તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • IRDA Allows Life Insurance Companies To Issue E insurance Policies, This Facility Will Be Valid For All Insurance Policies

સુવિધા:IRDAએ જીવન વીમા કંપનીઓને ઇ-વીમા પોલિસી આપવાની મંજૂરી આપી, આ સુવિધા તમામ વીમા પોલિસીઓ માટે માન્ય રહેશે

દિલ્હી2 મહિનો પહેલા
  • પોલિસીધારકોને 30 દિવસનો ફ્રી લુક પિરિઅડ મળશે
  • જો કોઈ ગ્રાહક હાર્ડ કોપી માગે તો કંપનીઓએ તે મોકલવી પડશે

કોરોના વાઇરસના વધતા જતા પ્રકોપ અને તેના કારણે લદાયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ જીવન વીમા કંપનીઓને ઇલેક્ટ્રોનિલી વીમા પોલિસી એટલે કે ઇ-પોલિસી આપવાની મંજૂરી આપી છે. IRDAએ એક સર્ચ્યુલર બહાર પાડતા જણાવ્યું કે, આ છૂટ વર્ષ 2020-21 દરમિયાન આપવામાં આવતી તમામ વીમા પોલિસીઓ માટે માન્ય રહેશે.

પોલિસી ફ્રી લુક પિરિઅડમાં પરત પણ કરી શકાશે
જો ઇ-પોલિસી મળ્યા પછી ગ્રાહક આ પોલિસીથી સંતુષ્ટ ન હોય તો તે ફ્રી લુક પિરિયડ દરમિયાન તેને પરત કરી શકે છે. IRDAના જણાવ્યા અનુસાર, લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓએ પોલિસીધારકોને 30 દિવસનો ફ્રી લુક પિરિઅડ આપવો ફરજિયાત છે.

ગ્રાહક ઇચ્છે તો હાર્ડ કોપી પણ માગી શકે છે
IRDAના જણાવ્યાનુસાર, જો કોઈ ગ્રાહક હાર્ડ કોપી અથવા ડોક્યૂમેન્ટ માગે તો કંપનીઓએ ગ્રાહકને તે મોકલવાં પડશે. IRDA જીવન વીમા કંપનીઓને દર ત્રિમાસિક ગાળામાં તેમનું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન પણ ઇલેક્ટ્રોનિકલી મોકલવાની મંજૂરી આપી દીધી છે.

IRDAએ ફ્રોડ અંગે અલર્ટ કર્યા હતા
તાજેતરમાં જ IRDAએ લોકોને છેતરપિંડી અંગે લોકોને ચેતવણી આપી હતી. IRDAએ વીમા કંપનીઓ અથવા રજિસ્ટર્ડ એજન્ટ પાસેથઈ જ વીમા પોલિસી લેવા જણાવ્યું હતું. IRDAના જણાવ્યાનુસાર, ઘણા લોકો પોતાને વીમા કંપનીના એજન્ટ બતાવીને લોકોને છેતરતા હોય છે. તેથી, આવા લોકોથી સચેત રહેવું બહુ જરૂરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો