું અશક્ય છે. જોકે આ લાઇટ્સ મોબાઇલ કેમેરાના ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમમાંથી શોધી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.