• Gujarati News
  • Utility
  • Is Suffocation The Cause Of KK's Death? Find Out The Risk Of Dying From Suffocation In A Crowded Place

કામના સમાચાર:શું કેકેનાં મૃત્યુનું કારણ સફોકેશન છે? જાણો ભીડવાળી જગ્યાએ ગૂંગળામણથી મોતનું કેટલું જોખમ છે

અલીશા સિન્હાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોલકાતામાં લાઈવ કોન્સર્ટ પછી બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કન્નથ)નું મોત થઈ ગયું. તેઓ 53 વર્ષના હતા. તેમના મૃત્યુ પછી એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે ભીડવાળા ઓડિટોરિયમમાં AC નહોતું ચાલી રહ્યું. સિંગરે આ વાતની ફરિયાદ પણ કરી હતી. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને લખ્યું- બંધ ઓડિટોરિયમમાં ઘણી ભીડ હતી. AC કામ ન કરવાના કારણે તેમને ઘણો પરસેવો થઈ રહ્યો હતો.

સૌથી પહેલા જાણો જે ઓડિટોરિયમમાં કોન્સર્ટ હતો ત્યાંની સ્થિતિ શું હતી

  • કેકેનો કાર્યક્રમ જે નઝરુલ મંચ પર હતો, તેની ક્ષમતા 2700 લોકોની હતી.
  • આ પ્રોગ્રામ એક કોલેજનો હતો, તેથી કોન્સર્ટમાં 7 હજારથી વધુ લોકો સામેલ થયા હતા.
  • AC કામ નહોતું કરી રહ્યું અને કેકે વારંવાર પરસેવો લૂછતા હતા. એક દિવસ પહેલા આ જગ્યા પર યોજાયેલા પ્રોગ્રામમાં તેમણે તેની ફરિયાદ પણ કરી હતી.

ભીડને કાબુ કરવા માટે ફાયર એક્સટિંગ્વિશરનો સ્પ્રે કરવામાં આવ્યો
મમતા સરકારના મંત્રી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે પણ ક્ષમતાથી વધારે લોકો હોવાની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું, ભીડને કાબુ કરવા માટે ફાયર એક્સટિંગ્વિશરનો સ્પ્રે કરવામાં આવ્યો હતો.

ડૉ. હેમલતા (કન્સલ્ટન્ટ ઈન્ટર્નલ મેડિસિન)નું કહેવું છે કે જ્યારે એક બંધ રૂમમાં ક્ષમતાથી વધારે લોકો આવે તો ગરમી વધી જાય છે અને હીટસ્ટ્રોક જેવી સ્થિતિ સર્જાય છે. શરીરમાંથી પરેસેવાની સાથે સોડિયમ અને પોટેશિયમ નીકળવા લાગે છે. પોટેશિયમની ઊણપથી પણ ક્યારેક ક્યારેક હાર્ટ પર સીધી અસર થાય છે અને હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. તેના કારણે મૃત્યુ થઈ શકે છે.

કેકેના મોત પર અનનેચરલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તેમના મોતનું કારણ શોધી રહી છે, પરંતુ હવે સવાલ એ છે કે ભીડથી ભરેલા ઓડિટોરિયમમાં શું સફોકેશનથી કોઈનું મૃત્યુ થઈ શકે છે? ભીડવાળી જગ્યા મૃત્યુનું કારણ બની શકે છે?

સવાલ- સફોકેશન શું હોય છે?
જવાબ- જ્યારે દર્દી શ્વાસ નથી લઈ શકતો અથવા તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ત્યારે આવી પરિસ્થિતિને સફોકેશન કહેવામાં આવે છે.

સવાલ- કોઈ વ્યક્તિને સફોકેશનની સમસ્યા ક્યારે થાય છે?
જવાબ- હવામાં ઓક્સિજનનો અભાવ અથવા ગળામાં કંઈક ફસાઈ જવાના કારણે સફોકેશનની સમસ્યા થાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિનું મગજ કામ નથી કરતું.

સવાલ- સફોકેશનથી શું મોત થઈ શકે છે?
જવાબ- હા, તે મૃત્યુનું કારણ બની શકે છે. સફોકેશનથી ઘણી વખત હૃદયના ધબકારા ઘટી જાય છે. ગૂંગળામણના કિસ્સામાં મૃત્યુનું જોખમ રહે છે. તેને એવી રીતે પણ સમજી શકાય છે- જ્યારે સફોકેશનની સમસ્યા થાય છે, ત્યારે વ્યક્તિને ગભરામણ મહેસૂસ થવા લાગે છે. તે યોગ્ય રીતે ઓક્સિજન નથી લઈ શકતો, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં મગજમાં ઓક્સિજન નથી પહોંચતો. ઘણી પરિસ્થિતિમાં તે જીવલેણ સાબિત થઈ શકે છે.

સવાલ- અચાનક સફોકેશનની સમસ્યા થવા પર શું કરવું જોઈએ?
જવાબ-
જો કોઈને અચાનક સફોકેશનની સમસ્યા થઈ જાય તો તરત આ ઉપાય કરો-

  • જેને સફોકેશનની સમસ્યા થઈ રહી છે, તેની પાછળ ઊભા રહો.
  • તમારા હાથથી તેની કમરને પકડો.
  • હવે તે વ્યક્તિને આગળની તરફ ઝુકાવો.
  • પોતાના એક હાથથી મુઠ્ઠી વાળી તેની નાભિ પર રાખો.
  • બીજા હાથથી મુઠ્ઠી પકડો અને પેટ પર થોડું દબાણ આપીને તેને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરો.

નોંધ- આવું ચારથી પાંચ વખત કરવું. સમસ્યા ગંભીર જણાય તો તરત ડૉક્ટરની પાસે જવું.